________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ સર્વ વૈભવો અને સંપત્તિઓ સ્વપ્નની સંપત્તિ છે. જે સંસારનાં સર્વ સુખો વીજળીના ઝબકારા જેવાં છે.
પ્રિયજનોના સમાગમ અનિત્ય છે, અલ્પકાલીન છે. આમ સમજીને તું તારા મનનું સમાધાન કરી સ્વસ્થ બન.” રાજપુત્રીએ કહ્યું : “હે ભગવતી, આપે કહ્યું તે યથાર્થ છે. મને સમજાયું છે, માટે મને તાપસી દીક્ષા આપો.'
મેં કહ્યું : “રાજકુમારી, તાપસ-વ્રત લેવાની હજુ ઘણી વાર છે. પ્રિય કુમારી, આ તારા પ્રથમ યૌવનની વય છે. આ વયમાં વિષયભોગોનો મનથી પણ ત્યાગ કરવો સરળ નથી. ઘણું ઘણું દુષ્કર કામ છે... આ વયમાં વિષયવાસનાઓ પ્રબળ બનતી હોય છે... મન કામાતુર બનતું હોય છે. માટે વ્રત હમણાં નથી લેવાનું.' ‘ત્રિકાળજ્ઞાની દેવાનંદજીને મેં તારું ભવિષ્ય પણ પૂછી લીધું છે!” શું કહ્યું ભગવંતે?” રાજકુમારી ભવિષ્ય જાણવા અધીર બની ગઈ. તને તારો મનથી માનેલો પતિ, શ્વેતામ્બીનો રાજકુમાર મળશે! એનું મૃત્યુ નથી
થયું.'
રાજકુમારીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેના મુખ પર હર્ષ છવાઈ ગયો. તે મને ભેટી પડી.. બે હાથમાં મારું મુખ પકડી પૂછવા લાગી : સાચે જ તેઓ મૃત્યુ નથી પામ્યા? કુલપતિજીએ કહ્યું?' હા, તદ્દન સાચી વાત છે. રાજકુમાર જીવે છે... ને તે અલ્પ સમયમાં મળશે!”
ભગવતી. મારો શોક-સંતાપ નાશ પામ્યો.. મેં સહેલાં દુઃખો સાર્થક બન્યાં.. મારાં સુખનો સૂરજ ઊગી ગયો.....' રાજકુમારીએ હર્ષાવેશમાં હાથ પરથી બે કંગન ઉતારવાની ચેષ્ટા કરી... પણ હાથ પર કંગન હતાં જ નહીં! ગળામાંથી હાર કાઢી મને ભેટ આપવાની ચેષ્ટા કરી... પણ ગળામાં હાર હતો જ નહીં. બધા અલંકારો પેલા લૂંટારા લઈ ગયા હતા! તે શરમાઈ ગઈ..
મેં કહ્યું : “રાજકુમારી શરમા નહીં. આવું દાન આપી શકવા તું સમર્થ જ છે... ને ભવિષ્યમાં આપી શકીશ. માટે હમણાં હવે તું સંન્યાસીની બનવાની વાત ભૂલી જા.'
ભગવતી, આપ જેમ આજ્ઞા કરશો તેમ કરીશ, આપનો આ ઉપકાર આ જન્મમાં ક્યારેય નહીં ભુલાય...'
છ3૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only