Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ માટે નવા નવા ગ્રંથની રચના ઉપયોગી બને છે.' આ સજ્જનોનું વાક્ય દુર્જનના આક્ષેપનો પ્રતિબંધ કરે છે. ૫૫૩૨૧૬॥ ઉપર જણાવેલી વિગતમાં શાસ્ત્રકારપરમર્ષિની સમ્મતિ જણાવાય છે– सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम् । चारुतां व्रजति सज्जनस्थितिर्नाक्षतासु नियतं खलोक्तिषु ॥३२-१७।। “પ્રસઙ્ગવશ ઉપર જણાવેલી વિગત બુદ્ધિમાન સૂરિપુરંદર પૂ.આ.ભ.શ્રી. હરિભદ્રસૂરિ મહારાજે ‘વિશતિ વિંશિકા' પ્રકરણની પ્રથમવિશિકાના પ્રારંભે જણાવી છે. ખરેખર જ દુર્જનોની વાતોનું ખંડન ન થાય ત્યાં સુધી સજ્જનોની સ્થિતિ સુંદર થતી નથી.’’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે અહીં દુર્જનોના વિષયમાં જે જણાવ્યું છે, તે ‘વિંશતિ વિંશિકા' પ્રકરણની પ્રથમ વિશિકામાં સાતમીથી દશમી ગાથા સુધીની ગાથાઓથી પ્રકરણકારપરમર્ષિએ ફરમાવ્યું છે. એનો સાર એ છે કે “આ પ્રમાણે શક્તિ અનુસાર કથન સ્વરૂપ પ્રકરણની રચનાથી તે તે અધિકારોમાં જે જે શ્રુતથી ઉદ્ધાર ૨૦

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46