Book Title: Samachari Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 248
________________ ઉપસંપદા સામાચારી / ગાથા : ૯૯ ૫૦૯ જે સાધુએ શુદ્ધ ભાવના આવિર્ભાવને લક્ષ્ય કરીને તેને અનુરૂપ સામાચારીનું પાલન મારે કરવું છે” તેવો સંકલ્પ કરેલ છે, અને તે પ્રમાણે સામાચારીના પાલનમાં પણ યત્ન કરે છે, તે સાધુને ઉપયોગને તીવ્રતાથી પ્રવર્તાવવામાં ક્યારેક અનાભોગ વર્તતો હોય તો પણ તેની સામાચારીના પાલનની ક્રિયા મોક્ષપથમાં ગમનને અભિમુખ પરિણામવાળી છે. જેમ કોઈ જીવ કોઈ ક્રિયામાં અત્યંત સુઅભ્યસ્ત હોય અને તેના દઢ સંસ્કારો વર્તતા હોય ત્યારે, તે ક્રિયાકાળમાં ક્યારેક અનુપયોગ હોય તો પણ તેની પ્રવૃત્તિ લક્ષ્યને અનુકૂળ હોય છે. જેમ નિપુણ ચિત્રકાર અતિ અભ્યસ્તદશાવાળો હોય અને ચિત્રની ક્રિયા કરતો હોય ત્યારે, વચ્ચે અન્યત્ર ઉપયોગ હોય તોપણ તે સમ્યગુ ચિત્રનિષ્પત્તિને અનુકૂળ દઢ સંસ્કાર હોવાના કારણે ક્રિયાકાળમાં ચિત્રની ક્રિયા યથાર્થ થાય છે; તે રીતે જે સાધુ શુદ્ધ આત્માના ધ્યેયને પ્રગટ કરવા માટે સામાચારીમાં ઉપયોગપૂર્વક હંમેશ યત્ન કરતા હોય, તેવા સાધુને સામાચારીની ક્રિયાથી શુદ્ધ આત્માને પ્રગટ કરવાના દઢ સંસ્કારો હોય છે. તેથી સામાચારીનું સમ્યફ પાલન કરતા હોય ત્યારે પણ, ક્વચિત્ શુદ્ધ આત્માને પ્રગટ કરવાના ઉપયોગમાં અનાભોગ વર્તતો હોય તોપણ, તેની સામાચારીપાલનની ક્રિયા રત્નત્રયીને અભિમુખ હોય છે; માટે અનાભોગમાં પણ સામાચારીના પાલનકાળમાં અકર્મતાને અભિમુખ તેનું ધ્યાન નથી, તેમ કહી શકાય નહીં. માટે સામાચારીમાં નિરત સાધુ આભોગપૂર્વક લક્ષ્ય તરફ જવા માટે યત્ન કરતા હોય તો તે અસ્મલિત સમતાની વૃદ્ધિના પ્રવાહમાં આગળ આગળ વધે છે, પરંતુ અનાભોગ હોય તો પણ તેનો સામાચારીનો યત્ન લક્ષ્યને અભિમુખ હોય છે. ફક્ત આભોગકાળમાં જેવો વિશેષ યત્ન છે, તેવો અનાભોગકાળમાં યત્ન હોતો નથી, તોપણ દિશા એક છે; માટે તે સાધુનો સામાચારીકાળમાં વર્તતો ઉપયોગ અકસ્મતાને અભિમુખ છે. લલિતવિસ્તરા ગ્રંથના કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે – જેમ શાતાવેદનીય કર્મના ઉદયવાળા અંધ પુરુષો એક નગરથી બીજા નગરે જતા હોય ત્યારે, તે નગરનો માર્ગ દેખતી વ્યક્તિઓને વારંવાર પૂછીને તે સ્થાને પહોંચતા હોય છે, અને પ્રતિદિન તે માર્ગે જનારા અંધપુરુષ પ્રતિદિનના અભ્યાસને કારણે કોઈને પૂછતા ન હોય તો પણ તે માર્ગમાંથી પસાર થતાં જે સ્થાને વળાંક લેવાનો હોય તે સ્થાને તે રીતે વળાંક લઈને ઈચ્છિત નગરે પહોંચી જાય છે, પરંતુ અન્ય માર્ગે જતા નથી; તેમ જે સાધુ ઈચ્છાકારાદિ સામાચારીનું પાલન અત્યંત લક્ષ્યને અભિમુખ થઈને કરતા હોય, ત્યારે તેમની સામાચારીનું પાલન નિર્જરાનું કારણ બને તે રીતે થતું હોય છે, અને આ રીતે પ્રતિદિન ઉપયોગપૂર્વક અભ્યાસ કરનાર સાધુને પણ ક્યારેક નિર્જરારૂપ લક્ષ્યને અનુરૂપ ઉપયોગ પ્રવર્તતો ન હોય તોપણ સદંધન્યાયથી માર્ગગમન થાય છે, તેમ અધ્યાત્મચિંતકો કહે છે. આશય એ છે કે, મોક્ષ પ્રત્યે બદ્ધલક્ષ્યવાળા સાધુ દરેક સાધુસામાચારી ઉચિત કાળે ઉચિત રીતે સેવતા હોય છે અને દરેક ક્રિયા લક્ષ્યને અનુરૂપ થાય તે રીતે ઉપયોગપૂર્વક કરતા હોય છે. આમ છતાં, આવા સાધુને ક્વચિત્ ઈચ્છાકારાદિ સામાચારીના પાલનકાળમાં તે પ્રકારના સમાલોચનપૂર્વક સુદઢ ઉપયોગ ન પણ પ્રવર્તતો હોય, અને અનાભોગ વર્તતો હોય, તોપણ તેમની તે સામાચારીપાલનની ક્રિયા રત્નત્રયીરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274