________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવીએ મારા મસ્તક પર હાથ મૂકીને કહ્યું : “વત્સ, અત્યારથી જ હું તારી સાથે છું... તારી પાસે છું.. સંયમ ગ્રહણ કર્યા પછી પણ, તારી પાસે જ રહીશ... જ્યારે તું મને યાદ કરીશ ત્યારે પ્રત્યક્ષ થઈશ. એ સિવાય પરોક્ષ રહીશ.'
૦ ૦ ૦. જિનમંદિરોમાં મહોત્સવ શરૂ થયા.
સ્નેહી-સ્વજન-મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવ્યાં. આ સમગ્ર રથનપુર-ચક્રવાલ નગરને શણગારવામાં આવ્યું.
જ સ્નેહી-સ્વજનોને મહેલમાં આમંત્રીને, પ્રીતિભોજન કરાવ્યું અને સહુનો ઉચિત સત્કાર કર્યો.
જ્યારે હું અને વિલાસવતી સ્નેહી-સ્વજનોને સત્કારતા હતા ત્યારે મને બે ઉપકારી યાદ આવ્યા :
એક ભગવાન કુલપતિ, અને
બીજો શ્રેષ્ઠીપુત્ર મનોરથદત્ત. વિલાસવતીને પણ એનાં માતા-પિતા યાદ આવ્યાં. વિલાસવતીએ કહ્યું : “નાથ, આપણા દીક્ષા પ્રસંગે મારાં માતા-પિતા અહીં ના આવી શકે?
‘કેમ ના આવી શકે?' અવશ્ય આવી શકે. હું એમને લેવા વિમાન મોકલું છું. દેવી, સાથે સાથે આપણને દિવ્ય વસ્ત્ર ભેટ આપનાર, મારા મિત્ર મનોરથદત્તને પણ બોલાવવો છે અને આપણા પર અનન્ય ઉપકાર કરનાર ભગવાન કુલપતિને પણ બોલાવવા છે.” વિલાસવતીનું મન પ્રસન્ન થયું.
એ અને અનંગસુંદરી સતત દાન આપતાં હતાં. વસુભૂતિ એ બંનેને સહાય કરતો હતો.
હું મારા ખંડમાં એકલો હતો, ત્યાં સુગંધ આવવી શરૂ થઈ. દિવ્ય પ્રકાશ રેલાયો... ને મહાદેવી અજિતબલા પ્રગટ થયાં. તેમણે કહ્યું : “વત્સ, ભગવાન કુલપતિને સમાચાર મળી ગયા છે. તેઓ અહીં આવવા નીકળી ગયા છે. શ્રેષ્ઠીપુત્ર અને વિલાસવતીનાં માતા-પિતાને લાવવા માટે વિમાન રવાના થઈ ગયું છે..” આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગયાં. હું હર્ષવિભોર થઈ, તેમને વંદન કરતો રહ્યો. મહાદેવીના સતત સાન્નિધ્યના કારણે... મારી ઈચ્છા મુજબ કાર્યો થતાં જતાં હતાં. સમગ્ર રથનૂપુર નગર મહોત્સવધેલું બની ગયું હતું.
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૦
For Private And Personal Use Only