Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 251
________________ ૫૧૨ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૦૦ રાથોસા=રાગદ્વેષ નહું=શી વિનિમ્નતિ-વિલીન થાય ત૮ તદ તે તે રીતે પથમિā=પ્રયત્ન કરવો જોઈએ. ક્ષા નિવાઆ જિનેશ્વરોની આજ્ઞા છે. ૧૦૦ગા. ગાથાર્થ: વધારે કહેવાથી શું? સામાચારી પાલનની ક્રિયામાં જે જે રીતે રાગ-દ્વેષ શીઘ વિલીન થાય તે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. આ જિનેશ્વરોની આજ્ઞા છે. ll૧૦૦|| ટીકા - किं बहुण त्ति । बहुना-भूयोभाषितेन, किम्? तद्धि मिथो धर्मकथायामेवोपयुज्यते, न तु स्वल्पसारज्ञानमूलप्रवृत्तय इति तत्र तदुद्वेजकतया नात्यन्तोपयुक्तम, उपदेशकर्मालङ्कर्मीणानां च स्वल्पसारोपदेश उपनिषद्भूतः 'मितं च सारं च वचो हि वाग्मिता' इति वचनात् । નોંધ:- “વાગ્મિતા' એ શબ્દ ‘વામિન' શબ્દને ભાવમાં ‘તા' પ્રત્યય લાગવાથી બનેલ છે. ‘વનિ' નો અર્થ વાણીનાં કુશળ એવો થાય છે. તેથી વાગ્મિતા=વાણીમાં કુશળપણું, એ અર્થ પ્રાપ્ત થાય છે. ટીકાર્ય : જિં વહુ ત્તિ’ એ ગાથાનું પ્રતિક છે. વિક્ર વહુના=ઘણું કહેવા વડે શું? તે=વધારે કહેવું તે, ખરેખર પરસ્પર ધર્મકથામાં ઉપયોગી છે, પરંતુ સ્વલ્પસારજ્ઞાનમૂલ પ્રવૃત્તિ માટે ઉપયોગી) નથી. એથી કરીને ત્યાં=સ્વલ્પસારજ્ઞાનમૂલ પ્રવૃત્તિમાં, તેનું વધારે કથનનું, ઉઢેજકપણું હોવાના કારણે અત્યંત ઉપયુક્ત નથી, અને ઉપદેશકર્મ અલંકર્મીઓનો= ઉપદેશકર્મમાં દક્ષ વ્યક્તિઓનો, સ્વલ્પસાર ઉપદેશ ઉપનિષદભૂત છે; કેમ કે “મિત અને સારવચન જ વાગ્મિતા છે"=વાણીનું કુશળપણું છે. એ પ્રકારનું વચન છે. ભાવાર્થ મૂળ ગાથામાં કહ્યું કે, “વધારે કહેવાથી શું?” તેનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરે છે – પ્રસ્તુત સ્થાનમાં વધારે કહેવાની આવશ્યકતા નથી; કેમ કે પરસ્પરની ધર્મકથામાં જ ઘણું કહેવું આવશ્યક છે, પરંતુ સ્વલ્પસારભૂત જ્ઞાનમૂલક પ્રવૃત્તિ માટે ઘણું કહેવું આવશ્યક નથી. આશય એ છે કે, પરસ્પર ધર્મકથા ચાલતી હોય ત્યારે તત્ત્વના નિર્ણય માટે દરેક સ્થાનનો વિશદરૂપે બોધ કરવા માટે ઘણું કહેવું આવશ્યક હોય છે, પરંતુ સારભૂત નિર્ણય તો અલ્પ શબ્દોમાં જ કહેવાય છે. જેમ પ્રસ્તુતમાં દશવિધ સામાચારી બતાવી, તે દરેક સામાચારીમાં લક્ષ્ય ભાવ છે, અને તે ભાવ કેવા પ્રકારનો આવશ્યક છે તે પ્રધાનરૂપે બતાવવો છે; કેમ કે તે ભાવને લક્ષ્ય રાખીને સામાચારીની પ્રવૃત્તિ કરવાની છે, પરંતુ તે ભાવનિરપેક્ષ સામાચારીની આચરણા કરવાની નથી, તેમ બતાવવું છે. તેવા સ્થાને સંક્ષેપથી ન કહેતાં વિસ્તારથી કહેવામાં આવે તો જિજ્ઞાસુ જીવને ઉદ્વેગ થાય; કેમ કે સામાચારીના પદાર્થનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274