Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 250
________________ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૧૦૦ ૫૧૧ ચારિત્રના સેવનથી પડેલા સંસ્કારના બળથી વીતરાગતા તરફ ગમન કરે છે અથવા ચારિત્રના સેવનથી થયેલા ક્ષયોપશમભાવવાળા ચારિત્રમોહનીયકર્મના બળથી વીતરાગતા તરફ યત્ન થાય છે. આથી દેવ અને પુરુષકારનો સ્યાદ્વાદ પ્રાપ્ત થાય છે, કેમ કે જ્યારે અપ્રમાદભાવથી યત્ન કરે છે ત્યારે પુરુષકારથી વીતરાગતા તરફ ગમન છે, અને જ્યારે અનાભોગ છે ત્યારે પણ ક્ષયોપશમભાવવાળું દેવ તેવા યોગીને વીતરાગતા તરફ પ્રવૃત્ત કરે છે. તેથી તે સ્થાનમાં દેવ બલવાન છે અને ઉપયોગપૂર્વક સામાચારીપાલન કરે છે ત્યારે પુરુષકાર બળવાન છે. III અવતરણિકા - __ तदिह सामाचारी निरूप्यैकान्तहितावहतया भावमात्रप्रवृत्तये उपदेशसर्वस्वमाह - અવતરણિયાર્થ: તે કારણથીeગ્રંથના આરંભમાં સામાચારીના નિરૂપણની પ્રતિજ્ઞા કરી છે તે કારણથી, અહીં ગાથા-૪ થી ૯૯ સુધીમાં, સામાચારીનું નિરૂપણ કરીને (ભાવમાત્રનું) એકાંત હિતાવહાણું હોવાના કારણે ભાવમાત્રની પ્રવૃત્તિ માટે ઉપદેશના સર્વસ્વને ઉપદેશના રહસ્યને, કહે છે – ભાવાર્થ : સામાચારીના નિરૂપણમાં સર્વત્ર પરિણામપૂર્વકની ઔત્સર્ગિક ક્રિયાનું મુખ્યરૂપે વર્ણન હતું, પરંતુ ભાવરક્ષણ માટે ક્વચિત્ અપવાદથી સામાચારીનું પાલન વિપરીત રીતે પણ કરવાનું આવે છે; કેમ કે મોક્ષને અનુકૂળ એકાંતે હિતાવહ ભાવ છે, જ્યારે પ્રવૃત્તિ તો તે ભાવની પુષ્ટિનું કે નિષ્પત્તિનું અંગ બને તે રીતે કરવાની હોય છે. તેથી જ્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિથી ભાવ નિષ્પન્ન થતો હોય ત્યારે ઉત્સર્ગની પ્રવૃત્તિ કરવાની છે, અને અપવાદની પ્રવૃત્તિથી ભાવ નિષ્પન્ન થતો હોય તો અપવાદની પ્રવૃત્તિ કરવાની છે. તેથી સર્વ પ્રવૃત્તિમાં ભાવની પ્રધાનતા છે, અને તે ભાવ કરાવવા માટે યદ્યપિ અપવાદિક ઘણા કથનોરૂપ ઉપદેશ છે, પરંતુ તે ઘણા વિસ્તારની અપેક્ષા રાખે છે, તેથી તેના રહસ્યને સંક્ષેપથી કહે છે – ગાથા : किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पयटिअव्वं एसा आणा जिणिंदाणं ।।१००।। છાયા : किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् ।।१०० ।। અન્વયાર્થ : વિંદ વહુના=વધારે કહેવાથી શું? સામાચારીના પાલનની ક્રિયામાં નદ ન£=જે જે રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274