________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાગત કરી પૂછ્યું :
“મહાનુભાવ, તમે રાજપુરુષ દેખાઓ છો, કહો, ક્યાંથી અને કયા પ્રયોજનથી અહીં આવવાનું થયું છે?
શ્રેષ્ઠીવર્ય, હું કૌશામ્બીથી આવું છું. કૌશામ્બીનરેશનો હું ખાસ અંગત દૂત છું. તેમનો સંદેશો લઈને આવ્યો છું.” એમ કહીને દૂતે મહારાજાનો પત્ર શ્રેષ્ઠીના હાથમાં આપ્યો,
શ્રેષ્ઠીશ્રી પૂર્ણભદ્ર,
હું કૌશામ્બીનરેશ તમારી કુશળતા ચાહું છું. આ પત્ર લઈને દૂતને મોકલવાનું પ્રયોજન એ છે કે અહીં એક મુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. સળગાવવાનો આરોપ એક સ્ત્રી ઉપર આવ્યો છે. સ્ત્રીની આકૃતિ સૌમ્ય અને સુંદર છે. મેં એને પૂછયું : “તું કોની પુત્રી છે? તારું નામ શું છે?' તો એણે કહ્યું : “હું સુશમનગરના શ્રેષ્ઠ પૂર્ણભદ્રની પુત્રી છું. મારું નામ ધનશ્રી છે...”
હે શ્રેષ્ઠીવર્ય, શું આપને ધનશ્રી નામની પુત્રી છે? અમારે એટલું જ જાણવું છે.”
પત્ર વાંચતાં વાંચતાં પૂર્ણભદ્ર શ્રેષ્ઠીનાં આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે પત્રનો ઉત્તર લખવા માંડ્યો : . પ્રજાવત્સલ ન્યાયનિષ્ઠ શ્રી કૌશામ્બીનરેશ, હું આપનો સેવક પૂર્ણભદ્ર આપને પ્રણામ કરું છું.
મારે ધનશ્રી નામની પુત્રી હતી. મેં એને અમારા નગરશ્રેષ્ઠીના પુત્ર ધનકુમાર સાથે પરણાવી હતી. તે એના પતિ સાથે પરદેશ ગઈ હતી. માર્ગમાં એણે એના પતિને સમુદ્રમાં ધક્કો મારી દીધેલો... પરંતુ ભાગ્યયોગે ધનકુમાર જીવી ગયા. તેઓ ઘેર આવ્યા. બધો વૃત્તાંત તેમના મુખે સાંભળ્યો. મને મારી એ પુત્રી પર તિરસ્કાર છૂટ્યો. એ પાપિણી, એના પતિના
સેવકની સાથે ક્યાં ચાલી ગઈ, તેની ખબર પડી ન હતી. ધનકુમારે એમનાં માતા-પિતા સાથે દીક્ષા લઈ લીધી... જીવનને ધન્ય બનાવ્યું... શું એ મારી દુષ્ટા પુત્રીએ, ધનમુનિને તો જીવતા નથી સળગાવી દીધા? એના માટે કંઈ અશક્ય નથી. મારા કુળને કલંકિત કરનારી એ સ્ત્રીને આપને જે ઉચિત લાગે તે સજા કરી શકશો.”
પત્ર દૂતને આપ્યો. દૂતને ભોજનાદિ કરાવીને વિદાય આપી. શ્રેષ્ઠી પૂર્ણભદ્ર રડી પડ્યા. વૃત્તાંત જાણીને સમગ્ર પરિવારે રુદન કર્યું.
0 0 0 દૂતે કૌશામ્બી આવીને, મહારાજાને પત્ર આપ્યો. પત્ર વાંચીને મહારાજાએ નિર્ણય કરી લીધી- “ધનશ્રીએ જ મુનિને જીવતા સળગાવી દીધા છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
g
For Private And Personal Use Only