________________
૪૨૩
ઉપસંપદા સામાચારી/ ગાથા: ૮૦ રત્નજીવી, સંયોગવશાત્ સ્કૂલ વસ્ત્રનો વ્યાપાર કરે તો લાભ મેળવી શકતો નથી; કેમ કે વસ્ત્રના વ્યાપારમાં તે નિષ્ણાત નથી, વળી રત્નના વ્યાપારથી ઘણો લાભ દેખાતો હોવાથી અલ્પ લાભવાળા એવા વસ્ત્રના વ્યાપારમાં તેની ઉપેક્ષા હોય છે. તેમ અર્થવ્યાખ્યાન આપવામાં સમર્થ આચાર્યને અર્થવ્યાખ્યાન દ્વારા સ્વ-પરના તીવ્ર સંવેગની વૃદ્ધિરૂપ મહાલાભ દેખાતો હોય છે, તેથી શારીરિક અશક્તિને કારણે અર્થવ્યાખ્યાનનું કાર્ય છોડીને, પૂર્વમાં જેની કુશળતા હતી પણ અત્યારે જેમાં અનિષ્ણાતપણું છે એવું કોઈ માંડલીનું કાર્ય કરે, તો અર્થવ્યાખ્યાન જેવી સંવેગવૃદ્ધિ કરી શકતા નથી. કદાચ માંડલીનું કાર્ય ન કરતાં સ્વશક્તિની સાધ્ય સ્વાધ્યાયાદિ કાર્ય અત્યંત ધૃતિપૂર્વક કરે તોપણ અર્થવ્યાખ્યાન જેવી સંવેગવૃદ્ધિરૂપ લાભ ન દેખાવાથી તેમાં ઉપેક્ષા થાય છે. માટે આચાર્ય આવી શારીરિક અશક્ત કે રોગગ્રસ્ત અવસ્થામાં પણ અર્થવ્યાખ્યાનમાં યત્ન કરે, અન્યત્ર ન કરે. આમ છતાં, અનુયોગને છોડીને કાર્યાતર કરે તો તે આચાર્યનો અવિવેક છે, એ પ્રમાણે અર્થ ફલિત થાય છે. જે કારણથી જે વ્યક્તિ જે કાર્યમાં અધિકારી છે, તે તે અર્થને જ કરતો વિવેકી કહેવાય છે. તેથી જે સાધુ શાસ્ત્રમાં નિપુણ નથી થયા તેમણે નિપુણ થવામાં યત્ન કરવો એ તેમનો વિવેક છે અને જે સાધુ વૈયાવૃજ્યમાં નિપુણ છે તેણે તેમાં યત્ન કરવો જોઈએ; તેમ જે આચાર્ય અર્થવ્યાખ્યાનમાં નિપુણ છે, તેમણે તેમાં યત્ન કરવો જોઈએ, તે તેમનો વિવેક છે. રત્નજીવી અને અનુયોગદાયક આચાર્યની સમાનતા આ રીતે છે – રત્નજીવી
અનુયોગદાયક આચાર્ય (૧) રત્નનો વ્યાપાર કરે છે. (૧) હંમેશાં જિજ્ઞાસુ શિષ્યોને અનુયોગ અર્પણ કરે છે. (૨) રનવ્યાપારમાં નિષ્ણાત છે તેથી (૨) અર્થવ્યાખ્યાનમાં નિપુણતા છે તેથી સ્વઘણો લાભ મેળવે છે.
પરની સંવેગવૃદ્ધિરૂપ મહાલાભ મેળવે છે. (૩) અલ્પ લાભ મળવાથી કાપડના (૩) અર્થવ્યાખ્યાન જેવી સંવેગવૃદ્ધિ ન થવાથી અન્ય
વ્યાપારમાં ઉપેક્ષા થાય છે. કાર્યમાં ઉપેક્ષાભાવ થાય છે.ll૭૯TI
ગાથા :
वंदंति तओ सव्वे वक्खाणं किर सुगंति जावइया । तत्तो काउस्सग्गं करेति सव्वे अविग्घट्ठा ।।८।।
છાયા :
वन्दन्ते ततः सर्वे व्याख्यानं किल शृण्वन्ति यावन्तः । ततः कायोत्सर्गं कुर्वन्ति सर्वेऽविघ्नार्थम् ।।८० ।। અન્વયાર્થઃ
તો ત્યાર પછી=બે માત્રક સ્થાપન કર્યા પછી, કિર ખરેખર, નાફિયા વેવસ્થા સુતિ જેટલા વ્યાખ્યાન સાંભળે છે સર્વે તેટલા સર્વ વતિ વંદન કરે છે. તત્તો ત્યાર પછી વંદન કર્યા પછી સચ્ચે સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org