________________
૪ઉ3
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૮૯ ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, નિશ્ચયનય તો પર્યાય કે વયને આદરણીય કહેતો નથી અને વ્યવહારનય પર્યાય અને વયને આદરણીય કહે છે. તેથી તે બંનેનાં કથનો પરસ્પર વિરોધી છે. આથી તે બંને નયનાં કથનોને સ્વીકારીને પ્રવૃત્તિ કઈ રીતે કરી શકાય?=પ્રમાણપક્ષને સ્વીકારીને વ્યવસ્થાની સંગતિ કઈ રીતે કરી શકાય? તેથી કહે છે – ટીકાર્ય :
સા ા દયો ..... રીલાયમેવ I૮૨ા સા ઘ=અને તે પ્રમાણપક્ષની વ્યવસ્થિતિ, બંનેની પણ= નિશ્ચયનય અને વ્યવહારનયની પણ, પરસ્પર હસ્વત્વ-દીર્ઘત્વની જેમ આપેક્ષિક ગણિત્વ-મુખ્યત્વનો સંભવ હોવાના કારણે અનુપપન્ન નથી. વળી અન્નત્યં તવં=આના વિષયનું તત્વ, અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૬૪માં છે. “તિ’ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. In૮૯ll
* “કયોરપિ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, નિશ્ચયનય અને વ્યવહારનય પ્રત્યેકની વ્યવસ્થા તો અનુપપન્ન નથી, પરંતુ બંનેની પણ ગૌણત્વ-મુખ્યત્વરૂપે વ્યવસ્થા અનુપપન્ન નથી.
નોંધ :- અધ્યાત્મિકતપરીક્ષાયમેવ ના સ્થાને અધ્યાત્મમત પરીક્ષામતિ' એ પ્રમાણે પાઠ હોવો જોઈએ, તેમ લાગે છે. ભાવાર્થ :
નનુ થી શંકા કરતાં કહે છે કે, ઉપરમાં કહ્યું એ રીતે બંને નયોનું પરસ્પર વિરોધી કથન હોવાના કારણે પોતપોતાના કથનમાં આગ્રહમાત્રપણું હોવાથી કોઈ ચોક્કસ પદાર્થની વ્યવસ્થિતિ નથી. આ રીતે વંદન માટે ગુણ ઉપયોગી છે કે સંયમનો પર્યાય ઉપયોગી છે એનું અવ્યવસ્થિતપણું હોવાથી શું પ્રમાણ અને શું અપ્રમાણ?અર્થાત્ ગુણને પ્રમાણ સ્વીકારવા કે પર્યાયને પ્રમાણ સ્વીકારવો તેનું વિવેચન કરો. આથી કહે છે –
ઉભયમતને તુલ્યવત્ સ્વીકારવા જોઈએ; કેમ કે ઉભય અપેક્ષાએ પ્રમાણપક્ષની વ્યવસ્થિતિ છે.
આ રીતે કહેવાથી પ્રશ્ન થાય કે, બંને નયને સ્વીકારવાથી વંદનની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે? કેમ કે નિશ્ચયનય પ્રમાણે ગુણ આદરણીય છે, જ્યારે વ્યવહારનય પ્રમાણે પર્યાય આદરણીય છે. તેથી તેના સમાધાનરૂપે કહે છે –
અને તે વ્યવસ્થા પરસ્પર હૃસ્વત્વ-દીર્ઘત્વની જેમ આપેક્ષિક છે, તેથી નિશ્ચયનય અને વ્યવહારનય એ બંને નયમાં પણ ગૌણત્વ-મુખ્યત્વનો સંભવ હોવાથી અનુપપન્ન નથી. તે આ રીતે –
જેમ બે આંગળીમાં, એક હ્રસ્વ છે એક દીર્ઘ છે એમ કહીએ ત્યારે, હ્રસ્વત્વ દીર્ઘત્વની સાથે અપેક્ષાવાળું છે અને દીર્ઘત્વ હ્રસ્વત્વની સાથે અપેક્ષાવાળું છે. તે રીતે નિશ્ચયનય ગુણને માનવા છતાં પર્યાયની સાથે અપેક્ષાવાળો છે અને વ્યવહારનય પર્યાયને માનવા છતાં ગુણની સાથે અપેક્ષાવાળો છે. તે આ રીતે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org