Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ પૂ.આ.ભ.શ્રી.વિ. હીર સૂ. મહારાજાની યશ:સુધા(અમૃત)નું પાન કરી-કરીને પંડિતોએ નિરવ આનંદને શું ધારણ કર્યો ન હતો ? (અથર્યો હતો.) તે આ જગદ્ગુરુ શ્રી હિરસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્ય શ્રી કલ્યાણવિજયજી ઉપાધ્યાય થયા હતા, જેઓશ્રીની મતિ પદર્શનસ્વરૂપ સમુદ્રનું મથન કરવા માટે રવૈયા જેવી હતી. * * * चमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी ।। सुशिष्यास्ते तेषां बभुरधिकविद्यार्जितयश:प्रशस्तश्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ॥३॥ જેઓશ્રીમાં શ્રી સિદ્ધહેમવ્યાકરણની સ્પષ્ટ પ્રતિભા એવી હતી કે જે અધિક પદ(ઉન્નત ઉચ્ચ સ્થાન)ની સિદ્ધિમાં જ પ્રેમને ધારણ કરનારી હતી તેથી તે ત્રણે જગતના લોકોના ચિત્તમાં ચમત્કારને કરનારી હતી, તેમ જ જેઓશ્રી અધિક શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત કરેલા યશ સ્વરૂપ પ્રશસ્ત લક્ષ્મીના આશ્રય હતા એવા તે શ્રી લાભવિજયજી ઉપાધ્યાયજી મહારાજા; શ્રીમદ્ કલ્યાણવિજયજી મહારાજાના સુશિષ્ય જ* * * * * * * * * * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46