________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમારે રાજપુરુષો સાથે શ્રાવસ્તી તરફ પ્રયાણ કરી દીધું. બીજા જ દિવસે તેઓ શ્રાવસ્તી પહોંચી ગયા. રાજપુરુષોએ મહારાજાને નિવેદન કર્યું : “એ ઉપકારી મહાપુરુષ ધનકુમાર પાછા અહીં પધાર્યા છે!'
ઘનકુમારે રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહારાજા એને ભેટી પડ્યા. હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. કુમારને પોતાની પાસે બેસાડી મહારાજાએ પૂછ્યું : “કુમાર, તને જોઈ અતિ હર્ષ થયો... પરંતુ માર્ગમાંથી કેમ પાછો ફર્યો ?'
મહારાજા, એક અણધારી ઘટના બની.... અને પાછા આવવાનું મન થયું!” કુમારે કમર ઉપરથી વસ્ત્ર ખોલ્યું. કંદોરા સાથે બાંધેલી રત્નાવલી ખોલીને મહારાજાના હાથમાં મૂકી... મહારાજાની આંખો વિસ્ફારિત થઈ ગઈ... “આ તો ‘ત્રલોક્ય સારા રત્નાવલી' છે! જેને બાજપક્ષી ઉપાડી ગયું હતું! કુમાર, તને ક્યાંથી અને કેવી રીતે આ રત્નાવલી મળી?”
ધનકુમારે માંડીને બધી વાત કરી. સમગ્ર રાજપરિવારે વાત સાંભળી... સહુ આનંદિત થયા. મહારાજાએ, એ જ સમયે રત્નાવલી કુમારના ગળામાં પહેરાવી દીધી! કુમારે કહ્યું :
મહારાજા, આ રત્નાવલી તો મહારાજકુમારીની છે.. એમને જ આપો..”
ધનકુમારની નિઃસ્પૃહતા જોઈને મહારાજા ભાવવિભોર થઈ ગયા. “આવું અદ્વિતીય આભૂષણ હું ભેટ આપું છું.... છતાં એની નિઃસ્પૃહતા કેવી છે... હું એને હવે અહીંથી મોટા સાથે સાથે વિદાય આપીશ..”
ધનકુમારે ઊભા થઈ, રાજકુમારી પાસે જઈને કહ્યું : “બહેન, તારા આ ભાઈની આ ભેટ સ્વીકાર...' રત્નાવલી રાજકુમારીના ગળામાં આરોપિત કરી દીધી.
મહારાજાએ ગદ્ગદ સ્વરે કહ્યું : “વત્સ, તને શું મારું રાજ્ય આપી દઉં? શું આપું? ખરેખર, તારા ગુણોએ મને મોહિત કરી દીધો છે... વધુ શું કહું? અમને તું ભૂલીશ નહીં.. ક્યારેક અહીં આવજે... અમને દર્શન આપજે...'
૦ ૦ ૦ ધનકુમારને થોડા વધુ દિવસ રાજમહેલમાં રાખીને તેની આગતા-સ્વાગતા કરી. મહારાજાએ મહામંત્રીને બોલાવીને આજ્ઞા કરી : “ધનકુમાર અહીંથી મોટા સાથે સાથે સુશર્મનગર જશે. માટે તૈયારી કરો.”
જ ૫૦૦ વાહનોમાં વિવિધ કરિયાણાં ભરાવ્યાં. છે. ૫૦૦ અશ્વ વગેરે પશુઓ આપ્યાં, છે. ૫00 રક્ષક સૈનિકો આપ્યાં, ક ૧૦૦ દાસ-દાસી-નોકરો આપ્યાં. રાજા અને રાણી એ મણિરત્નજડિત અનેક આભૂષણો ભેટ આપ્યાં.
468
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only