________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખાયો. હું ઉત્તર દિશા તરફ ચાલ્યો. લગભગ અડધો ગાઉ ચાલ્યા પછી, મેં આંબાનાં, કેળનાં અને ફણસનાં વૃક્ષો જોયાં, તે વૃક્ષની હારમાળા પાસેથી જ એક નદી વહેતી હતી. થોડે દૂર રહેલા પર્વત પરથી એ નદી વહી આવતી હતી. નદીનું શીતળનિર્મળ પાણી-પીને મેં આમ્રવક્ષની છાયામાં વિશ્રામ કર્યો. ત્યાર બાદ આમ્રફળ, ફણસ અને કેળાનાં ફળ તોડીને, પેટ ભરીને સુધા શાંત કરી.
મને આ જગ્યા ખૂબ ગમી ગઈ. વૃક્ષો પર પક્ષીઓનો કલરવ થતો હતો. નદીનાં શાંત-શીતળ પાણી વહેતાં જતાં હતાં.. વૃક્ષોની ઘટામાં મોર અને ઢેલનાં યુગલ, સારસ અને સારસીનાં યુગલ નિર્ભય બનીને ક્રીડા કરતાં હતાં. નાનાં નાનાં હરણો નાચતાં-કૂદતાં સ્વચ્છંદપણે વિચારી રહ્યાં હતાં, અહીં આ પશુપક્ષીઓને કોઈનું બંધન ન હતું. નિબંધન હતાં એ! નહોતી કરવી પડતી કોઈ યાચના કે નહોતી કરવી પડતી કોઈ દીનતા! પોતપોતાની પ્રિયાઓ સાથે... આ નિરાપદ ઉપવનમાં તેઓ યથેચ્છ વિહરી રહ્યાં હતાં. મને એ પશુ-પક્ષીઓની ઇર્ષ્યા થઈ આવી.
સૂર્યાસ્ત થઈ ગયો. ઉપવનની શોભા ઘણી વધી ગઈ. પવન શીતલ થઈ ગયો. મેં નદીના કિનારા પર, આમ્રવૃક્ષની છાયામાં એક સ્વચ્છ પથ્થરશિલા ઉપર ભીનાં ભીનાં પણ પાથરીને મજાની પથારી બનાવી દીધી. રાત્રિ ત્યાં જ પસાર કરવાનો નિર્ણય કર્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત સમુદ્રમાં વિતાવી હતી. એક ક્ષણ પણ ઊંઘ આવે જ ક્યાંથી? એટલે રાત્રિના પ્રારંભમાં જ ઊંઘી જવાનો નિર્ણય કર્યો. પર્ણોની નિગ્ધ પથારીમાં બેસીને મેં દેવગુરુનું માનસિક પૂજન કર્યું અને સૂઈ ગયો. બે-પાંચ ક્ષણમાં હું ગાઢ નિદ્રામાં સરી પડ્યો.
જ્યારે મારી આંખો ખૂલી ત્યારે પૂર્વાકાશ લાલ લાલ થયેલું હતું. વૃક્ષોની ઘટામાં પક્ષીઓનો કોલાહલ થઈ રહ્યો હતો. પુષ્પોની સુગંધ લઈને શીતલ પવન વહી રહ્યો હતો. મેં સર્વપ્રથમ દેવગુરુને પ્રણામ કર્યા. પછી પથ્થરશિલા પરથી નીચે ઊતરી નદીના કિનારે જઈ યથેચ્છપણે સ્નાન કર્યું. શરીરશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરી હું નદીની સુંવાળી રેતવાળા કિનારા પર આગળ ચાલ્યો.. થોડે દૂર ગયા પછી મેં રેતીમાં મનુષ્યના પગલાં જોયાં! પગલાંની લાંબી પંક્તિ જોઈ. મેં પગલાંની રેખાઓ ધ્યાનપૂર્વક જોઈ. “આ પગલાં કોઈ સ્ત્રીનાં છે! કોમલાંગી સ્ત્રીનાં છે!' મેં નિર્ણય કર્યો. આ સ્ત્રી હમણાં જ પ્રભાત વેળાએ અહીંથી પસાર થયેલી છે!” એ પણ અનુમાન કર્યું.
હું એ પગલે પગલે ચાલવા માંડ્યો. નદીનો પટ વટાવીને મેં ઉપવનમાં પ્રવેશ કર્યો. એ પગલાં ઉપવનમાં આગળ વધતાં હતાં. હું આગળ વધ્યો... ત્યાં દૂર એક તાપસકન્યાને ઊભેલી જોઈ! હું જોતો જ રહી ગયોતેણીએ શરીર પર પતલી વૃક્ષછાલનાં વસ્ત્ર પહેર્યા હતાં. તપેલા સોના જેવી કાન્તિવાળું તેનું શરીર હતું. તેના પગના પંજાઓ લાલ રંગથી રંગાયેલા હતા. તેની કમર પતલી હતી, જંઘા પુષ્ટ,
૭૨૪
ભાગ-૨ ( ભવ પાંચમો
For Private And Personal Use Only