________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર, તેં મારા પ્રત્યે ખૂબ ભક્તિ પ્રદર્શિત કરી... શું તારા મૃત્યુ પછી હું જીવતી રહેવાની, એમ માનીને આ સાહસ કરવા તૈયાર થયો? તું જાણે છે મારો તારા પર કેવો અગાધ સ્નેહ છે... તારે સમજવું જોઈએ, તલવાર ઉપાડતાં પહેલાં, કે મારા મરી ગયા પછી મારી માતાનું શું થશે? વિચાર કર, તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? તારા પિતાએ શ્રેયમાર્ગ ગ્રહણ કર્યો... તું પણ એ જ માર્ગે જવાનો... આવતી કાલે જ રાજકુમારનો રાજ્યાભિષેક કરી, તારે મસ્તકે મુંડન કરાવી સાધુવેષ ધારણ કરી લેવાનો છે. એ પહેલાં આજે આ બલિદાન...”
છેલ્લાં વાક્યો સાંભળતી નયનાવલી મંત્રણાખંડમાં દાખલ થઈ. રાજમાતા યશોધરાએ આવકાર આપ્યો. એ જ વખતે કૂકડાનો અવાજ કાને પડ્યો. રાજમાતાએ કહ્યું : પુત્ર, તેં કૂકડાનો અવાજ સાંભળ્યો ને? એવો આચાર છે કે આવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે પક્ષીઓના અવાજ સૂચક બનતા હોય છે. જેનો અવાજ સંભળાય તેના અથવા તેની આકૃતિનો વધ કરવાથી ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. માટે હું તને કહું છું કે તું આ કૂકડાનો વધ કરી, કૂળદેવતાની પૂજા કર. જેથી દુઃસ્વપ્નનો નાશ થાય.”
મેં સ્પષ્ટ શબ્દોમાં માતાને કહ્યું : “માતા, તું કહે તો હું મારું પોતાનું બલિદાન આપી શકું છું, બીજા કોઈ જીવનું નહીં...'
માતાએ કહ્યું : “ભલે, તું એમ કહે છે તો એમ. કૂકડાને મારવાની વાત છોડી દઉં છું, પરંતુ લોટની કણકથી બનાવેલી કૂકડાની મૂર્તિનો તો વધ કરીશ ને? બસ, મારું આટલું વચન તારે માનવું પડશે...' માતાએ મારા હાથમાંથી તલવાર લઈ લીધી. અને ફરી એ મારા પગમાં પડી ગઈ. હું બે ડગલાં પાછળ હટી ગયો. માતાને મેં ઊભી કરી, નયનવલીએ માતાના હાથમાંથી તલવાર લઈને મ્યાન કરી. મેં માતાને કહ્યું : ‘ભલે માતાજી, આપ જેમ રાજી થાઓ, તેમ કરીશ. બસ?”
છેવટે મારી દાક્ષિણ્યતા જ મને નડી. માતા પ્રત્યે અતિ સ્નેહ હતો. એ સ્નેહમાંથી દાક્ષિણ્યતા જન્મી. બે-બે વાર માતા, મને સ્વપ્નના માઠા ફળથી બચાવવા... માત્ર મારા હિતની ભાવનાથી મારા પગમાં પડી હતી. અને એણે જીવહિંસા ના કરવી પડે, એવો મધ્યમ રસ્તો શોધી કાઢ્યો હતો. એટલે હા પાડી દીધી. જોકે કૂકડાની લોટની મૂર્તિનો વધ એટલે એક પ્રકારની હિંસા જ હતી એ. એ હિંસા પણ ન જ કરવી જોઈએ. કૂકડાની કલ્પનાથી કરેલી કૂકડાની મૂર્તિની હિંસા નિકાચિત પાપકર્મ જ બંધાવે! પરંતુ એ પ્રસંગે મારું જ્ઞાન... મારી સમજણ મને જ કામ ના લાગી.
માતાએ કહ્યું: “હું લોટનો કૂકડો બનાવવા હમણાં જ લેપશિલ્પના જ્ઞાતા કારીગરને બોલાવી આશા કરું છું. આજે જ આ કામ પતાવી દેવાનું છે.' માતા ચાલી ગઈ. ખંડમાં હું અને નયનાવલી બે જ રહ્યાં. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only