________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફણસનાં ફળ તોડી લાવી. નદીમાંથી પાણી ભરી લાવી. એ કન્યા પાસે બેસીને મેં એને ફળ ખવરાવ્યાં અને પાણી આપ્યું પછી મેં એને પૂછ્યું :
બેટી, તારે અહીં વિશ્રામ કરવો છે કે આશ્રમમાં જઈને વિશ્રામ કરવો છે?’ ‘જેવી ભગવતીની ઇચ્છા અને આજ્ઞા!' એના મધુર અને શિષ્ટ શબ્દો સાંભળીને મેં અનુમાન કર્યું કે આ કન્યા કોઈ ઊંચા ખાનદાનની છે. ‘પરંતુ મેં એને એક પણ પ્રશ્ન ના પૂછ્યો. એનાં ભીનાં થઈ ગયેલાં વસ્ત્રોને સુકાવાં દીધાં. તડકાથી અને પવનથી વસ્ત્રો જલદી સુકાઈ ગયાં.
અમે ધીરે ધીરે આશ્રમ તરફ ચાલ્યાં. આશ્રમમાં પ્રવેશીને અમે સીધાં કુલપતિ દેવાનંદજી પાસે ગયાં. કુલપતિને પ્રણામ કરીને, મેં કન્યા કેવી રીતે મળી આવી, તેનો વૃત્તાંત કહ્યો. કુલપતિએ કન્યાને આશીર્વાદ આપ્યા અને મને કહ્યું : “આ કન્યારત્નને તું તારી પાસે રાખજે.”
‘તારા પિતા કોણ છે?'
મૌન...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુલપતિની આજ્ઞા સ્વીકારીને, અમે બંને મારી કુટિરમાં આવ્યા. મેં કન્યાને વિશ્રામ કરવાનું કહી, મારાં પૂજા-પાઠ વગેરે આવશ્યક કાર્યો પતાવ્યાં.
હું કન્યા પાસે જઈને બેઠી. તે પણ જાગતી જ હતી! મેં એને પૂછ્યું :
‘બેટી, તારું વતન કયું છે?’
‘તાપ્રલિપ્તી...’
‘તારે ક્યાં જવાનું છે?'
મૌન...
‘તારું નામ?’
મૌન...!
તેણે મોટો નિસાસો નાખ્યો. શરમથી એણે પોતાનું મુખ નીચું કરી લીધું. મેં એના માથે હાય મૂક્યો... કે એ મારા ખોળામાં મસ્તક મૂકી રડી પડી. મેં એને ધીરે ધીરે શાંત કરી, અને કોઈ પ્રશ્ન ના પૂછ્યો. ઉત્તર આપવા કોઈ જ આગ્રહ ના કર્યો. મેં વિચાર્યું : ‘કુલપતિને જ બધો વૃત્તાંત પૂછી લઈશ. તેઓ જ્ઞાનબળથી મનુષ્યનાં ભૂતકાળને અને ભવિષ્યકાળને બતાવી શકે છે! કન્યાને પોતાનો પરિચય આપતાં ઘણો સંકોચ થાય છે. મારે એને કંઈ પૂછવું નથી...'
એ કન્યા મારા ખોળામાં જ ઊંઘી ગઈ. મને વિચાર આવ્યો. ‘કર્મોની કેવી વિચિત્રતાઓ હોય છે! હું નંદનવનમાં કુલપતિને મળી આવી, મને આ કન્યા સમુદ્રકિનારે મળી આવી! જેમ હું રાજકુમારી હતી, તેમ આ પણ મને રાજકુમારી જ લાગે છે! જેવી રીતે... અચાનક જ મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું... અને મારી આકાશગામિની
૪૩૨
ભાગ-૨ ૪ ભવ પાંચમો
For Private And Personal Use Only