________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજેશ્વર, પૂર્વજન્મમાં ઉત્તરાવસ્થામાં, તેં અને હારપ્રભાએ સંસારનો ત્યાગ કરી, ચારિત્રધર્મ અંગીકાર કર્યો હતો. સરાગ-સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી હતી. તેના ફળરૂપે આ જન્મમાં તમને આ બધાં સુખ-વૈભવો મળ્યાં છે.”
“ભગવંત, હવે આ જન્મમાં પણ ચારિત્રધર્મનું પાલન કરવું છે. આપ કૃપાનિધિ, અહીં સ્થિરતા કરો. રાજ્યવ્યવસ્થા ગોઠવીને હું જેમ બને તેમ જલદી આપનાં ચરણોમાં આવી પહોંચીશ.'
રાજન, તમારો મનોરથ શુભ છે. શુભ કાર્યમાં વિલંબ ના કરવો.' અમે સહુ ગુરુદેવને વંદના કરી, રાજમહેલે આવ્યા.
મારી સમગ્ર વિચારધારા બદલાઈ ગઈ હતી. પૂર્વજન્મની ઘટના આંખ સામે આવી જતી હતી... વૈષયિક સુખોની આસક્તિ તૂટી ગઈ હતી.
રાજમહેલમાં આવી, ભોજનાદિથી નિવૃત્ત થઈને, અમે સહુ ભેગાં મળ્યાં. સર્વપ્રથમ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી.
હું આ સંસારથી વિરક્ત થયો છું. અને જલદીથી જલદી ચારિત્રધર્મ સ્વીકારવા ઈચ્છું છું.”
એ જ વખતે વિલાસવતીએ કહ્યું :
હે સ્વામીનાથ, હું પણ આપની સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. આપના વિના હું સંસારમાં ના રહી શકું.”
વસુભૂતિએ કહ્યું : “મિત્ર, જો સંસારનાં વૈષયિક સુખો ભોગવવામાં અને દુઃખો સહવામાં સાથે રહ્યા... તો ત્યાગમાર્ગમાં પણ સાથે જ રહીશું. હું પણ તમારી સાથે ચારિત્રધર્મ અંગીકાર કરીશ.'
અનંગસુંદરી, વિલાસવતીની બાજુમાં જ બેઠી હતી. તેણે વસુભૂતિ સામે જોઈને કહ્યું : “આપ ભોગી તો હું ભોગી, આપ ત્યાગી તો હું પણ ત્યાગી. માટે આપ સહુની સાથે હું પણ ચારિત્ર લઈશ.”
મેં વિલાસવતીને કહ્યું : “ર્તા હવે પહેલું કામ કુમારનો રાજ્યાભિષેક કરવાનું છે.' વસુભૂતિને કહ્યું : “બહાર ઊભેલા પવનગતિને કહે કે મહામંત્રીને બોલાવી લાવે.”
કુમાર અજિતબલા અને પુત્રવધૂ સોનાકુમારી ત્યાં જ હતાં. બંનેની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. વિલાસવતીએ સોનાકુમારીનાં આંસુ લૂછી નાખ્યાં. તે ૨ડી પડી. વિલાસવતીના ઉત્સંગમાં મુખ છુપાવીને, રડવા લાગી. કુમારના માથે હાથ મૂકીને, મેં એને જીવનનાં કર્તવ્યો સમજાવ્યાં. એને શાંત કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૮પ
For Private And Personal Use Only