Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 8
________________ અહીં કર્યો છે ૩૧-૧ના સજજનની અપેક્ષાએ દુર્જન બળવાન હોય તો 'સજજન' નામનો મંત્ર દુર્જનનાં વચનોની વિષશક્તિનું હરણ કઈ રીતે કરશે, આ શંકાનું સમાધાન કરાય છેस्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ॥३२-२॥ સજજનો હોતે છતે જો દુર્જન પોતાનું બળ બતાવે તો તેને બળવાન કહેવાય. શું સૂર્ય ન હોય ત્યારે અંધકારનું પણ બળ વર્ણવાય છે ખરું ?'-આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુર્જન સજજનની અપેક્ષાએ ક્યારે પણ બળવાન હોતા નથી. સજજનોની ઉપસ્થિતિ ન હોય ત્યારે તેઓ વાદ-પ્રતિવાદ જોરશોરથી કરતા હોય છે અને સામાન્ય લોકોમાં તેઓ સમર્થ તરીકે પોતાની છાપ ઉપસાવતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હોતી નથી. સજજનોની ઉપસ્થિતિમાં દુર્જન પોતાના સામર્થ્યને પ્રદર્શિત કરે તો ચોક્કસ જ તે દુર્જનને બળવાન કહી શકાય. પરંતુ એવું બનતું નથી. સજજનોની શ્રદ્ધા, માર્ગનુસારિણી પ્રજ્ઞા અને તાત્વિક પ્રવૃત્તિના સામર્થ્યનીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46