________________
૪૦૦
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૩ अव्यवच्छित्तिनिमित्तं-प्रवचनाविच्छेदहेतोः, तेऽपि च-द्वितीयादयोऽपि, चानुज्ञाता:-समये उपसंपद्योग्यतया भणिताः । तदुक्तमावश्यकवृत्तौ - “पुनः शब्दस्य विशेषणार्थत्वात् द्वितीयपदेनाऽव्यवच्छित्तिनिमित्तमन्येऽपि द्रष्टव्या" इति, पञ्चाशकवृत्तावप्युक्तं “शेषास्तु यदि परमपवाद” इति ।।७३ ।। ટીકાર્ય :
પઢમો ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે.
અહીં-આ ભાંગાઓની મધ્યે, પ્રથમ ભાંગી=સંદિષ્ટ સંદિષ્ટની પાસે (ઉપસંપદા ગ્રહણ કરે) એ પ્રમાણે પ્રથમ ભાંગો, શુદ્ધ છે=સર્વથા હિતાવહ છે; કેમ કે ગુરુની આજ્ઞાનું સમ્યફ પાલન છે, અને સ્વકાર્યનો-ઉપસંપદા સ્વીકારીને પોતાને જે જ્ઞાન-દર્શનાદિની સમ્યફ આરાધના કરવી છે તે રૂપ સ્વકાર્યનો, નિર્વાહ થાય છે; અને એ રીતે=પ્રથમ ભાંગો શુદ્ધ છે એ રીતે, બાકીના ત્રણ અશુદ્ધ છે; એ પ્રમાણે સામર્થથી=અર્થથી, જણાય છે; કેમ કે ગુરુની આજ્ઞાનું દેશથી કે સર્વથી અપાલન છે.
આ વાતના સમર્થનમાં આવશ્યકતિર્થંક્તિ ગાથા-૭૦૦નો સાક્ષીપાઠ‘તવિમુ કહી જણાવે છે -
તે=જે અમે પૂર્વમાં કહ્યું કે પ્રથમ ભાંગો શુદ્ધ છે અને બાકીના ત્રણ અશુદ્ધ છે તે, આ= પૂર્વનાં કથનથી ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, નિર્યુક્તિકાર વડે કહેવાયું છે –
આવશ્યકનિર્યુક્તિ ગાથા-૭૦૦ના ઉદ્ધરણનો અર્થ આ પ્રમાણે છે –
‘સંદિષ્ટ સંદિષ્ટની પાસે જ ઉપસંપદા સ્વીકારે' એ પ્રમાણે આદિમાં છે જેને એવા ચાર ભાંગાઓ પ્રાપ્ત થાય છે. અહીં-ચાર ભાંગાઓમાં, વળી પ્રથમ ભાંગો શુદ્ધ થાય છે.'
ઉદ્ધરણમાં પુનઃ શબ્દનો અર્થ આવશ્યકવૃત્તિમાં જે કરેલ છે, તે ગ્રંથકાર સ્વયં નીચે આવશ્યકવૃત્તિનો તે પાઠ લઈને કહેશે.
ત્તિ” શબ્દ આવશ્યકતિક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
ચૂર્ણિકાર વડે પણ આ=પ્રથમ ભાંગો શુદ્ધ છે અને બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે એ, વિવરણ કરાયું છે.
ચણિકારના ઉદ્ધરણરૂપે આપેલ સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે –
“અહીં=ઉપસંપદાનાં સંદિષ્ટ અને અસંદિગ્દના યોજનથી થતા ચાર ભાંગામાં, સંદિષ્ટ જો સંદિષ્ટની પાસે ઉપસંપદ્ સ્વીકારે તો શુદ્ધ, શેષ ત્રણ હોતે છતે અસામાચારી વર્તે છે.”
ત્તિ’ શબ્દ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અને આaઉપર જે કહ્યું કે સંદિષ્ટ સંદિષ્ટ પાસે ઉપસંપદા ગ્રહણ કરે તે શુદ્ધ ભાંગો છે અને બાકીના અશુદ્ધ છે એ, ઉત્સર્ગ માર્ગને આશ્રયીને કહ્યું છે.
વળી અપવાદથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org