________________
૫૧૦
ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૯ માર્ગમાં ગમનરૂપ બને છે. જેમ અંધ માણસ રસ્તાને જોતો ન હોય તોપણ રોજના અભ્યાસ પ્રમાણે જે સ્થાનમાં માર્ગ વળાંક લેતો હોય તે સ્થાનમાં વળાંક લઈને ઉચિત સ્થાને પહોંચે છે, તેમ જેઓને અધ્યાત્મનો પુનઃ પુનઃ અભ્યાસ દૃઢ થયો હોય તેવા સાધુઓ, ક્યારેક લક્ષ્ય તરફ અત્યંત ઉપયુક્ત ન હોય તોપણ તેમનું લક્ષ્યને અભિમુખ ગમન થાય છે, એમ અધ્યાત્મનું ચિંતન કરનારા કહે છે અર્થાત્ અધ્યાત્મનું સ્વરૂપ કેવું છે, તેનો વિચાર કરનારા કહે છે.
વળી માર્ગમાં તે પ્રકારની પ્રવૃત્તિ યોગજ-અદૃષ્ટ મહિમાથી થાય છે, એ પ્રમાણે યોગભાવિત મતિવાળા કહે છે.
આશય એ છે કે, જે સાધુઓ લક્ષ્યમાં અત્યંત ઉપયુક્ત થઈને દશવિધ સામાચારીમાં યત્ન કરે છે, તેઓનો ઉપયોગ દર્શાવધ સામાચારી દ્વારા વીતરાગભાવને અભિમુખ સતત પ્રવર્તતો હોય છે, તે તેઓની માર્ગગમનની પ્રવૃત્તિ છે; અને આવા સાધુઓ ક્યારેક અનાભોગવાળા હોય તોપણ યોગમાર્ગમાં પ્રયત્ન ચાલુ રહે તે પ્રકારની સામાચારીની પ્રવૃત્તિ, યોગજ=સંયમરૂપ યોગથી થયેલું, અદષ્ટ=ક્ષયોપશમભાવને પામેલું કર્મ, તેના મહિમાથી થાય છે અર્થાત્ યોગ જ અદૃષ્ટ=ક્ષયોપશમભાવરૂપ જે ચારિત્રનો વ્યાપાર, તેનાથી ક્ષયોપશમભાવને પામેલું એવું સત્તામાં રહેલું ચારિત્રમોહનીયકર્મરૂપ અદૃષ્ટ, તેના મહિમાથી થાય છે. આનાથી એ ફલિત થયું કે, અંતરંગ જ્વલંત ઉપયોગ નહીં હોવા છતાં તેઓની સામાચા૨ીની પ્રવૃત્તિ વીતરાગતાને અભિમુખ થાય છે, તેથી અનાભોગથી પણ અકર્મતાને અભિમુખ તેઓનું ધ્યાન છે. અર્થાત્ પુનઃ પુનઃ ચારિત્રસેવનના બળથી થયેલો ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ, અનાભોગ હોય તોપણ વીતરાગતાને અભિમુખ સામાચારીના પાલનનો યત્ન કરાવે છે. તેથી તેમની સામાચા૨ીનું પાલન અકર્મતા અભિમુખ પરિણામવાળું છે, એ પ્રમાણે યોગથી ભાવિત કરી છે મતિ જેમણે એવા યોગી પુરુષો કહે છે. અર્થાત્ યોગના પારમાર્થિક સ્વરૂપને સમજીને પોતાની મતિ યોગના સ્વરૂપથી અત્યંત ભાવિત કરી છે તેવા નિર્મળ બુદ્ધિવાળા મુનિઓ પોતાના અનુભવના બળથી કહે છે.
અહીં અધ્યાત્મચિંતકના મત પ્રમાણે, અધ્યાત્મના પુનઃ પુનઃ સેવનથી આત્મામાં પડેલા સંસ્કારને કારણે માર્ગગમન થાય છે, અને યોગભાવિત મતિવાળાના મત પ્રમાણે આત્મામાં પડેલા સંસ્કારો નહીં, પરંતુ પુનઃ પુનઃ ઉપયોગપૂર્વક ચારિત્રના સેવનના કારણે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયેલો છે તે, અનાભોગકાળમાં પણ માર્ગગમનની પ્રવૃત્તિ કરાવે છે, એ પ્રમાણે ભેદ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે અત્યંત ઉપયોગપૂર્વક સામાચારીના પાલનથી આત્મામાં જે વીતરાગતાને અભિમુખ સંસ્કારો પડે છે, તે સંસ્કારો પણ અનાભોગકાળમાં અકર્મતાને અભિમુખ યત્ન કરાવે છે; અને સામાચારીના પુનઃ પુનઃ કરાયેલા અભ્યાસથી ક્ષયોપશમભાવને પામેલું ચારિત્રમોહનીયકર્મ પણ જીવને અનાભોગકાળમાં અકર્મતાને અભિમુખ યત્ન કરાવે છે.
આનાથી એ ફલિત થયું કે સાધુ જ્યારે ઉપયુક્ત થઈને ક્રિયા કરે છે ત્યારે પુરુષકારના બળથી વીતરાગતા તરફ ગમન છે, જ્યારે તે જ સાધુ ક્યારેક સામાચારીના સેવનકાળમાં અનાભોગવાળા છે ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org