________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાણી નયનાવલીના વાસગૃહની સંપદા, સંપન્નતા, વિભૂતિ અને સજાવટ જોઈને ભલભલા સમ્રાટોને પણ ઈર્ષ્યા થાય, તેવું એ વાસગૃહ હતું. સમગ્ર વાસગૃહ શ્વેત સંગેમરમરનું બનેલું હતું. એની ભીંતો ઉપર ભિન્ન-ભિન્ન વર્ણના મણિ જડવામાં આવ્યા હતાં. છતમાં સોનાની કોતરણી કરવામાં આવી હતી. થાંભલાઓ ઉપર રત્નો જડવામાં આવ્યાં હતાં. રત્નોના ભિન્નભિન્ન આકૃતિના દીપકો ગોઠવવામાં આવ્યા હતા. સોનાના પલંગ ઉપર લાલ પરવાળાં જડવામાં આવ્યાં હતાં. પલંગની બંને બાજુ શુદ્ધ સુવર્ણના કલાત્મક ભાજનો ગોઠવાયેલાં હતાં. પલંગની ચારે બાજુ જૂઈ, ચંપા, માલતી અને શતદલની માળાઓ મોહક રીતે ટીંગાડવામાં આવી હતી. સોનાના સુશોભિત ધૂપધાણામાં સુગંધી ધૂપની સેરો ઊંચી જઈને પછી સમગ્ર વાસગૃહમાં ફેલાઈ જતી હતી. વાસગૃહની વાતાયનોમાં સ્વર્ણ-રજતનાં પિંજરો લટકતાં હતાં, તેમાં કલહંસ, કોયલ, મેના-પોપટનાં યુગલ.. રહેલાં હતાં.
આ વાસગૃહ મારી અને નયનાવલીની ક્રીડા-સ્થલી હતી. વર્ષોથી અમે અહીં ભોગવિલાસ કરતાં રહ્યાં હતાં... અમને અમારું આ વાસગૃહ ખૂબ ગમતું હતું.
હું વાસગૃહમાં ગયો. નયનાવલીએ મારું સ્નેહથી સ્વાગત કર્યું. એની સખીઓ દાસીઓ... વગેરે, મારા ગયા પછી બહાર નીકળી ગઈ. વાસગૃહમાં અમે બે જ રહ્યાં... પરંતુ આજે મારું મન વિષયાસક્ત ન હતું... વિરક્ત હતું. આજે ભોગસંભોગની ઇચ્છા ન હતી, યોગમાર્ગની તમન્ના હતી. નયનાવલી જાણતી હતી.... અમે એકાદ ઘટિ કા ધર્મચર્ચા કરતાં રહ્યાં, ત્યાં નયનાવલીની આંખો ઘેરાવા લાગી, અને તે તરત જ નિદ્રાધીન થઈ ગઈ. મારી તો ઊંઘ જ ઊડી ગઈ હતી. છતાં હું પલંગમાં ચત્તો પડ્યો-પડ્યો વિચારવા લાગ્યો : બધું જ છોડવું સહેલું છે મારા માટે આ નયનાવલીનો સંગ છોડવો મુશ્કેલ છે. જ્યારે જ્યારે હું એના દેહને જોઉં છું... મારું ચિત્ત વાસનાથી ઘેરાઈ જાય છે... એના પ્રત્યેનો મોહ પ્રદીપ્ત થઈ જાય છે... આ મારા માર્ગમાં મોટું વિન્દ્ર છે. એના મોહપાશમાંથી મનને મુક્ત કરવું ખરેખર, દુષ્કર કામ છે...”
વાસગૃહના દીપકો મંદમંદ પ્રકાશ પાથરતા હતા. નીરવ શાન્તિ હતી. મારી આંખો બંધ હતી.. રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો... રાજમહેલના દ્વારે પ્રથમ પ્રહરની આલબેલ પોકારાઈ ગઈ હતી. ત્યાં મારી પાસે સૂતેલી નયનાવલી જાગી.... તે બેઠી થઈ. તેણે મારા મુખ સામે જોયું. મેં મારી આંખો બંધ જ રાખી હતી. અનુમાનથી અને અધખુલ્લી આંખોથી હું જોઈ રહ્યો હતો. તે પલંગ પરથી ધીરેથી
શ્રી સમરાદિત્ય મહાકથા
603
For Private And Personal Use Only