Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 255
________________ પ૧૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૧ ભગવાને દશ પ્રકારની સામાચારી બતાવી છે, તેથી તે તે સામાચારીના સ્થાનમાં તે તે સામાચારીનું પાલન કરવું જોઈએ. તેના બદલે બાહ્ય આચરણામાં અનેકાંત સ્થાપીને રાગદ્વેષના ક્ષયના ઉદ્દેશથી વિપરીત પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે તો આજ્ઞાભંગની પ્રાપ્તિ થશે. આ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – ભગવાનની આ આજ્ઞા છે કે રાગદ્વેષના પરિક્ષય માટે પ્રયત્ન કરવો જોઈએ; કેમ કે દશવિધ સામાચારી કહેનાર આખા ગ્રંથનો વિસ્તાર આ ઉદ્દેશથી પ્રવર્તે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, રાગદ્વેષના ક્ષય માટે બાહ્ય આચરણામાં અન્યથા પ્રવૃત્તિ હોય તોપણ ભગવાનની આજ્ઞાનો ભંગ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાનું પાલન છે; અને રાગદ્વેષની વૃદ્ધિ થતી હોય એવી બાહ્ય આચરણા શાસ્ત્રાનુસારી હોય તોપણ તે ભગવાનની આજ્ઞાથી અન્યથારૂપે છે; કેમ કે બાહ્ય આચરણામાં ભગવાનની આજ્ઞાનો એકાંત નથી અને રાગદ્વેષના ક્ષય માટેની ભગવાનની આજ્ઞામાં એકાંત છે. ll૧૦૦ના અવતરણિકા - एवं सामाचारीनिरूपणद्वारेण भगवन्तं वर्धमानस्वामिनं स्तुत्वा तत्समाप्तिं निवेदयन् स्वामिनं फलं प्रार्थयमानो रचनागर्भितं स्वनामाविष्कुर्वन्नाह - અવતરણિતાર્થ - આ રીતે સામાચારીના નિરૂપણ દ્વારા ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિ કરીને તેની સમાપ્તિને સ્તુતિની સમાપ્તિને, નિવેદન કરતાં સ્વામીને ફળની પ્રાર્થના કરતા, ગ્રંથકાર, રચનાથી ગર્ભિત એવા સ્વનામને આવિષ્કાર કરતાં સ્વનામ પ્રગટ કરતાં, કહે છે – ભાવાર્થ : આ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણની ગાથામાં કહ્યું હતું કે, સામાચારીના નિરૂપણ દ્વારા હું ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિ કરીશ. તેથી ગાથા-૨ થી ગાથા-૧૦૦ પર્યત ગ્રંથકારે વર્ણન કર્યું એ રીતે સામાચારીના નિરૂપણ દ્વારા ભગવાન વર્ધમાનસ્વામીની સ્તુતિ કરી. હવે તે સ્તુતિની સમાપ્તિ થાય છે, તેમ ભગવાનને નિવેદન કરે છે; અને સ્તુતિ કર્યા પછી ભગવાનની પાસે ફળની પ્રાર્થના કરતા ગ્રંથકાર ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ભગવાનની સ્તુતિના ફળને બતાવે તેવા પ્રકારની રચના છે ગર્ભમાં જેને એવા પોતાના નામને બતાવતાં કહે છે – ગાથા : इय संथुओ महायस ! जगबंधव ! वीर ! देसु मह बोहिं । तुह थोत्तेण धुवच्चिय जायइ जसविजयसंपत्ती ।।१०१।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274