________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪-૯૫-૯૬
૪૯૯
માટે તેઓની શક્તિ, તેઓનો ઉત્સાહ પણ આચાર્યને વિચારવાનો છે; અને આ રીતે ગચ્છવાસી સાધુઓને પૂછવાથી નિર્જરાના અર્થી એવા સાધુઓ સ્વયં સ્વીકારે અને ઉત્સાહથી કાર્ય કરે તો નિર્જરા થાય. અન્યથા ક્ષપકની ક્ષપણામાં આચાર્યની આજ્ઞામાત્રથી પ્રત્યુપેક્ષણાદિ કરે અને ઉત્સાહ વગર કે તેવી શક્તિ ન હોવા છતાં, કાયાના શ્રમથી અને મનોતિબળ વિના વૈયાવૃત્ત્વ કરે, તો નિર્જરા ન થાય. માટે ગચ્છવાસી સાધુઓનું મનોબળ કેવું છે, ધૃતિબળ કેવું છે, તે પણ આચાર્યને વિચારવાનું છે, માટે પૃચ્છા કરે છે. જો આચાર્ય ગચ્છને પૂછ્યા વિના ક્ષપકને ઉપસંપદા આપે તો ગચ્છ પણ સામાચારીની મર્યાદાને જાણતો હોય તો ક્ષપકની ભક્તિ કરે નહીં. આથી કહ્યું કે, અસંદિષ્ટ એવા ગચ્છના સાધુઓ ક્ષપકની ઉધિપડિલેહણાદિ પણ કરતા નથી. તેથી ગચ્છની પૃચ્છા વિના આચાર્ય ઉપસંપદ્ આપે તો સામાચારીની વિરાધના થાય.
હવે જ્યારે આચાર્ય નવા ક્ષપકને ઉપસંપદા આપવા અંગે ગચ્છવાસી સાધુઓને પૂછે છે, ત્યારે ગચ્છના સાધુઓ કહે કે, “અમને એક ક્ષપક છે. એ ક્ષપકની ક્ષપણાની પરિસમાપ્તિ પછી આ નવા ક્ષપકની અમે વૈયાવૃત્ત્વ કરીશું,” તો ઉપસંપદા માટે આવેલ ક્ષપકને આચાર્ય કહે કે, “આ ક્ષપકની ક્ષપણાનો કાળ સમાપ્ત થાય ત્યાં સુધી ક્ષપણામાં તું વિલંબન કર.” પરંતુ ક્ષપક સર્વથા વિલંબન ન ઈચ્છતો હોય તો આચાર્ય તેને ક્ષપણા માટે ઉપસંપર્ આપે નહીં, પરંતુ તેનો ત્યાગ કરે. પરંતુ જો ગચ્છના સાધુઓ વિશિષ્ટ નિર્જરાના અર્થીપણા વડે બીજા ક્ષપકને પણ સ્વીકારવા તૈયાર હોય તો આવેલા ક્ષપકને પણ આચાર્ય પોતાની ઉપસંપદા આપે.
ઉપસંપદા આપ્યા પછી જેને ઉપસંપદા આપી છે તેનું વિધિપૂર્વક કાર્ય પ્રમાદથી કે અનાભોગથી સ્વગચ્છના સાધુઓ ન કરે તો આચાર્ય વડે સાધુઓને સમ્યક્ પ્રેરણા કરાવી જોઈએ.
જે સાધુએ વૈયાવૃત્ત્વ માટે ઉપસંપદા સ્વીકારેલી હોય અને વૈયાવચ્ચનું કૃત્ય સમ્યક્ ન કરે, અથવા ક્ષપણા માટે ઉપસંપદ્ સ્વીકારી હોય અને અપ્રમાદથી ઉત્થિત થઈને તપ-સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ ન કરતો હોય, તો આચાર્ય ઉપસંપદા સ્વીકારનારને સા૨ણા કરે અર્થાત્ પ્રેરણા કરે.
અહીં સારણાનો અર્થ સ્મારણા નથી કરવાનો, પરંતુ આવશ્યકનિર્યુક્તિ પ્રમાણે ચોદના=પ્રેરણા, કરવાનો છે; અને ઉપસંપદા સ્વીકારનાર અતિ અવિનીત હોય તો તેનો ત્યાગ કરવાનો છે. અર્થાત્ વૈયાવૃત્ત્વ માટે ઉપસંપદા સ્વીકારેલી હોય અને વિધિપૂર્વક વૈયાવૃત્ત્વ ન કરતો હોય અને સારણા કરવા છતાં પણ વિધિપૂર્વક તે વૈયાવાદિમાં ઉદ્યમ ન કરે તો તેનો ત્યાગ કરવાનો છે; અને ક્ષપણા માટે ઉપસંપદ્ સ્વીકારી હોવા છતાં અભ્યસ્થિત થઈને તપ-સ્વાધ્યાયાદિમાં યત્ન ન કરતો હોય, અને આચાર્ય પ્રેરણા કરે છતાં પ્રમાદ ન છોડે તો તેનો પણ ત્યાગ કરવાનો છે. અને જે સાધુઓ વિધિપૂર્વક ઉપસંપદ્ સ્વીકાર્યા પછી ઉપસંપદા સામાચારી પૂર્ણ કરે છે, ત્યારે ઉપસંપદા સામાચારી પૂરી થવાથી તેમનું વિસર્જન કરાય છે, આ પ્રકારનો વિવેક છે. તેમાં આવશ્યકનિર્યુક્તિના સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે
ઉપસંપન્ન વૈયાવચ્ચાદિ જે કારણથી આવેલો છે=જે નિમિત્તે આવેલો છે, તે પૂરું ન કરતો હોય તો તેને સ્મારણા=પ્રેરણા, કરવામાં આવે છે, અને જો અવિનીત હોય તો તેનો ત્યાગ કરવામાં આવે; અથવા
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org