Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 257
________________ પ૧૮ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૦૧ ટીકાર્ચ - દિક સંપત્તિસ્તુ .... નવા / ઐહિક સંપત્તિ વળી તેના ભવનથી=બોધિના ભવનથી, વચમાં અવશ્ય થનારી છે, એ પ્રમાણે કહે છે – તમારા સ્તોત્ર વડે તમારા સ્તવન વડે, ધ્રુવ નિશ્ચિત જ યશ=પાંડિત્યાદિનો વિસ્તાર, અને વિજય=સર્વ-અતિશય-લક્ષણ વિજયતે બંનેની સંપત્તિ થાય છે અથવા તે યશ અને વિજયથી ઉપલક્ષિત ઐશ્વર્યાદિ-લક્ષણ સંપત્તિ થાય છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, બોધિલાભની સાથે વચમાં ઐહિક સંપત્તિ નક્કી થાય છે, તે જ વાત યથા' થી સ્પષ્ટ કરે છે – ટીકાર્ય : યથા ....... પ્રવટીતમ્ | જે પ્રમાણે અજર-અમરની પ્રાપ્તિ માટે અમૃતપાનની પ્રવૃતિમાં આંતરાલિક વચ્ચે થનારા, તાપનું ઉપશમન વગેરે આવશ્યક જ છે=અવશ્ય થાય છે, તેમ બોધિ માટે ભગવદ્ ગુણગાનની પ્રવૃત્તિમાં આંતરાલિક ઐહિક સુખ નિચ્ચે પ્રાપ્તિવાળું છે, એ પ્રમાણે ભાવ છે. અહીં=ગાથામાં, “યશોવિજય” એ પ્રમાણે ગ્રંથકાર વડે પોતાનું નામ પ્રગટ કરાયું. ૧૦૧ * અહીં તારો શમરિ' માં મારિ થી દેહની પુષ્ટિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : ગ્રંથના પ્રારંભથી અહીં સુધી ઈચ્છાકારથી આરંભી ઉપસંપ સામાચારીનું વર્ણન કર્યું, તે રીતે સ્તુતિ કરાઈ=ભગવાન દશવિધ સામાચારીના કેવા પ્રકારના પાલનથી વીતરાગ થયા તે રીતે સ્તુતિ કરાઈ. હવે તે ભગવાનને સંબોધન કરતાં કહે છે કે, “હે વીર ! હે મહાયશવાળા ! હે જગતના બંધુ ! મને બોધિને આપો.” આ ત્રણ વિશેષણો દ્વારા સંબોધન કરીને બતાવ્યું કે, ભગવાન શત્રુનો નાશ કરવામાં વીર છે, સામાચારીનું પાલન કરવામાં અત્યંત સાત્ત્વિક હોવાથી મહાયશવાળા છે અર્થાત્ અત્યંત સાત્ત્વિક તરીકેની નિરુપમ કીર્તિવાળા છે અને પોતાનું આત્મહિત સાધ્યા પછી યોગ્ય જીવોને હિતમાં પ્રવર્તક અને અહિતમાંથી નિવર્તક થઈને બંધુના જેવા બંધુ છે. આવા જગતુબંધુની પાસે ગ્રંથકાર સમ્યકત્વરૂપ બોધિને માગે છે. ત્યાં પ્રશ્ન થાય કે, જેમ ભગવાન પાસે બોધિની ઈચ્છા કરી તેમ પાંડિત્યાદિની અને કર્મોનો વિજય કરવાની શક્તિ પણ માગવી જોઈએ, તો શાસ્ત્રનો નિપુણ બોધ અને સર્વાતિશય વિજય પ્રાપ્ત થાય, જેથી પોતાનું હિત પ્રાપ્ત થાય. તેથી કહે છે – જીવને જો બોધિની પ્રાપ્તિ થાય તો તેની સાથે અવશ્ય આ ઐહિક સંપત્તિ મળવાની છે, અને તે બોધિના લાભ સાથે અવશ્ય ઐહિક સંપત્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે સ્પષ્ટ કરતાં કહે છે : જેમ કોઈ વ્યક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274