________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગળાનો ફાંસો ઢીલો થઈ ગયો હતો. ઉતાવળમાં લક્ષ્મી ફાંસાને ફરીથી તપાસવાનું ભૂલી ગઈ હતી. એણે માની લીધું કે “ધરણ ચોક્કસ મરી ગયો છે. પરંતુ ધરણ મર્યો ન હતો.
મધ્ય રાત્રિનો સમય હતો. શીતળ પવન વહી રહ્યો હતો. સમુદ્રમાં મોજાં ઊછળતાં હતાં. કિનારા પર સમુદ્રનું પાણી આવી જતું હતું. ધરણ પાણીથી ભીંજાવા લાગ્યો... અને તેને શીતલ પવનનો સ્પર્શ થવા લાગ્યો. તેની મૂચ્છ દૂર થઈ. મદિરાની અસર પણ ઓસરી ગઈ. તે ભાનમાં આવ્યો. આંખો ખોલી... આસપાસ જોયું. તે સ્વગત બોલી ઊઠ્યો : “અરે, હું ક્યાં છું?” તેનો હાથ ગળા પર ગયો... “ગળામાં આ શું બાંધેલું છે?' તેણે ગળામાં બંધાયેલો ફાંસો ખોલી નાખ્યો.. ઊભો થયો... અગાધ સાગર તરફ જોઈ રહ્યો...” શું આ કોઈ સ્વપ્ન હશે કે ભ્રાન્તિ છે? કોઈ ઈન્દ્રજાલ છે કે સત્ય હકીકત છે? હું વહાણમાં જ લક્ષ્મી સાથે સૂતો હતો. અહીં કેવી રીતે આવી ગયો?” તે શાંતિથી વિચારવા લાગ્યો...
આ કામ લક્ષ્મી અને સુવદનનું જ લાગે છે. એમણે મને આગ્રહ કરી કરીને મદિરાપાન કરાવ્યું હતું... અને પછી જ્યારે હું ગાઢ નિદ્રામાં પડ્યો. ત્યારે મારા ગળામાં આ ફાંસો નાખવામાં આવ્યો હશે.... મને મારી નાખવા માટે જ, ત્યાંથી ઉપાડી લાવીને અહીં નાખી ગયા લાગે છે.
કેવું કપટ? કેવો વિશ્વાસઘાત? મારી ગેરહાજરીમાં જરૂર એ બે લક્ષ્મી અને સુવદન પ્રેમસંબંધથી જોડાયાં હશે. લક્ષ્મી આવી ક્રૂર અને કપટી હશે, એનો મને આજ દિન સુધી ખ્યાલ ન હતો.. એનું સ્ત્રીચરિત્ર ગહન લાગે છે. એ ઉન્માર્ગગામી બની લાગે છે. ખરેખર, આ સ્ત્રીનું ગહન ચરિત્ર હું સમજી ના શક્યો... સુવદનના મનમાં સોનાની દસ હજાર ઈંટોનો લોભ જાગ્યો હશે. એટલે મને મારી નાખવા માટે, આ પ્રપંચ કર્યો છે. પરંતુ સુવદને આવું કાર્ય નહોતું કરવું જોઈતું... હું એને ભરપૂર સોનું આપવાનો જ હતો. મેં એને કહેલું પણ ખરું. છતાં એ લક્ષ્મીના મોહમાં, મૂઢ બની ગયો હશે. મોહમૂઢ માણસ કયું અકાર્ય નથી કરતો?
ખેર, જે થાય તે સારા માટે. લક્ષ્મીની સાચી ઓળખાણ મને થઈ ગઈ. મારી ભ્રમણા ભાંગી ગઈ. હવે હું એના મોહમાં ક્યારેય ફસાઈશ નહીં.
જ્યારે હું વહાણ પર ગયો હતો... તે બંનેના મુખ, મને જોઈને પહેલા તો શ્યામ જ થઈ ગયાં હતાં. મને જીવતો જોઈને, બંને હેબતાઈ ગયા હતા. પછી હર્ષનું... પ્રિમનું નાટક શરૂ કર્યું હતું.. ખરેખર, લક્ષ્મી કુટિલ સ્વભાવની નીકળી... જેના પ્રાણોની રક્ષા કરવા, મેં એને મારાં લોહીનું પાણી કરીને પાયું હતું.. મારા શરીરનું માંસ કાપીને, ખવડાવ્યું હતું. તેણે મારા જ પ્રાણ લેવા પ્રયત્ન કર્યો.'
એક એક જ
શ્રી સમરાદિત્ય મહાકથા
COE
For Private And Personal Use Only