________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરદેવ મહામુત્સદ્દી અને પૂર્ણ વફાદાર વિશ્વસનીય પુરુષ હતા. વિજયકુમાર ઉપર એમની ચાંપતી નજર રહેતી હતી. મહામંત્રીને લાગતું હતું કે જયકુમારની સરળતાનો વિજયકુમાર ગેરલાભ ઉઠાવશે. જયકુમારના પ્રગાઢ વાત્સલ્યભાવનું વિજયને જરાયે મૂલ્ય ન હતું. મહારાણીનાં વધારે પડતાં લાડ-પ્યારનું પરિણામ સારું નથી આવવાનું... તેમણે અવસરે અવસરે જયકુમારનું ધ્યાન ખેચ્યું હતું. મહારાણીને પણ કહી શકાય એટલું કહ્યું હતું, છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. એટલે તેઓ અને મહારાજા વિજયકુમાર પર પૂરતું ધ્યાન આપતા હતા.
જયકુમાર અને પરથી નીચે ઊતરી ગયો.
મહામુનિની પાસે જઈને વિનયથી વંદના કરી અને આચાર્યદેવની અનુમતિ લઈ, તેમની પાસે બેઠો. આચાર્યદેવે તેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.
જયકુમારે બે હાથ જોડી કહ્યું : “હે પૂજ્ય, એ તો હું પણ માનું છું કે આ સંસાર અસાર છે, દરેક સમજદાર પુરુષને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય જ, છતાં બાહ્ય નિમિત્ત વિના અંતરંગ વૈરાગ્ય ઊછળતો નથી. કોઈ વિશિષ્ટ નિમિત્ત હોવું જોઈએ વૈિરાગ્ય જાગ્રત થવામાં. ભગવંત, આપના જીવનમાં એવું કોઈ બાહ્ય કારણ ઉપસ્થિત થયું હશે ને? એ કારણ મને કહેવા આપ કૃપા કરશો?'
કુમારની મધુર, ગંભીર અને વિવેકપૂર્ણ વાણી સાંભળી આચાર્યદેવ પ્રભાવિત થયા. ‘કુમારના પ્રશ્નનો જવાબ આપું. સુયોગ્ય દેખાય છે. એની વાણી અને એની આકૃતિ... મારા ચિત્તને આકર્ષે છે.”
આચાર્યદેવે કહ્યું : “કુમાર, તું મારા વૈરાગ્યનું વિશિષ્ટ કારણ પૂછે છે, તો હું કારણ બતાવીશ... પરંતુ વાર્તા લાંબી છે! તારી પાસે સમયનો અવકાશ છે ને? અને તું સ્થિરતાપૂર્વક એટલો સમય સાંભળી શકીશ ને?'
ભગવંત, આપ તો સાંભળવા માટે બેસવાનું કહો છો, કદાચ... કંઈ પણ સાંભળ્યા વિના..... કંઈ પણ કર્યા વિના... આપની પાસે આઠ પ્રહર બેસી રહેવાનું હોય... તો બેસી રહું! એવું અદ્ભુત આપનું આકર્ષણ છે... લોહચુંબક જેવું આપનું વ્યક્તિત્વ છે. આપ કહો! હું તન્મય બનીને સાંભળીશ.”
ચન્દ્રોદય ઉદ્યાનમાં તિલક, અશોક અને સિદ્વાર વૃક્ષો ઉપર મંજરીઓ ખીલી હતી. બટમોગરાનાં સુગંધી પુષ્પોની સુવાસ ફેલાતી હતી. કદંબ-પુષ્પની સુગંધથી ભ્રમર ગુંજારવ કરી રહ્યા હતા. પ્રિયંગુમંજરીનાં પુષ્પોથી ઉદ્યાનની શોભા અવર્ણનીય બની હતી.
આચાર્યદેવ ચાર અશોકવૃક્ષની વચ્ચે સ્વચ્છ ભૂમિભાગ પર બેઠા હતા. એ ભૂમિભાગ કંઈક ઊંચો હતો અને ગોબરથી લીંપેલો હતો. બાજુમાં જ માટી, પથ્થર અને ઘાસની બનેલી કુટિર હતી. આવી અનેક કુટિર ઉદ્યાનમાં ઠેર ઠેર બનેલી હતી, સાધુસંન્યાસી અને યોગી પુરુષો આ કુટિરોમાં નિવાસ કરતા હતા, વિશ્રામ કરતા હતા. શ્રી સમરાદિત્ય મહાકથા
ઉ૮૧
For Private And Personal Use Only