Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 252
________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૦ પ૧૩ બોધ થાય તેટલું સંક્ષેપ કથન કરવાથી વિચારકને સંતોષ થાય છે, પરંતુ એકની એક વાત અનેક દૃષ્ટિકોણથી બતાવવી આવા સ્થાને આવશ્યક નથી; જ્યારે ધર્મકથામાં તત્ત્વનો નિર્ણય કરવા માટે જ્યાં સુધી સ્પષ્ટ બોધ ન થાય ત્યાં સુધી ફરી ફરી તે વાત અન્ય અન્ય રીતે બતાવવી આવશ્યક હોય છે, તેથી ધર્મકથામાં વિસ્તારથી કથની આવશ્યક છે. જ્યારે પ્રસ્તુત સ્થાનમાં સારરૂપ ભાવકથનમાં, વિસ્તારથી કથન અત્યંત ઉપયોગી નથી, અને ઉપદેશકર્મમાં જેઓ કુશળ છે, તેઓ ઉપનિષભૂત–ઉપદેશના સારભૂત, એવા અલ્પ પદાર્થને કહે છે અર્થાત્ જેઓ ઉપદેશ કરવામાં કુશળ નથી, તેઓ લાંબો લાંબો ઉપદેશ આપીને લોકોને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ જે ઉપદેશ કરવામાં કુશળ છે, તે ઉપદેશક તો દરેક ઉચિત આચરણા બતાવ્યા પછી તે સર્વમાં શેની પ્રધાનતા છે, તે બતાવવા માટે સારભૂત એવો સ્વલ્પ ઉપદેશ આપે છે, જે સમસ્ત પ્રવૃત્તિમાં ઉપનિષભૂત છે. જેમ પ્રસ્તુતમાં દશવિધ સામાચારી બતાવી અને તે દશવિધ સામાચારીમાં સારભૂત એવો અલ્પ ઉપદેશ આપ્યો કે “રાગ-દ્વેષ જે રીતે નાશ થાય તે રીતે દરેક સામાચારીમાં યત્ન કરવો જોઈએ કે જેથી પ્રસ્તુત સામાચારી હિતનું કારણ બને.” આવા સ્થાને આ રીતે દશ સામાચારીનું વર્ણન કર્યા પછી તે દરેક સામાચારીના પાલનકાળમાં કયા ભાવની પ્રધાનતા છે તેનો સંક્ષેપ ઉપદેશ આપવામાં આવે તો કયા ભાવને પ્રધાન કરીને સામાચારીમાં યત્ન કરવો, તેવો યથાર્થ નિર્ણય વિચારકને થાય; જ્યારે ધર્મકથામાં દરેક સામાચારીના અપેક્ષિત જુદા જુદા ભાવોનો વિસ્તારથી બોધ કરાવવામાં આવે તો ઉપકાર થાય; કેમ કે ધર્મકથામાં આ દરેક સામાચારી કઈ કઈ ઉચિત પરિણતિને પ્રગટ કરીને મોક્ષ પ્રત્યે કારણ છે, તેવી જિજ્ઞાસા હોય છે, તેથી તે વખતે જિજ્ઞાસુને દરેક સામાચારીના ભાવોનો વિસ્તારથી બોધ કરાવવો આવશ્યક બને છે; પરંતુ સામાચારીના સ્વરૂપનો બોધ કરાવ્યા પછી દરેક સામાચારીનું કેન્દ્ર કયો ભાવ છે, તે સંક્ષેપથી બતાવવામાં આવે તો વિચારકને પ્રવૃત્તિ કરવામાં અત્યંત ઉપકારક બને છે. માટે પ્રસ્તુત ગાથામાં સારભૂત ઉપદેશ બતાવેલ છે, અને તેમાં સાક્ષી આપી કે, “મિત અને સાર વચન જ વાગ્મિતા છેઃવાણીનું કુશળપણું છે.” તેનાથી એ કહેવું છે કે, ઉપદેશક જે કંઈ ઉચિત પ્રવૃત્તિનો ઉપદેશ આપે ત્યાર પછી અલ્પ શબ્દોમાં તે સર્વ પ્રવૃત્તિના સારભૂત વચન બતાવીને કહે કે “આને લક્ષ્ય કરીને તમે પ્રવૃત્તિ કરશો તો સર્વ પ્રવૃત્તિ તમારા ઈષ્ટનું સાધન થશે,' એ ઉપદેશકની વાણીની કુશળતા છે. ટીકા : तदेवं प्रस्तावनां विधायोपनिषदुपदेशमेवाह-तथा तथा तेन तेन प्रकारेण, प्रवर्तितव्यम्-उद्यमवता भाव्यम्, इह-जगति, यथा यथा येन येन प्रकारेण, रागद्वेषौ मायालोभक्रोधमानरूपी विलीयेते क्षयं गच्छतः । न ह्यत्र कश्चिदेकान्तोऽस्ति यत्प्रतिनियत एव कर्मणि प्रवर्तितव्यमिति, किन्त्वयमेवैकान्तः यद्रागद्वेषपरिक्षयानुकूल्येनैव प्रवर्तितव्यमिति । अत एव तद्भावाभावाभ्यामनुज्ञानिषेधयोरपि परावृत्तिः । तदुक्तम् - 'तम्हा सव्वाणुन्ना सव्वणिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा लाहाकंखि व्व वाणियओ ।। १. तस्मात्सर्वानुज्ञा सर्वनिषेधश्च प्रवचने नास्ति । आयं व्ययं तोलयेत् लाभाकाङ्क्षीव वणिग् ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274