Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 253
________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૦ પ૧૪ (उपदेशमाला-३९२) इति । नन्वेवमाज्ञाभङ्गः ? इत्यत आह-एषा-'रागद्वेषपरिक्षयार्थमेव प्रयतितव्यमि'त्याकाराऽऽज्ञा प्रवक्तृवाक्यरूपा जिनेन्द्राणां तीर्थकृतां, सर्वस्य ग्रन्थप्रपञ्चस्यैतदुद्देशेनैव प्रवृत्तेरिति दिग् ।।१००।। ટીકાર્ચ - તતસ્મ–તે કારણથી–ઉપદેશ કર્મમાં દક્ષનો સ્વલ્પસાર ઉપદેશ ઉપનિષભૂત છે, તે કારણથી, આ રીતે વધારે કહેવાથી શું ? એ રીતે, પ્રસ્તાવના કરીને ઉપનિષદુરૂપ ઉપદેશને જ કહે છે – યથા યથા=જે જે પ્રકારે માયા,લોભ, ક્રોધ, માનરૂપ રાગ અને દ્વેષ વિલય પામે-ક્ષયને પામે, તથા તથા તે તે પ્રકારે, અહીં=જગતમાં, પ્રવર્તવું જોઈએ=ઉદ્યમવાળા થવું જોઈએ. અહીં=સામાચારીના વિષયમાં, કોઈ એકાંત નથી જ. અને એકાંત નથી તે સ્પષ્ટ કરે છે – “જે પ્રતિનિયત જ કર્મમાં પ્રવર્તવું જોઈએ, એ પ્રકારનો કોઈ એકાંત નથી,' એમ અવય છે. પરંતુ આ જ એકાંત છે, અને તે એકાંતને સ્પષ્ટ કરે છે – “જે રાગદ્વેષપરિક્ષયના અનુકૂળપણા વડે જ પ્રવર્તવું જોઈએ, તે એકાંત છે, એમ જે તેનો અવય છે. આથી જ=જે રીતે રાગદ્વેષ પરિક્ષય થાય તે રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ, તેમાં એકાંત છે, આથી જ તેના=રાગદ્વેષતા, ભાવ અને અભાવ દ્વારા અનુજ્ઞા અને નિષેધમાં પણ પરાવૃત્તિ છે-અનુજ્ઞાના સ્થાને નિષેધ અને નિષેધના સ્થાને અનુજ્ઞાની પ્રાપ્તિરૂપ પરાવૃત્તિ છે. તે=ભગવાનની અનુજ્ઞા અને નિષેધમાં રાગદ્વેષતા ભાવ અને અભાવ દ્વારા પરાવૃતિ છે તે, ઉપદેશમાળા ગાથા-૩૯૨માં કહેવાયું છે. ઉપદેશમાળા ગાથા-૩૯૨નો અર્થ આ પ્રમાણે છે - “તે કારણથી સર્વ અનુજ્ઞા અને સર્વ નિષેધ પ્રવચનમાં નથી. લાભના આકાંક્ષી, વણિકની જેમ આય-વ્યયની =લાભ-નુકસાનની, તુલના કરે.” તિ’ શબ્દ ઉપદેશમાળાના ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. “નનું” થી શંકા કરે છે – આ રીતે-પૂર્વમાં કહ્યું કે, અનુજ્ઞા અને નિષેધમાં પરાવૃત્તિ છે, એ રીતે, આજ્ઞાભંગ થશે. એથી કહે છે – આFરાગદ્વેષતા પરિક્ષય માટે જ પ્રવર્તવું જોઈએ’ એ પ્રકારના આકારવાળી આ, પ્રવક્તના વાક્યરૂપ આજ્ઞા જિતેન્દ્રોની છે તીર્થકરોની છે; કેમ કે સર્વ ગ્રંથના પ્રપંચની વિસ્તારની, આ ઉદ્દેશથી *રાગદ્વેષના ક્ષયના ઉદ્દેશથી જ, પ્રવૃત્તિ છે. એ પ્રમાણે દિશાસૂચન છે. I૧૦૦ || * ‘અનુજ્ઞાનિયોરપિ' અહીં ’િ થી એ કહેવું છે કે રાગ-દ્વેષના ભાવ-અભાવ દ્વારા તો અનુજ્ઞા-નિષેધ છે જ, પણ અનુજ્ઞા-નિષેધમાં પણ પરાવૃત્તિ છે. ભાવાર્થ : સામાચારીનું નિરૂપણ પૂર્ણ થયા પછી ‘હિં વહુના ?' દ્વારા પ્રસ્તાવના કરીને હવે સમગ્ર સામાચારીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274