________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન ભય, કુમાર પર કલંક મૂક્યું. રાજાએ એનો વધ કરવાની આજ્ઞા કરી. પરંતુ જે રાજપુરુષને વધ કરવાની આજ્ઞા કરેલી તે વિનયંધર, રાજકુમાર સનકુમારને ઓળખતો હતો... તેનો વધ ના કરાવ્યો.. પરંતુ દૂર દેશમાં રવાના કરી દીધો. રાજાને કહી દીધું કે - “સનકુમારનો વધ કરી નાખવામાં આવ્યો છે. આ વાત વિલાસવતીએ સાંભળી. તેણે પારાવાર કલ્પાંત કરવા માંડ્યો. રાજમહેલમાં વાત પ્રગટ થઈ ગઈ હતી, તેથી વાતાવરણ ઘણું ક્ષુબ્ધ હતું. વિનયંધરે ખૂબ ગંભીરતાથી ગુપ્તતા જાળવી હતી. એણે મહારાજાને કહી દીધું હતું કે “પ્રેતવનમાં કુમાર સનસ્કુમારનો વધ કરાવી દીધો છે. અને એનો મિત્ર પરદેશ ચાલ્યો ગયો છે. આ વાતથી રાજા કરતાં પણ વધારે ખુશી રાણી અનંગવતીને થઈ હતી.
સહુથી વધારે દુઃખ વિલાસવતીને થયું. તેણે એની દાસી અથવા તો સખી અનંગસુંદરીને કહ્યું : “સુંદરી, હું પણ હવે જીવી શકીશ નહીં. હું એ જ પ્રેતવનમાં જઈ આત્મહત્યા કરીશ.'
અનંગસુંદરી રડી પડી. તેણે કહ્યું : “દેવી, મારી સ્વામિની, તમે આત્મહત્યા ના કરશો... તમારા વિના હું શું કરીશ? મારે પણ પછી તમારું જ માર્ગ લેવો પડશે... રાજકુમારી, શું તમે જાણ્યું કે કુમારનો મહારાજાએ શા માટે વધ કરાવ્યો?’
ના...” રાણી અનંગવતીનું આ પäત્ર હતું..” તું શું વાત કરે છે?'
તદ્દન સાચી વાત કરું છું. મારી માતા રાણીવાસમાં રહે છે ને? એણે એક દિવસ મહારાજા અને અનંગવતીનો વાર્તાલાપ સાંભળેલો...”
કોઈ કારણ?' ઈર્ષ્યા!' કોની?”
રાજકુમારી વિલાસવતીની!” રાણીને ખબર પડી ગયેલી કે કુમાર રાજકુમારીને મળે છે... બંને વચ્ચે પ્રેમ થયો છે... તેણે કુમારને રાણીવાસમાં બોલાવીને પ્રેમની પ્રાર્થના કરેલી! કુમારે ના પાડી... બસ, રાણીએ મહારાજાના કાન ભંભેરી નાખ્યા. કુમાર ઉપર “દુરાચારીનો આરોપ મૂક્યો... મહારાજાએ કુમારનો વધ કરવાની આજ્ઞા કરી...”
“સુંદરી, મારે આ મહેલમાં નથી રહેવું... આવી મારી માતા? અને આવા મારા પિતા?’
શ્રી સમરાદિત્ય મહાકથા
03
For Private And Personal Use Only