________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર્ય-બીજમાં ગર્ભરૂપે ઉત્પન્ન થઈ ગયા!
રાજા કે રાણી કેવી રીતે જાણે કે જે બે જીવોનો તમે શિકાર કર્યો... તે જ બે જીવો તમારા પુત્ર બન્યા છે!
ધનકુમારે પૂછ્યું: “હે ભગવંત, વો એક પ્રશ્ન પૂછી લઉં..? આપને મનુષ્યયોનિમાં જન્મ મળવાનું મુખ્ય કારણ કર્યું હતું?”
કુમાર, ફકડાના ભવમાં... અમને જાતિસ્મરણ જ્ઞાન થયું. અમે વ્રત ધારણ કર્યા... નવકારમંત્ર મળ્યો... તીર્થંકર પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા થઈ. તેથી મૃત્યુ સમયે અમે ધર્મધ્યાનમાં રહ્યા. અમને આર્તધ્યાન ન રહ્યું.'
ભગવંત, મૃત્યુ સમયે રાગ-દ્વેષ-મોહ આદિ રહે તો જીવ દુર્ગતિમાં જાય?'
હા કુમાર, જો અતિ તીવ્ર રાગ-દ્વેષ-મોહ આદિ રહે તો જીવ નરકમાં જાય, સામાન્ય કોટિના રાગ-દ્વેષ-મોહ આદિ રહે તો જીવ તિર્યંચ ગતિમાં જાય.... પરંતુ જીવના જેવાં ભારે-હળવાં કર્મો હોય છે, તે મુજબ એના ભાવો રહે છે.”
કુમાર, રાણીના પેટમાં અમે ગર્ભરૂપે હતા ત્યારે રાણીને અમારા પ્રભાવથી અભયદાન આપવાની ઇચ્છા જાગી. રાજાએ રાણીની ઇચછા પૂર્ણ કરવા, ઘણા જીવોને અભયદાન આપ્યું.
હું પુત્રરૂપે જન્મ્યો. મારું નામ “અભયરૂચિ પાડવામાં આવ્યું. માતા પુત્રીરૂપે જન્મી. તેનું નામ “અભયમતિ' પાડવામાં આવ્યું.
કરી -
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only