________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમાર સ્તબ્ધ થઈ ગયો.
‘શું થયું ચંડાળને? કેમ એણે મને મારવા માટે ઉગામેલી તલવાર ફેંકી દીધી? શાથી એ ધરતી પર ઢળી પડ્યો?' એણે ચંડાળને કહ્યું :
‘મહાનુભાવ, તું તારા હૃદયને કઠોર કર, આમ ગભરાઈ ના જા, મને પીડા થાય છે. રાજાની આજ્ઞા મુજબ તું કાર્ય કર. તું તો માત્ર રાજાનો સેવક છે...’
ધીરે ધીરે ચંડાળ ધરતી ઉપરથી ઊભો થયો... આંસુભરી આંખે તેણે કહ્યું : ‘ આર્ય, તમારું કંઈ પ્રિય કર્યા વિના તમારા ઉપર પ્રહાર કરવા હું શક્તિમાન નથી, કહો, તમને જે અતિ પ્રિય હોય તે કહો. આજ્ઞા કરો મને...'
કુમાર વિચારમાં પડી ગયો.
મહારાજા વિચારધવલ, ધનકુમારના વધના સમાચાર જાણવા રાજસભામાં બેઠા હતા. રત્નાવલીની ચર્ચા કરતા હતા, ત્યાં ઉઘાનનો માળી દોડતો રાજસભામાં પ્રવેશ્યો... મહારાજા પાસે આવીને, અત્યંત ભયભીત સ્વરે બોલ્યો : ‘મહારાજા ઘોર, અનર્થ થઈ ગયો... યુવરાજ સુમંગલ ઉદ્યાનમાં ફરતા હતા, ત્યાં તેમને એક ભયંકર ઝેરી નાગ કરડ્યો છે... તેઓ બેભાન બનીને જમીન પર પડ્યા છે...'
મહારાજા વ્યાકુળ બની ગયા... તેઓ મંત્રીઓની સાથે ઉદ્યાનમાં દોડી ગયા. યુવરાજને જમીન પર ચત્તોપાટ પડેલો જોયો. તેની ચારે બાજુ સૈનિકો ઊભા રહી ગયા હતા. મહારાજા કુમારની પાસે બેસી ગયા. મંત્રીઓ નગરના પ્રસિદ્ધ માંત્રિકોને લઈને આવી ગયા. કુશળ વૈદ્યોને બોલાવી લાવ્યા. માંત્રિકોએ મંત્રોપયોગ કરવા માંડ્યા. વૈદ્યોએ ઔષધોપચાર કરવા માંડ્યા, પરંતુ ના મંત્રપયોગ સફળ થયા, ના ઔષધોપચાર સફળ થયા. માંત્રિકો-વૈદ્યો નિરાશ થઈ ગયા. તેમણે કહ્યું : ‘મહારાજા, કુમારની ચેતના હણાઈ ગઈ છે.'
મહારાજા ઘોર નિરાશામાં ડૂબી ગયા. છતાં તેમણે વિચાર્યું : હું નગ૨માં ધોષણા કરાવું... 'આજે ઉદ્યાનમાં યુવરાજ સુમંગલને નાગે ડંખ દીધો છે. જે કોઈ એને જિવાડશે, તે જે માગશે, તે મહારાજા આપશે.' મહામંત્રીને કહીને નગ૨માં સર્વત્ર ઘોષણા કરાવવાની આજ્ઞા કરી. નગરમાં ઢોલ વાગવા માંડ્યું. ઘોષણા ચાલુ થઈ ગઈ.
જે જે લોકો ઘોષણા સાંભળે છે તે ઉદ્યાન તરફ દોડે છે, પરંતુ કોઈ ધોષણાનો શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૫૧