Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023236/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - હાહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિસ્થિતી સજ્જન સ્તુતિ - બત્રીશી એક-પરિશીલના ૩૨ સંકલન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂકમ. : USLUS: શ્રી કન્ડીશ્નBતા જૈનારીલિજીસટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત‘ત્રિશ-ત્રિશિક્ષ' પ્રકરણાન્તર્ગત સજજનસ્તુતિ બત્રીશી-એક પરિશીલના ઉ૨) : પરિશીલન : પૂ પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ રામચન્ટ સબબ પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્રસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમસૂમ મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમસૂમ મ. : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન કેન રીલીજીયસ ટ્રસ્ટ એક સદગૃહસ્થ. Page #3 -------------------------------------------------------------------------- ________________ સજનસ્તુતિ બત્રીશી-એક પરિશીલન - ૩૨ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૬૧ નકલ- ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન-કેન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલા પ્રમોદભાઈ છોટાલાલ શાહ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. મકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન ફલેટ્સ પ્રેમવર્ધક ફલે નવ-વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઈ હેમચંદ કોમલ’ કબૂતરખાનાની સામે, છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩, : આર્થિક સહકાર : એક સદગૃહસ્થ : મુદ્રણ વ્યવસ્થા : સન ગ્રાફિક્સ (સમીવાળા) પ૭/૬૧, ગુલાલવાડી, બીજે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૨૩૪૬ ૮૬૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્ણતાની પળે... આ પૂર્વે એકત્રીસમી બત્રીસીમાં મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું. હવે આ બત્રીશીમાં મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા સજ્જનોની સ્તવના કરવામાં આવી છે. તેઓની અનેકાનેક વિશેષતાઓનું વર્ણન અહીં વિસ્તારથી કરવામાં આવ્યું છે. સાથે સાથે દુર્જનોની મનોદશાનો પણ ખ્યાલ અપાયો છે. લગભગ અઢાર શ્લોકોથી આ રીતે સજ્જન અને દુર્જનના સ્વરૂપાદિનું વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ પોતાના પૂજ્ય પૂર્વતન મહાપુરુષોનો પરિચય કરાવીને પૂ. ગુરુદેવાદિની પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. તેઓશ્રીની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતી વખતે પોતાની અકિંચન અવસ્થાને માર્મિક રીતે વર્ણવી છે. હૃદયસ્પર્શી એ વર્ણનનું પરિશીલન આત્માને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેના બહુમાનથી પ્લાવિત કરી દેનારું છે. આ ગ્રંથની અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થનારો યશ, આ ગ્રંથના નિર્માણ માટેનું સામર્થ્ય અને આ ગ્રંથના અધ્યયનાદિથી પ્રાપ્ત થનારું ફળ... ઈત્યાદિનું અદ્ભુત વર્ણન આ બત્રીસીના અંતિમ ભાગમાં કરાયું છે... આ રીતે ‘દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકા' પ્રકરણની અહીં સમાપ્તિ થાય છે. આ ગ્રંથની રચના ગહન છે. ગ્રંથકાર પરમર્ષિએ એ વાત આ બત્રીસીમાં જણાવી છે. આજના આ વિષમ કાળમાં આ ગ્રંથનું અધ્યયન ખૂબ જ અલ્પ પ્રમાણમાં થતું હતું. આજથી લગભગ બત્રીસ વર્ષ પૂર્વે સ્વ. પૂજ્યપાદ મારા અનંતોપકારી પરમતારક આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સૂ. મહારાજાએ પ્રથમ બત્રીશીના એકત્રીસમા શ્લોક અંગે મને સામાન્યપણે પૂછ્યું હતું. તેથી ત્યારે આ ગ્રંથના અધ્યયનની મેં શરૂઆત કરી હતી. ત્યાર પછી બે-ત્રણવાર આ ગ્રંથના અધ્યાપનનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. તે દરમ્યાન અધ્યાપનની સુગમતા માટે કેટલાંક વિષમસ્થળે મેં સંસ્કૃતમાં ટિપ્પણી કરી લીધી હતી. પરંતુ વિ.સં. ૨૦૪૫ ના કા.વ. ૪ના દિવસે લાલબાગ-મુંબઈમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ અફપાથી માથી જાયર ઝાનો સ્વ. પૂ. પરમરાધ્યાપાશ્રીએ આ ગ્રંથ ઉપર ગુજરાતીમાં જ વિવરણ લખવા અંગે મને જણાવ્યું હતું. તેથી તે પ્રમાણે કરવાની મારી ભાવના હોવા છતાં સંયોગવશ એ પ્રમાણે કરવાનું શક્ય બન્યું ન હતું. વિ.સં. ૨૦૫૫માં એ કાર્ય મેં શરૂ કર્યું. આજે એ કાર્ય પૂર્ણ થાય છે. આ આનંદના અવસરે એક માત્ર વ્યથાનું કારણ એ છે કે આજે પૂ. પરમારાધ્યાપાશ્રીની પાવન ઉપસ્થિતિ નથી. મારા અધ્યાપક પં.પ્ર.શ્રી તૃમિનારાયણ ઝાનો અનુગ્રહ અને સ્વ. પૂજ્યપરમારાધ્યાપાશ્રી આદિ પરમતારક પૂજ્ય ગુરુદેવોની પુણ્યકૃપાથી આજે આ કાર્ય મેં પૂર્ણ કર્યું છે. આમાં અનેકાનેક અવરોધો હતા. પણ અવસરે અવસરે સહજ રીતે જ તે તે વિષયોના વિદ્વજનોના પુણ્ય પ્રયત્ન અવરોધો દૂર થતા ગયા. ખાસ કરીને મુદ્રિત પ્રતના અશુદ્ધ પાઠોની શુદ્ધિ માટે વિદ્વદર્ય મુ. શ્રી યશોવિજયજી મ.ના “વિંદāશિવ પ્રવર”ના આઠ ભાગોની સહાય અવિસ્મરણીય બની રહેશે. કંઈ કેટલાય સહાયકોના વૃન્દના સહકારથી નિષ્પન્ન આ કાર્યથી પ્રાપ્ત થનારા યશના વાસ્તવિક અધિકારી તે તે સહાયકો છે. અંતે ગ્રંથકારપરમર્ષિના શબ્દોમાં જ વિદ્ધજજનોને “આ પરિશીલનમાં કોઈ સ્થાને ઓછું જણાય તો તેઓ પોતાની મેળે ત્યાં જરૂરી ઉમેરીને અને કોઈ સ્થાને ખોટું જણાય તો યોગ્ય રીતે તેને ઢાંકીને પરિશીલનને સમજવાની કૃપા કરશે'-આવી પ્રાર્થના કરી વિરમું છું... અનેકાનેક આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય : “રત્નપુરી' મલાડ-ઈસ્ટ - મુંબઈ-૯૭ વિક્રમ સંવત ૨૦૬૧ શ્રાવણ વદ ૩ : સોમવાર Page #6 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते सज्जनस्तुतिद्वात्रिंशिका । આ પૂર્વેની બત્રીશીમાં મુક્તિના વિષયમાં પરમતોનું નિરાકરણ કરીને સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષનું સ્વરૂપ સ્વમતાનુસારે વર્ણવ્યું છે. અનંતસુખના ધામ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે શુદ્ધ ધર્મની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે ગુણવાન પ્રત્યેનો અદ્વેષ વગેરે મુખ્ય કારણો છે. ધર્મની સાધના કરનારા સાધવર્ગમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ગુણવાન પ્રત્યેનો અદ્વેષ જોવા મળતો હોય છે. કેટલીક વાર એવું પણ બનતું જોવા મળતું હોય છે કે સાધનાના પ્રકર્ષ સુધી પહોંચતી વખતે આ ગુણવાન પ્રત્યે અદ્વેષ ન હોવાથી સાધના પણ છિન્ન-ભિન્ન થઈ જાય છે. તેથી સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવામાં, ગુણવાન પ્રત્યેનો દ્વેષ, માત્સર્ય અને ઈષ્ય વગેરેનો ભાવ પ્રતિબંધક બની જાય છે એ જાણીને મુમુક્ષુ આત્માઓ ગુણવાનની પ્રત્યે દ્વેષાદિને ધારણ કરતા નથી. એ અદ્વેષની રક્ષા માટે ગુણવાન એવા સજજનોનું સ્વરૂપ જાણી લઈએ તો તેઓશ્રીની પ્રત્યે બહુમાનાદિ ટકી રહે છે. આ આશયથી હવે આ બત્રીશીમાં સજજનની સ્તુતિ દ્વારા તેમનું સ્વરૂપ વર્ણવાય છે , , , k, * * ** * * * * * * * * * *** * * * * * * * * * Page #7 -------------------------------------------------------------------------- ________________ नाम सज्जन इति त्रिवर्णकं, कर्णकोटरकुटुम्बि चेद् भवेत् । नोल्लसन्ति विषशक्तयस्तदा, दिव्यमन्त्रनिहताः खलोक्तयः ॥३२-१॥ સજજન-આ ત્રણવર્ણવાળું નામ, કર્ણવિવરમાં કુટુંબી થાય ત્યારે વિશ્વની શક્તિવાળા દુર્જનોનાં વચનો દિવ્યમંત્રથી સામર્થ્યહીન બનેલાં ઉલ્લાસ પામતાં નથી.” આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે દુર્જનોનાં વચનો સર્ષના વિષ જેવા મારકણાં હોય છે. પરંતુ તેવા પ્રકારના વિષને હરણ કરનારા મંત્રના પ્રયોગથી જેમ વિષેની મારકશક્તિ નાશ પામે છે, તેમ સજજન' આ નામ સ્વરૂપ મંત્ર, કાનમાં આપણા કૌટુંબિક પુરુષોની જેમ જે સદાને માટે વસી જાય તો, દુષ્ટ પુરુષોનાં વિષશક્તિ(મારકશકિત)થી ભરેલાં વચનો, પોતાની શક્તિ એ મંત્રથી નષ્ટ થઈ જવાથી કાંઈ જ કરી શક્યાં નથી. સાવ જ સામર્થહીન બની જાય છે. સજજનના નામમાં એ અચિંત્ય સામર્થ્ય છે કે જેથી દુષ્ટજનોનાં વચનો કોઈ પણ રીતે આત્માની ઉપર ખરાબ સંસ્કાર પાડી શકતા નથી. આ છેલ્લી બત્રીસીમાં માત્ર ગાથાઓ જ છે. તેની ઉપર ટીકાની રચના કરી નથી. તેથી તે તે ગાથાઓનો પરમાર્થ વર્ણવવાનું થોડું અઘરું છે. માત્ર ગાથાઓ ઉપરથી ગ્રંથકાર પરમર્ષિના આશયને સમજવાનું ઘણું જ કપરું છે. આમ છતાં બીજો કોઈ ઉપાય ન હોવાથી એ અંગે થોડો પ્રયત્ન Page #8 -------------------------------------------------------------------------- ________________ અહીં કર્યો છે ૩૧-૧ના સજજનની અપેક્ષાએ દુર્જન બળવાન હોય તો 'સજજન' નામનો મંત્ર દુર્જનનાં વચનોની વિષશક્તિનું હરણ કઈ રીતે કરશે, આ શંકાનું સમાધાન કરાય છેस्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ॥३२-२॥ સજજનો હોતે છતે જો દુર્જન પોતાનું બળ બતાવે તો તેને બળવાન કહેવાય. શું સૂર્ય ન હોય ત્યારે અંધકારનું પણ બળ વર્ણવાય છે ખરું ?'-આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુર્જન સજજનની અપેક્ષાએ ક્યારે પણ બળવાન હોતા નથી. સજજનોની ઉપસ્થિતિ ન હોય ત્યારે તેઓ વાદ-પ્રતિવાદ જોરશોરથી કરતા હોય છે અને સામાન્ય લોકોમાં તેઓ સમર્થ તરીકે પોતાની છાપ ઉપસાવતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હોતી નથી. સજજનોની ઉપસ્થિતિમાં દુર્જન પોતાના સામર્થ્યને પ્રદર્શિત કરે તો ચોક્કસ જ તે દુર્જનને બળવાન કહી શકાય. પરંતુ એવું બનતું નથી. સજજનોની શ્રદ્ધા, માર્ગનુસારિણી પ્રજ્ઞા અને તાત્વિક પ્રવૃત્તિના સામર્થ્યની Page #9 -------------------------------------------------------------------------- ________________ સામે ટકી રહેવાનું સામર્થ્ય દુર્જનમાં ક્યારે ય નથી હોતું. આમ છતાં સજ્જનોની અવિદ્યમાનતામાં દુર્જનો કોઈ વાર પોતાના બળનું પ્રદર્શન કરતા પણ હોય છે. એનો અર્થ એ નથી કે તેઓ બળવાન છે. કારણ કે રાત્રિને વિશે સૂર્ય ન હોય ત્યારે અંધકાર સર્વત્ર પ્રસરે છે. તેથી કાંઈ સૂર્ય કરતાં અંધકારનું બળ(સામર્થ્ય-પ્રભાવ) અધિક છે : એમ થોડું મનાય છે ? સજ્જનો સૂર્યજેવા છે અને દુર્જનો અંધકાર જેવા છે. સૂર્યની ઉપસ્થિતિમાં જ્યાં અંધકારનું અસ્તિત્વ જ શક્ય નથી, ત્યાં તેની બળવત્તાની વિચારણાનો અવકાશ જ કઈ રીતે સંભવે ? સજ્જનોની સામે આવવાનું જ જ્યાં દુર્જનને શક્ય નથી ત્યાં તેની સામે થવાનો પ્રસઙ્ગ જ ક્યાંથી હોય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૨-૨૫ *** સજ્જન અને દુર્જનના પરિચય માટે લિટ્ટો જણાવાય છે दुर्जनस्य रसना सनातनीं, सङ्गतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधातिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ॥३२-३ ॥ “દુર્જનની જીભ હંમેશાં કઠોર વચનની સદ્ગતિને છોડતી નથી; પરંતુ સજ્જનની જીભ હંમેશાં અમૃતથી પણ ચઢિયાતા એવા મધુર અને કોમલ વચનની જ સતિને ૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ છોડતી નથી.”-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, દુર્જનનો સ્વભાવ જ છે કે તે કાયમ માટે કઠોર જ બોલ્યા કરે છે. કોઈ વાર અત્યંત સ્વાર્થને પ્રાપ્ત કરવા મધુર બોલે ત્યારે પણ હૃદયમાં ખૂબ જ કઠોરતા ભરી હોય છે. આનાથી તદ્દન વિપરીત સ્વભાવ સજજનોનો હોય છે. તેઓ હંમેશાં અમૃતથી પણ અધિક મધુર અને કોમલ વચન જ બોલતા હોય છે. કોઈ વાર સામા મા સિની યોગ્યતા જોઈને હિતબુદ્ધિએ કઠોર વચન પણ બોલતા હોય ત્યારે હૈયાની કોમળતાનો નાશ થતો નથી... ઈત્યાદિ વાત અનુભવથી પ્રસિદ્ધ છે. માણસના વચન ઉપરથી સામાન્ય રીતે એના સ્વભાવનો ખ્યાલ આવે છે. આ૩૨-૩ એક જ ૯ સજ્જનોનું માહાત્મ વર્ણવાય છેया द्विजिह्वदलना घनादराद्, याऽऽत्मनीह पुरुषोत्तमस्थितिः । याप्यनन्तगतिरेतयेष्यते, सजनस्य गरुडानुकारिता ॥३२-४॥ “જે દ્વિજિહ(સર્પ, દુર્જન)દલન છે, જે પુરુષોત્તમ (વિષ્ણુ, તીર્થંકર) સ્થિતિ છે અને જે અનંતગતિ (શેષનાગગતિ, અસીમગતિ) છે; આ ત્રણના કારણે સજજનના આત્મામાં અત્યંત આદરથી ગરુડની સમાનતા Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યર્થ છે. અહીં કહેવાનો આશય એ છે કે સજજનો ગરુડ જેવા છે. ગરુડ સર્પનું હલન-ખંડન કરે છે. વિષ્ણુને તે ધારણ કરે છે, કારણ કે એ વિષ્ણુનું વાહન છે અને તેની ગરુડની ગતિ અસીમ છે. આવી જ રીતે સજજનો દુર્જનોનું ખંડન કરે છે, પોતાના આત્મામાં શ્રી તીર્થંકર પરમાત્માને ધારણ કરે છે અને અધ્યાત્મમાર્ગે તેઓશ્રીની અસીમગતિ છે. તેમ જ શેષનાગની પૃથ્વીને ધારણ કરવાની જે ગતિપદ્ધતિ છે તેમ સજજનો પણ પોતાની જવાબદારીને સારી રીતે વહન કરે છે. તેથી તેઓ અનંતગતિ છે. આ રીતે સજજનો પોતાના આત્મામાં અત્યંત આદરથી ગરુડની તુલ્યતાને ધારણ કરે છે એ સમજી શકાય છે. (૩૨-૪માં * * * સજજન અને દુર્જનના ભેદને જ ફરી જણાવાય છે. અર્થાત્ પ્રકારતરથી સજજન અને દુર્જનના ભેદને જણાવાય છેसज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पते र्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥३२-५॥ વિદ્વાનોના ગુણને ગ્રહણ કરવામાં સજજનોની બુદ્ધિ જોડાય છે અને દુર્જનોની બુદ્ધિ તે વિદ્વાનોનાં દૂષણોને Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરવામાં જોડાય છે. ચક્રવાકની દષ્ટિ સૂર્યની કાંતિમાં જોડાય છે અને ઘુવડની દષ્ટિ અંધકારનો સહુ કરે છે..”આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. ' કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સ્વભાવથી જ સજજનો ગુણના અર્થી હોવાથી વિદ્વાનોના ગુણોને ગ્રહણ કરવામાં તેઓ તત્પર હોય છે. જ્યારે દુર્જનો વિદ્વાનોના પણ દોષોને પ્રગટ કરવામાં તત્પર હોય છે. બંન્નેના સ્વભાવમાં ખૂબ જ મોટું અંતર છે-આ વાત ચક્રવાકપક્ષી અને ઘુવડની ઉપમા દ્વારા સમજી શકાય છે. જ્યાં દોષ હોય ત્યાં પણ સામાન્યથી તે પ્રગટ કરાતા નથી. પરંતુ દુર્જનોનો સ્વભાવ જ વિચિત્ર હોય છે, તેથી જ્યાં દોષ નથી તે વિદ્વાનોમાં પણ દોષને પ્રગટ કરે છે. જ્ઞાનાદિગુણોના ભાજન સ્વરૂપ વિદ્વાનોના ગુણ ગ્રહણ કરવા જેટલી યોગ્યતા કદાચ ન પણ મેળવી શકીએ, પરંતુ તેમના દોષો પ્રગટ કરવાની દુર્જનતા તો ન જ દાખવવી જોઈએ.... ઈત્યાદિ સમજાવવાનું તાત્પર્ય છે. ૩૨-પા * * * સ્વભાવથી જ સજજનોના દોષોને દુર્જનો પ્રગટ કરતા હોય છે. પરંતુ એથી સજજનોને કોઈ જ ફરક પડતો નથી. પરંતુ ઉપરથી લાભ થાય છે, એ જણાવાય છે * * * * * * * * * * * ** છે ** * * * Page #13 -------------------------------------------------------------------------- ________________ दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्तिसम्भवात् । व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ।।३२-६॥ “અહીં દુર્જનો દ્વારા સજજનો ઉપર ઉપકાર કરાય છે. કારણ કે દુર્જનોનાં વચનો ઉપર વિજય પ્રાપ્ત કરવાથી સજજનોની કીર્તિ જ ફેલાય છે. તાપના ઉપદ્રવને સહન કરી લેવાથી સુવર્ણની શુદ્ધતા વહિ જ કરે છે ને ?”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે, દુર્જનો જ્યારે પણ સજજનો ઉપર દોષારોપણ કરે છે, ત્યારે પારમાર્થિક દષ્ટિએ સજજનોને લાભ જ થતો હોય છે, પરંતુ તેમને તેથી તેમાં કશું જ ગુમાવવું પડતું નથી, આજ સુધીમાં આવા કંઈકેટલાય પ્રસડો બનેલા છે. કેટલાક મહાત્માઓને એવા પ્રસંગે કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ છે. મહાત્માઓ ઉપર દુર્જનોએ જે પણ આક્ષેપો ક્ય તે બધાનો પ્રતિકાર કર્યા વિના તેને સહન કરી તેની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જેથી મહાત્માઓની કીર્તિ સર્વત્ર વિસ્તારને પામી. આમાં દુર્જનોએ કરેલ દોષારોપણ પણ એક નિમિત્ત તો છે. એને સહન કરી લેવાથી સજજનોને પારમાર્થિક લાભની પ્રાનિ થતી હોય છે. આ વાતનું સમર્થન દષ્ટાંતથી કરાયું છે. સુવર્ણ પણ વહિના તાપના ઉપદ્રવને જીતી લે છે તો તે શુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે સજજનોના Page #14 -------------------------------------------------------------------------- ________________ લાભમાં દુર્જનો ઉપકારક બને છે. ૩૨-દા ત્રીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સજજનોની વાણી અમૃત કરતાં પણ મધુર છે, તેનું કારણ જણાવાય છે या कलविवसते नै सक्षया, या कदाऽपि न भुजङ्गसङ्गता। गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ॥३२-७॥ સજજનોની વાણીમાં કોઈક અતિરિક્ત જ સુધા (અમૃત) છે. કારણ કે તે ચંદ્રમામાં રહેતી ન હોવાથી ક્ષયવાળી નથી, ક્યારે પણ સપની સત કરતી નથી અને તે ઈન્દ્રની સભામાં નથી.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્યાર્થ છે. એની પાછળનો આશય એ છે કે સામાન્ય રીતે લોકમાં પ્રસિદ્ધ છે કે અમૃત ચંદ્રમામાં વૃત્તિ છે અને તેથી ચંદ્રમાની જેમ જ વદ ૧ થી તેનો ક્ષય થાય છે. અમૃતની આસપાસ સર્પ(ભુજંગો) ફરતા હોય છે. તેમ જ અમૃત ઈન્દ્રની સભામાં(દેવલોકમાં) હોય છે. પરંતુ સજ્જનની વાણીમાં જે અમૃત છે તે સુપ્રસિદ્ધ અમૃતથી અતિરિક્ત છે, જે ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પરંતુ તકલીફ એક જ છે કે આવા અમૃતની રુચિ જાગવી જોઈએ તેવી જાગતી નથી. સજજનોની વાણી સાંભળવાની ઈચ્છા થાય, પછી Page #15 -------------------------------------------------------------------------- ________________ તેની પ્રવૃત્તિ થાય અને પછી તેની અભિરુચિ થાય : આ બધું ખૂબ જ અશક્ય છે. તેવા પ્રકારની વિશિષ્ટ ભવિતવ્યતાનો પરિપાક થયો હોય અને કર્મની લઘુતા થયેલી હોય તો જ હિતને કરનારી એવી સજજનની વાણીમાં રહેલી સુધાનો આસ્વાદાનુભવ થાય, અન્યથા એ શક્ય નથી. [૩૨-ળા * * * સજજનોની સુધાયુક્ત વાણીથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેदुर्जनोद्यमतपतुपूर्तिजात्, तापतः श्रुतलता क्षयं व्रजेत् । नो भवेद् यदि गुणाम्बुवर्षिणी, तत्र सजनकृपातपात्ययः ॥३२-८।। ગુણસ્વરૂપ પાણીને વરસાવનારી, સજજનની કૃપાસ્વરૂપ વર્ષાઋતુ ન હોય તો, દુર્જનોના ઉદ્યમ સ્વરૂપ ગ્રીષ્મઋતુથી ઉત્પન્ન થયેલા તાપથી શ્રુતજ્ઞાન સ્વરૂપ વેલડી ક્ષય પામી જાય.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે અહીં દુર્જનના ઉદ્યમને ગ્રીષ્મઋતુ, શ્રુતજ્ઞાનને વેલડી, સજજનની કૃપાને વર્ષાઋતુ અને ગુણોને પાણીની ઉપમા દ્વારા વર્ણવ્યા છે. | દુર્જનોનો સ્વભાવ છે કે શ્રુતજ્ઞાનનો નાશ કરવો. પોતાની વાતનો પ્રતિકાર કરવાનું અદ્ભુત સામર્થ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનમાં છે-એનો ખ્યાલ હોવાથી શ્રુતજ્ઞાનનો નાશ કરવા માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા રહે છે. આ પરિસ્થિતિમાં સજજનોની ગુણાન્વિત કૃપા જ દુર્જનોના એ પ્રયત્નને નિરર્થક બનાવે છે. ગ્રીષ્મઋતુનો તાપ પડ્યા પછી સુકાઈ ગયેલી વેલડીને વર્ષાઋતુની જલવર્ષા જ નાશ પામતી અટકાવે છે-એ સમજી શકાય છે. આવી જ રીતે દુર્જનોના પ્રયત્ન સ્વરૂપ ગ્રીષ્મઋતુના તાપથી નાશ પામતી શ્રુતજ્ઞાનસ્વરૂપ વેલડીને ગુણજળની વર્ષોથી સજજનની કૃપા સ્વરૂપ વર્ષાઋતુ નાશ પામવા દેતી નથી. અન્યથા દુર્જનોના ઉદ્યમથી શ્રુતજ્ઞાનનો નાશ થઈ જાત. H૩૨-૮ ૯ ૯ જ સજજન અને દુર્જનના ભેદને કાયોતરના ભેદથી જણાવાય છેतन्यते सुकविकीर्त्तिवारिधौ दुर्जनेन वडवानलव्यथा । सजनेन तु शशाङ्ककौमुदीसारणवदहो महोत्सवः ॥३२-९॥ “સારા કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં દુર્જનો વડે વડવાગ્નિની વ્યથા ફેલાવાય છે પરંતુ સજજનો વડે તો ચંદ્રમાની જ્યોત્માના સંગના રંગથી યુક્ત એવો મહોત્સવ કરાય છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે સારા કવિઓ અનેકાનેક ગ્રંથોના અર્થને Page #17 -------------------------------------------------------------------------- ________________ સલિત કરે છે અને પ્રયત્નપૂર્વક તેનો વિસ્તાર કરે છે. એ જોઈને સજજનો તેમની કૃતિની પ્રશંસા વગેરે કરીને સજજનોની કીર્તિને સર્વત્ર ફેલાવે છે. ચંદ્રમાના પ્રકાશમાં જેમ સમુદ્રમાં ભરતી આવે છે. તેમ સજજનો દ્વારા કરાયેલી સારા કવિઓની પ્રશંસા વગેરેથી કવિઓની તે તે કૃતિથી સારા કવિઓની કીર્તિ વૃદ્ધિ પામે છે. એનાથી તદ્દન જ વિપરીત કાર્ય કરવાનો સ્વભાવ દુર્જનોનો છે. તેઓ પોતાના સ્વભાવને અનુરૂપ, સારા કવિઓની કૃતિમાં દોષનું ઉદ્ભાવન કરી-કરીને કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં વડવાનલની વ્યથાને ઉપજાવે છે. અર્થા કીર્તિસ્વરૂપ પાણીને શોષી લે છે. સમુદ્રમાં ચંદ્રમાના ઉદયથી ભરતી આવે છે અને સમુદ્રમાં વડવાનલ હોય છે-એ સાહિત્યપ્રસિદ્ધ છે. આ રીતે સજજનો સારા કવિઓની કીર્તિને વિસ્તારે છે અને દુર્જનો તેને ફેલાતી અટકાવે છે-એ કહેવાનું તાત્પર્ય છે. Vi૩૨-૯ાા. ઉપર જણાવ્યા મુજબ દુર્જનોની દુષ્ટતા હોવા છતાં સજજન પુરુષોના અનુગ્રહને લઈને દુર્જનોથી ભય રહેતો નથી, તે જણાવાય છે Page #18 -------------------------------------------------------------------------- ________________ यद्यनुग्रहपरं सतां मनो, दुर्जनात् किमपि नो भयं तदा । सिंह एव तरसा वशीकृते, किं भयं भुवि शृगालबालकात् ॥३२-१०॥ “જો મારા ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવું સજ્જનોનું મન હોય તો દુર્જનથી મને કોઈ જ ભય નથી. કારણ કે ઝડપથી સિંહને જ વશ કરી લીધેલ હોય તો શું જગતમાં શિયાળના બચ્ચાથી ભય હોય ખરો ? અર્થાત્ ન હોય.''-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે દુર્જનો શિયાળના બચ્ચા જેવા છે અને સજ્જનો સિંહજેવા છે. તેમના સંગથી દુર્જનોનો ભય રાખવાનું કોઈ જ કારણ નથી. ।।૩૨-૧૦ના * સજ્જન અને દુર્જનના કાર્યભેદને જ જણાવાય છે , खेदमेव तनुते जडात्मनां सज्जनस्य तु मुदं कवेः कृतिः । स्मेरता कुवलयेऽब्जपीडनं (म्बुजे व्यथा), चन्द्रभासि भवतीति हि स्थिति: ૫૩૨-૫ “જડબુદ્ધિવાળા દુર્જનોને કવિની કૃતિ (ગ્રંથ-રચના) ખેદને જ ઉપજાવે છે. પરંતુ સજ્જનોને તો તે આનંદને ઉપજાવે છે. ચંદ્રની કાંતિ ખીલેલી હોય ત્યારે ચંદ્રવિકાસી મળ(કુવલય) વિકાસ પામે છે. પરંતુ સૂર્યવિકાસી કમળને વ્યથા-પીડા થાય છે. તેથી અહીં આવી સ્થિતિ છે.’-આ ૧૩ ******** Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કોઈનું પણ સારું જોઈ ના શકે-એવો સ્વભાવ દુર્જનોનો હોય છે. તેથી તેમને કવિઓની ગ્રંથની રચનાથી આનંદ ન થાય એ બનવાજોગ છે. એટલાથી પતી જતું હોત તો તે સારું જ હતું, પરંતુ એવું થતું નથી. ઉપરથી કવિઓની કૃતિઓથી તેમને ખેદ જ થતો હોય છે. એનાથી વિપરીત રીતે સજજનોને કવિઓની કૃતિથી આનંદ થાય છે, જે ઉપર કમળના દષ્ટાંતથી સમજાવ્યું છે. ૩૨-૧૧મા એક જ પોતાની કૃતિથી દુર્જનોને ખેદ થાય છે તેથી કવિઓ ગ્રંથની રચનાનો શ્રમ કેમ લે છે : તે જણાવાય છે न त्यजन्ति कवयः श्रुतश्रमं, सम्मुदैव खलपीडनादपि । स्वोचिताचरणबद्धवृत्तयः, साधवः शमदमक्रियामिव ॥३२-१२॥ બીજા કોઈ પણ ગમે તેટલી હેરાનગતિ કરે તો ય, પોતાને ઉચિત એવું આચરણ કરવામાં તત્પર એવા સાધુભગવંતો રામ અને કમની ક્રિયાને જેમ ત્યજતા નથી, તેમ દુર્જનોના પીડનથી પણ શ્રુતમને આનંદથી જ છોડતા નથી.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય એવું છે કે ગ્રંથની રચનાથી કવિજનોને આનંદ થતો હોવાથી, દુર્જનો ગમે તેટલી પીડા આપે તોય એમ જ * * * * * ' * ** ** ** ** ** ** ** Page #20 -------------------------------------------------------------------------- ________________ તેઓ શ્રુતશ્રમનો(ગ્રંથરચનાનો) ત્યાગ કરતા નથી. એ વાતને સ્પષ્ટ કરવા માટે દૃષ્ટાંત ખરેખર જ સરસ આપ્યું છે. પોતાના માટે શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલા આચરણમાં કર્તવ્યતાના અધ્યવસાયને વિશે જેમનું ચિત્ત બંધાયેલું છે, એવા પૂ. સાધુભગવંતો ગમે તેવી પણ વિટ પરિસ્થિતિમાં શમ અને દમની ક્રિયાઓનો ત્યાગ કરતા નથી. વિષય અને કષાયની પરિણતિને દૂર કરનારી ક્રિયાઓને શમદમની ક્રિયા કહેવાય છે. મોક્ષસાધક એ ક્રિયાને કરવામાં પૂ. સાધુમહાત્માઓને ખૂબ જ આનંદનો અનુભવ થતો હોય છે. તેથી ગમે તેવા અવરોધો આવે તોપણ તેઓશ્રી પોતાની શમદમની ક્રિયાનો ત્યાગ કરતા નથી. જેમાં આનંદ પ્રાપ્ત થાય તેને છોડી દેવાનું ન બને-એ સમજી શકાય છે. કવિઓને ગ્રંથરચનાથી આનંદ પ્રાપ્ત થતો હોવાથી તેઓ ગ્રંથરચના કરે છે. દુર્જનોને ખેદ ઉપજાવવા માટે તેઓ ગ્રંથની રચના કરતા નથી. કવિઓની કૃતિથી દુર્જનોને જે ખેદ થાય છે, તેમાં અપરાધ દુર્જનોનો છે. ૩૨-૧૨ ઉપર જણાવેલી જ વાતનું સમર્થન કરાય છેनव्यतंत्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः । नैव भारभयतो विमुच्यते, शीतरक्षणपटीयसी पटी ॥३२-१३॥ ૧૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ “દુર્જનોને ખેદ થાય છે એટલામાત્રથી, સજજનોને જેનાથી રતિ થાય છે એવી નવા ગ્રંથોની રચનાનો ત્યાગ પંડિતો કરતા નથી. કારણ કે ઠંડીથી રક્ષણ કરવા માટે સમર્થ એવું વસ્ત્ર માત્ર ભારના ભયથી છોડાય નહિ.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથની રચનાથી સજજનોને રતિઆનંદ થાય છે, પરંતુ દુર્જનોને ખેદ થાય છે. તેથી કાંઈ પંડિતો ગ્રંથરચનાનું કાર્ય છોડી ના દે. કારણ કે શરીર ઉપર ભાર થાય છે એટલે ઠંડીને દૂર કરનારા રજાઈ કે ધાબળા વગેરે વસ્ત્રને કોઈ દૂર કરતું નથી. અહીં દુર્જનોને થતો ખેદ શરીરના ભાર જેવો છે. સજજનોની રતિ શીતરક્ષા જેવી છે અને શીતરક્ષાને કરનારા વસ જેવી નવા નવા ગ્રંથની રચના છે. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૨-૧૩ * * ૯ ૯ પંડિતજનોને શ્રુતનો મદ હોય છે, તેથી તેઓ નવી નવી ગ્રંથરચના કરે છે-આવા આક્ષેપનો પરિહાર કરાય છે आगमे सति नवः श्रमो मदान स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत्, सोऽयमित्यथ सतां सदुत्तरम् ॥३२-१४॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ “આગમો હોવા છતાં નવા શાને રચવાનો નવો શ્રમ મદના કારણે થાય છે, આગમની મર્યાદા છે માટે નહિ-આ પ્રમાણે દુર્જનો નવા શાસ્ત્રની રચનાને દૂષિત કરે છે. તેથી અહીં સજજનોનો સાચો જવાબ એ છે કે સમુદ્રમાં પ્રવેશ કરાવનાર નૌકાજેવો એ શ્રમ છે.”-આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથરચનાને જોઈને એ વિષયમાં દુર્જનો એમ કહેતા હોય છે કે આગમો વિદ્યમાન હોય તો નવા નવા ગ્રંથોની રચના કરવાની પાછળ શું પ્રયોજન છે ? કારણ કે માત્ર પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન જ ત્યાં મદથી કરાય છે... આવા આક્ષેપના જવાબમાં સજજનોનું એ કહેવું છે કે આગમ સમુદ્ર જેવાં છે. એમાં પ્રવેશ કરવા માટે નાવતુલ્ય પ્રકરણાદિ ગ્રંથો છે. નાવ વિના સમુદ્રમાં જઈએ તો પરિણામ કેવું આવે : તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. પ્રકરણાદિ ગ્રંથોની રચના કરીને ગ્રંથકારપરમર્ષિઓએ આગમસમુદ્રમાં આપણો પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા નવા નવા ગ્રંથોની રચના થઈ ન હોત તો આગમસમુદ્રને પાર પામવાનું શક્ય ના બનત. સમુદ્ર તરવા માટે તો નૌકા છે. નવા ગ્રંથો, આગમના અર્થને પામવા માટેનું એકમાત્ર સાધન છે... Page #23 -------------------------------------------------------------------------- ________________ ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૩૨-૧૪ નવા નવા ગ્રંથોની રચનાથી પૂર્વ પૂર્વ સૂરિભગવંતોની હિલના થાય છે, એ આક્ષેપનું નિરાકરણ કરાય છે पूर्वपूर्वतनसूरिहीलना, नो तथापि निहतेति दुर्जनः । तातवागनुविधायिबालवन्नेयमित्यथ सतां सुभाषितम् ॥३२-१५॥ નૌકાતુલ્ય નવા ગ્રંથોની રચના હોવા છતાં, પૂર્વ પૂર્વ કાળમાં થયેલા પૂજ્ય આચાર્ય ભગવંતોની તેથી હીલના તો થઈ જ જાય છે-આ પ્રમાણે દુર્જનો કહે છે. આના ઉત્તર-સ્વરૂપે અહીં સજ્જનોનું સુભાષિત એ છે કે પિતાની વાતનું જ વિધાન કરનારા બાળકની જેમ અહીં સમજી લેવું.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પોતાના પિતાશ્રીની વાતનો અનુવાદ કરનાર બાળક પોતાના પિતાજીની હીલના જેમ કરતો નથી તેમ અહીં પણ કવિજનો પૂર્વ પૂર્વ કાળના મહાપુરુષોની વાતને જ વિસ્તારથી નવા ગ્રંથોની રચનાથી સમજાવતા હોય છે, તેથી તેઓશ્રીની હલના થતી નથી. પરંતુ તેથી પૂર્વપૂર્વ મહાપુરુષોની પ્રત્યેનો સમર્પણભાવ વ્યક્ત થતો હોય છે. પૂર્વ પૂર્વ શાસ્ત્રકારપરમર્ષિઓનાં અર્થગંભીર વચનોને ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડવા માટેનો જ એ એક Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૨-૧પ * * * આમ છતાં નવા નવા ગ્રંથની રચનાથી થતી સ્વાધ્યાયહાનિથી શું મળવાનું છે, આવી શક્કાનું સમાધાન કરાય છે किं तथाऽपि पलिमन्थमन्थरैरत्र साध्यमिति दुर्जनोदिते। स्वान्ययोरुपकृतिनवा मतिश्चेति सजननयोक्तिरर्गला ॥३२-१६॥ “તો પણ નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિથી થનારી મૂલાગમના સ્વાધ્યાયની હાનિથી શું સિદ્ધ કરવાનું છે ?આ પ્રમાણે દુર્જનો આક્ષેપ કરે છે, ત્યારે તે આક્ષેપનો પ્રતિબંધ કરનાર સજજનોની નીતિને અનુસરનારું એ વચન છે કે સ્વપર ઉપકાર અને નવી બુદ્ધિ સાધ્ય છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યારે મૂળ આગમો વિદ્યમાન છે, ત્યારે તેનો સ્વાધ્યાય કરવાના બદલે નવા નવા ગ્રંથોની રચના કરવામાં સમયનો વ્યય કરી શું સિદ્ધ કરવાનું છે ? અથદ્ કશું જ સિદ્ધ થવાનું નથી.'-આ પ્રમાણે દુર્જનો કવિઓની પ્રત્યે આક્ષેપ કરે છે. એના પરિહાર માટે સજજનોનું નીતિયુક્ત એ વચન છે કે નવા નવા ગ્રંથની રચનાથી મૂળઆગમમાં વર્ણવેલા તે તે પદાર્થનું જ્ઞાન પોતાને અને બીજાને સ્પષ્ટ રીતે થાય છે. તેવા પ્રકારના સ્વપર ઉપકાર માટે અને નવી નવી પ્રજ્ઞા Page #25 -------------------------------------------------------------------------- ________________ માટે નવા નવા ગ્રંથની રચના ઉપયોગી બને છે.' આ સજ્જનોનું વાક્ય દુર્જનના આક્ષેપનો પ્રતિબંધ કરે છે. ૫૫૩૨૧૬॥ ઉપર જણાવેલી વિગતમાં શાસ્ત્રકારપરમર્ષિની સમ્મતિ જણાવાય છે– सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम् । चारुतां व्रजति सज्जनस्थितिर्नाक्षतासु नियतं खलोक्तिषु ॥३२-१७।। “પ્રસઙ્ગવશ ઉપર જણાવેલી વિગત બુદ્ધિમાન સૂરિપુરંદર પૂ.આ.ભ.શ્રી. હરિભદ્રસૂરિ મહારાજે ‘વિશતિ વિંશિકા' પ્રકરણની પ્રથમવિશિકાના પ્રારંભે જણાવી છે. ખરેખર જ દુર્જનોની વાતોનું ખંડન ન થાય ત્યાં સુધી સજ્જનોની સ્થિતિ સુંદર થતી નથી.’’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે અહીં દુર્જનોના વિષયમાં જે જણાવ્યું છે, તે ‘વિંશતિ વિંશિકા' પ્રકરણની પ્રથમ વિશિકામાં સાતમીથી દશમી ગાથા સુધીની ગાથાઓથી પ્રકરણકારપરમર્ષિએ ફરમાવ્યું છે. એનો સાર એ છે કે “આ પ્રમાણે શક્તિ અનુસાર કથન સ્વરૂપ પ્રકરણની રચનાથી તે તે અધિકારોમાં જે જે શ્રુતથી ઉદ્ધાર ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તે તે શ્રુતનો વિચ્છેદ નહિ થાય. કારણ કે રચાયેલા પ્રકરણમાં વિવક્ષિત વિષયના આંશિક દર્શનથી જિજ્ઞાસુઓ તે શ્રુતના અધ્યયનમાં કૌતુક્થી પણ પ્રવૃત્તિ કરશે.’” ||૧-૭ણા “જોકે આ શાસ્ત્રની રચનામાં એક દોષ છે કે તેથી દુર્જનોને પીડા થાય છે. પરંતુ સજ્જનોની બુદ્ધિના સંતોષને જોઈને હું આ ગ્રંથરચનામાં પ્રવૃત્ત થયો છું.” ।।૧-૮।। ‘“તેથી આ પ્રકરણ રચવાથી જે પુણ્ય થશે, તે પુણ્યથી તે દુર્જનોને પણ પીડા થશે નહિ. તેથી જ શુદ્ધાશયપૂર્વકની પ્રવૃત્તિ શાસ્ત્રમાં નિર્દોષ જણાવી છે.'' ।।૧-૯॥ “અન્યથા એ પ્રમાણે માનવામાં ન આવે તો છદ્મસ્થો વડે ક્યારેય કુશળમાર્ગમાં પ્રવૃત્તિ કરી જ શકાશે નહિ. માટે આ પ્રાસંગિક વાતના વિસ્તાર વડે સર્યું.' ॥૧-૧૦ના આ રીતે પૂર્વે જણાવેલા દુર્જનોના આક્ષેપોનો પ્રતિકાર પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ પણ કર્યો છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૨-૧૭ા ** ઉપર જણાવ્યા મુજબ દુર્જનોના આક્ષેપોનું નિરાકરણ કરીને સજ્જનોને નમસ્કાર કરાય છે न्यायतंत्रशतपत्रभानवे, लोकलोचनसुधाञ्जनत्विषे । पापशैलशतकोटिमूर्त्तये, सज्जनाय सततं नमो नमः ॥३२ - १८ || ૨૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ન્યાયતંત્રસ્વરૂપ કમળને વિકસાવવા માટે સૂર્યજેવા, લોકોની આંખો માટે ચંદ્રની કાંતિ જેવા તેમ જ પાપસ્વરૂપ પર્વતને ભેદવા માટે વજજેવા સજજનોને સતત વારંવાર નમસ્કાર થાઓ.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. સૂર્ય, ચંદ્ર અને વજની ઉપમા આપીને અહીં સજજનોનું વર્ણન કર્યું છે. ન્યાય, આંખ અને પાપનો નાશ : આ ત્રણની આવશ્યકતાનો જેને ખ્યાલ છે તેને સજજનો પ્રત્યે બહુમાન પ્રગટ્યા વિના નહીં રહે. શિષ્ટ પુરુષોની મર્યાદા સ્વરૂપ ન્યાય છે. વિવેકપૂર્ણ દષ્ટિ સ્વરૂપ જનનયન છે અને પાપનો નાશ સુપ્રસિદ્ધ છે. એ ત્રણેયની પ્રાપ્તિ માટે સજજનો સૂર્ય વગેરે સ્વરૂપ છે. ૩૨-૧૮ના * * સજજનોને સામાન્યપણે નમસ્કાર કરીને હવે સજજનોની પંક્તિમાં બિરાજમાન પોતાના પૂર્વતન પૂજ્યપાદ ગુરુભગવંતોની પરંપરાનું અનુસ્મરણ કરાય છે भूषिते बहुगुणे तपागणे, श्रीयुतैर्विजयदेवसूरिभिः । भूरिसूरितिलकैरपि श्रिया, पूरित विजयसिंहसूरिभिः ॥३२-१९॥ धाम भास्वदधिकं निरामयं, रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशातिशायितामिष्टपूर्तिषु यदीयमञ्चति ॥३२-२०॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ यैरुपेत्य विदुषां सतीर्थ्यतां, स्फीतजीतविजयाभिधावताम् । धर्मकर्म विदधे जयन्ति ते, श्रीनयादिविजयाभिधा बुधाः ॥३२-२१॥ “શ્રીમાન શ્રી દેવસૂરિજી મહારાજ તથા અનેક પૂ. આચાર્ય ભગવંતોને વિશે તિલકસમાન અને ઐશ્વર્યથી પૂર્ણ એવા પૂ.આ.ભ.શ્રી.વિ. સિંહસૂરિજી મહારાજથી અલંકૃત એવા ઘણા ગુણવાળા તપાગચ્છમાં જેમનું નામ સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી(પ્રભાવવતું) છે, રોગને દૂર કરનારું છે, રમણીય છે અને સર્વત્ર પ્રસિદ્ધ છે તેમ જ જેમનું એ નામ પોતાની ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કામકુંભ કરતાં પણ અધિક શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે એવા, તેમ જ જેઓએ તેજસ્વી એવા જીતવિજયજી નામવાળા વિદ્વાન ઉપાધ્યાયજી મ.નું ગુરુબંધુત્વ પ્રાપ્ત કરીને ધર્મની સાધના કરી તે શ્રીનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જયવંતા વર્તે છે.”આ પ્રમાણે ઓગણીસ, વીસ અને એકવીસમા શ્લોકનો અર્થ છે. ૩૨-૧૯,૨૦,૨૨ા. * * * પૂ. ગુરુદેવશ્રી નયવિજયજી ઉપાધ્યાયજીમહારાજે કરેલા ઉપકારનું સ્મરણ કરાય છેउद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः। एष तेषु धुरि लेख्यतां ययौ, सद्गुणस्तु जगतां सतामपि ॥३२-२२॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ “પ્રયત્નશીલ એવા તેઓશ્રીએ મારી ઉપર કૃપા કરીને મને કાશીમાં તર્કશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. તેઓશ્રીનો આ સદ્દગુણ, જગતમાં પ્રસિદ્ધ એવા સજજનોમાં પણ ગણનાપાત્ર મુખ્ય થયો હતો.”-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એ વખતના કાળમાં વિહાર ખૂબ જ અગવડભર્યા હતા. એવા કપરા સમયમાં ગુજરાત-અમદાવાદથી કાશી જઈને પૂ. ઉપાધ્યાયજી મ.ને તેઓશ્રીના પરમતારક પૂ. ગુરુદેવશ્રીએ ત્યાંના પંડિતો પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું હતું. પોતાના પૂ. ગુરુદેવશ્રીના આ ગુણની પ્રશંસા સર્વત્ર થયેલી. આ વાતનું અનુસ્મરણ કરીને આ શ્લોથી ગ્રંથકાશ્રીએ પોતાના પૂ. ગુરુદેવશ્રીના ઉપકારનું વર્ણન કર્યું છે, જેથી કૃતજ્ઞતા, સમર્પણભાવ અને ગુરુભક્તિ વગેરે ગ્રંથકારશ્રીમાં પ્રતીત થાય છે. ૩૨-૨૨ા. પોતાના પૂ. ગુરુભગવંતનું જ માહાભ્ય વર્ણવાય છે येषु येषु तदनुस्मृति भवेत्, तेषु धावति च दर्शनेषु धीः । यत्र यत्र मरुदेति लभ्यते, तत्र तत्र खलु पुष्पसौरभम् ॥३२-२३॥ “જે જે દર્શનોમાં અને તે પૂ. ગુરુદેવશ્રીનું અનુસ્મરણ Page #30 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તે તે દર્શનોમાં મારી બુદ્ધિ દોડે છે. કારણ કે ખરેખર જ જ્યાં જ્યાં પવન જાય છે, ત્યાં ત્યાં પુષ્પની સુગંધ પ્રાપ્ત થાય છે.”-આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. ગુરુકૃપાનું અદ્ભુત સામર્થ્ય અહીં વર્ણવ્યું છે. છ દર્શનના તે તે આકર ગ્રંથો અત્યંત ગહન હોવાથી તેના પરમાર્થને પામવાનું સરળ નથી, જે ગુરુકૃપાથી ખૂબ જ સરળ બનતું હોય છે. ગ્રંથકારપરમર્ષિએ પોતાના વાસ્તવિક અનુભવનું અહીં વર્ણન કર્યું છે. ઓછા વધતા પ્રમાણમાં એવો અનુભવ આપણને પણ કોઈ વાર થતો હોય છે. પરંતુ એ ક્ષણવાર માટે હોવાથી તેની છાયા આપણા જીવનમાં પડતી નથી. અહીં તો ગ્રંથકારશ્રીની જ્ઞાનોપાસનામય સાધનામાં એ અનુભવ પળે પળે થાય એમાં આશ્ચર્ય નથી. ૩૨-૨૩ * * પૂ. ગુરુદેવશ્રીના અનુસ્મરણના ફળવિશેષને જણાવાય છે तद्गुणै मुकुलितं रवेः करैः, शास्त्रपद्ममिह मन्मनोहदात् । उल्लसन्नयपरागसङ्गतं, सेव्यते सुजनषट्पदव्रजैः ॥३२-२४॥ અત્યાર સુધી બિડાયેલું શાસ્ત્રકમળ; મારા મનસ્વરૂપે સરોવરમાંથી, પૂ. ગુરુદેવશ્રીના ગુણો સ્વરૂપ Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂર્યકિરણો વડે વિકાસ પામે છે. તે નયસ્વરૂપ પરાગથી યુક્ત એવું શાસ્ત્રમેળ સજજનસ્વરૂપ ભમરાઓના સમુદાયો વડે સેવાય છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે-ગ્રંથકારપરમર્ષિના મનસ્વરૂપ સરોવરમાં અત્યાર સુધી દીક્ષાના પૂર્વકાળમાં શાસ્ત્ર સ્વરૂપ કમળ બિડાયેલું હતું. પરંતુ ત્યાર પછી પોતાના ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવશ્રીના નામસ્મરણાદિસ્વરૂપ ગુણરૂપી સૂર્યકિરણો વડે એ શાસ્ત્રકમળ ખીલવા માંડ્યું. ખીલેલા એ કમળમાં સજજનોની નીતિ સ્વરૂપ પરાગ છે. એવા પરાગથી યુક્ત એવા કમળને સજજનોસ્વરૂપ ભમરાઓના સમુદાયો સેવે છે. આના મૂળમાં પૂ. ગુરુદેવશ્રીનું નામસ્મરણ કાર્યરત છે-એ સમજી શકાય છે. ૩૨-૨૪ આવા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોનું ઋણ વાળી શકાય એવું નથી : એ જણાવાય છેनिर्गुणो बहुगुणै विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः। वारिदस्य ददतो हि जीवनं, किं ददातु बत चातकार्भकः ॥३२-२५॥ બહુગુણોથી શોભતા એવા પૂ. ગુરુભગવંતને, નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકૃત કરું ? કારણ કે પોતાનું જીવન આપનાર મેઘને, બિચારું ચાતક બાલ શું Page #32 -------------------------------------------------------------------------- ________________ આપી શકે ?'-આ પચીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. અહીં ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના અનંત ઉપકારનું વર્ણન કર્યું છે. ઘણા ગુણોથી અલંકૃત એવા પૂ. ગુરુદેવશ્રીએ જે ઉપકાર ક્યાં છે તેની કોઈ સીમા નથી. એના ઋણને અંશત: પણ ચૂકવવાનું સામર્થ્ય પોતામાં નથી : એ પ્રમાણે પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે. સંયમજીવનનું પ્રદાન કરનારા પૂ. ગુરુભગવંત મેઘજેવા છે અને પોતે સર્વથા ગુણહીન ચાતકના બાલ જેવા છે-આ પ્રમાણે જણાવીને ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ સૂચવ્યો છે. સમર્થ શાસ્ત્રકારપરમર્ષિની એ વાત સમજી શકીએ તો ગુરુભક્તિના ફળને પ્રાપ્ત કરી શકીએ. અન્યથા જેમ ચાલે છે તેમ ચાલ્યા જ કરશે. [૩૨-૨પણા આમ છતાં પૂ. ગુરુભગવંતશ્રીના યશના વિસ્તારથી પોતાના ચિત્તમાં આનંદ થાય છે : તે જણાવાય છેप्रस्तुतश्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः । यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ॥३२-२६॥ આરંભેલા આ શાસ્ત્રની રચનાના શ્રમ(પ્રયત્નોથી જેનું સમર્થન કરાયું છે એવા, યોગ્યને આપવાથી ફળેલા નયો વડે પૂ. ગુરુદેવશ્રીનો જે યશ સજજનોના અનુગ્રહથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ચારે દિશામાં ફેલાય છે : એટલી જ વાત મારા ચિત્તના આનંદ માટે છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે નિર્દુળો... ઈત્યાદિ શ્લોકથી ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોના બદલામાં તેઓશ્રીને આપી શકાય એવી એક પણ વસ્તુ પોતાની પાસે નથી-એમ જણાવીને ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આવી સ્થિતિમાં પણ એક આનંદની જે વાત છે તે આ શ્લોકથી જણાવી છે. પૂ. ગુરુદેવશ્રીના એકમાત્ર અનુગ્રહથી કરાયેલી ગ્રંથરચનાના પરિશ્રમથી નયોનું સમર્થન થાય છે. એવા ગ્રંથોના યોગ્ય જીવોને કરાવાતાં અધ્યયનાદિથી સફળ બનેલા નયોથી પૂ. ગુરુદેવશ્રીનો યશ, ચારે દિશામાં સજ્જનોના અનુગ્રહથી ફેલાય છે-તે મારા ચિહ્ના આનંદ માટે થાય છે. કારણ કે આ રીતે પણ અંતે તો પૂ. ગુરુદેવશ્રીના યશનો જ સર્વત્ર ફેલાવો થાય છે. સજ્જનો ‘પૂ.ઉપા.શ્રી નયવિજયજી મહારાજાના શિષ્ય પૂ.ઉપા.શ્રી યશોવિ. મહારાજે આ ગ્રંથની રચના કરી છે.'-આ પ્રમાણે કહીને મારા પૂ. ગુરુદેવશ્રીના જ યશને વિસ્તારે છે-એમ ગ્રંથકારશ્રી આ શ્લોથી ફરમાવે છે. II૩૨-૨૬।। ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પોતાના પૂ. ગુરુદેવશ્રીની આટલી સ્તવના કરવાનું શું પ્રયોજન છે ? જગતમાં બીજા પણ અનેક સજજનો તો છે જ ને ?-આ શંકાનું સમાધાન કરાય છે आसते जगति सजनाः शतं, तैरुपैमि नु समं कमञ्जसा। किं न सन्ति गिरयः परःशता, मेरुरेव तु बिभर्तु मेदिनीम् ॥३२-२७॥ “આ જગતમાં સજજનો તો સેંકડો છે. પરંતુ મારા તે પરમકૃપાળુ ગુરુદેવશ્રી સાથે સહસા ક્યા સજજનને સરખાવું? શું સંડો પર્વતો આ પૃથ્વી ઉપર નથી ? છતાં પૃથ્વીને તો મેરુપર્વત જ ધારણ કરે ને ?'-આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ જગતમાં સેન્ડો-હજારો સજજનો છે. પરંતુ જ્યારે નિરંતર પોતાની પાસે જ પરમોપકારનિરત એવા પરમતારક ગુરુદેવશ્રી હોય તો બીજાની પાસે જવાનો કે તેઓનો વિચાર કરવાનો પ્રસંગ જ ક્યાં આવે છે ?... ઈત્યાદિ સમજી શકાય છે. પોતાની પાસે જ ઔષધિ હોય તો પર્વત ઉપર કોણ જાય ? ૩૨-૨ણા * * * ગ્રંથકાશ્રી પોતાનું ગ્રંથકર્તુત્વ જણાવે છેतत्पदाम्बुरुहषट्पदः स च, ग्रंथमेनमपि मुग्धधी व्यधाम् । यस्य भाग्यनिलयोऽजनि श्रियां, सद्म पद्मविजयः सहोदरः ॥३२-२८॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ તે શ્રી નિયવિજયજી ઉપાધ્યાયજી મહારાજાના ચરણારવિંદમાં ભમરાસમાન એવા તે મુગ્ધબુદ્ધિવાળા યશોવિજયે આ ગ્રંથ બનાવ્યો છે કે જેના (મારા) ભાગ્યના નિધાન અને લક્ષ્મીના આશ્રય એવા પવવિજય સગા ભાઈ થયા હતા.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પૂ. ઉપાધ્યાય શ્રી નવિજયજી મહારાજાના શિષ્ય મહામહોપાધ્યાયજી મહારાજાએ આ ગ્રંથની રચના કરી છે. તેઓશ્રીના સંસારીપણાના સગા ભાઈ પૂ. પવવિજયજી મહારાજા હતા. પૂ. ગુરુદેવશ્રીની અગાધ કૃપાથી આ ગ્રંથની રચના કરી છે :-એમ જણાવતાં ગ્રંથકારશ્રીએ પોતાને મુગ્ધમતિ તરીકે વર્ણવ્યા છે. એનું તાત્પર્ય એટલું જ છે કે આ ગ્રંથરચનામાં પોતાની બુદ્ધિ-પ્રતિભા કરતાં પણ ગુરુકૃપાનું સામર્થ્ય અચિત્ત્વ છે. આ ગ્રંથની રચના એ વિના શક્ય જ ન બનત. ૩૨-૨૮ ગ્રંથની રચનાની સફળતા જણાવાય છેमत्त एव मृदुबुद्धयश्च ये, तेष्वतोऽप्युपकृतिश्च भाविनी । किं च बालवचनानुभाषणानुस्मृति: परमबोधशालिनाम् ॥३२-२९॥ “મારા કરતાં પણ જેઓ અલ્પબુદ્ધિવાળા છે, તેઓને Page #36 -------------------------------------------------------------------------- ________________ વિશે જ આ ગ્રંથની રચનાથી ઉપકાર થવાનો છે. તેમ જ પરમબોધવાળા જીવોને બાળકના વચનને બોલવાનું સ્મરણ કરાવનાર આ ગ્રંથ બનશે.' આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રંથકારશ્રી કરતાં જેમની બુદ્ધિ મૂઠુ-કોમળ છે તેમના માટે આ ગ્રંથ અત્યંત ઉપકારક નીવડશે. પરંતુ તેઓશ્રી કરતાં જેમનો બોધ ઉત્કૃષ્ટ છે; તેમના માટે આ ગ્રંથ કોઈ પણ ઉપકાર ન કરે તોપણ તેમના માટે એ આનંદનું કારણ બની રહેશે. કારણ કે એ મહાબુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષોની અપેક્ષાએ ગ્રંથકારશ્રી પોતાને બાળક માને છે. બાળકનાં વચનોને સાંભળવાથી તેમના વડીલજનો જેમ આનંદ પામે છે, તેમ ગ્રંથકારશ્રીના આ ગ્રંથના અધ્યાપનાદિથી પ્રાજ્ઞ મહાત્માઓને બાળકોનાં વચનોની સ્મૃતિ થવાથી આનંદ જ થવાનો છે. તેથી આ ગ્રંથની રચના સફ્ળ છે...એ સ્પષ્ટ છે. ૫૩૨ ૨૯૦ા આ ગ્રંથની રચનામાં કેટલાક લોકો પૂર્વ મહાત્માઓએ રચેલા હતા તે છે, કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કરી એવાને એવા જ છે તો આમાં નવું શું કર્યું છે ?-આ શંકાનું સમાધાન કરાય છે ૩૧ ** Page #37 -------------------------------------------------------------------------- ________________ अत्र पद्यमपि पाङ्क्तिकं क्वचिद्, वर्त्तते च परिवर्त्तितं क्वचित् । स्वान्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ॥३२-३०॥ “આ ગ્રંથમાં જોકે કેટલાક લોકો પૂર્વકાળના મહાત્માઓની પંક્તિને અક્ષરશઃ અનુસરનારા છે અને કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કર્યો છે. પરંતુ એ વખતે મારો (ગ્રંથકૃદ્નો) ઉદ્દેશ એ હતો કે તે તે સ્થળોનું પોતાને અને બીજાને સ્મરણ કરાવવું. તેથી તેમ કરતાં આ માણસ (ગ્રંથકારશ્રી) કોઈ અપરાધ કરતો નથી.'' આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે ઉપર જણાવ્યા મુજબ આ ગ્રંથમાં અક્ષરશઃ કે થોડા ફેરફાર સાથે જે જે શ્લોકોનું અવતરણ કરાયું છે, તે તે શ્લોકોથી તે તે ગ્રંથનું સ્વપરને અનુસ્મરણ થાય-એ સ્પષ્ટ છે અને તેથી એ ઉદ્દેશથી કરાયેલા અવતરણમાં કોઈ જ દોષ નથી. ।।૩૨-૩૦ના * આવા ગ્રંથનું અધ્યયન કે અધ્યાપન કઈ રીતે થશે, તે જણાવાય છે ख्यातिमेष्यति परामयं पुनः, सज्जनैरनुगृहीत एव च । किं न शङ्करशिरोनिवासतो, निम्नगा सुविदिता सुरापगा ॥ ३२ -३१॥ ‘‘સજ્જનો દ્વારા અનુગ્રહને પાત્ર બનેલો જ આ ગ્રંથ ૩૨ **** ****** Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ કોટિની ખ્યાતિને પ્રાપ્ત કરશે. શું સફરના મસ્તકે રહેવાથી નીચે જવાના સ્વભાવવાળી પણ ગાનદી સુરનદી તરીકે પ્રસિદ્ધ નથી થઈ ?”-આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકોનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે આવા ગ્રંથોનું અધ્યયન કષ્ટસાધ્ય હોવાથી ખાસ કોઈ કરતું નથી. પરંતુ સજજનો આવા ગ્રંથને ભણાવવા દ્વારા પોતાના અનુગ્રહને પાત્ર બનાવે તો જ આ ગ્રંથ પરમખ્યાતિને પ્રાપ્ત કરશે. અન્યથા આ ગ્રંથ કોઈ પણ રીતે ખ્યાતિને પ્રાપ્ત કરી શકશે નહિ. મહાપુરુષો અનુગ્રહ કરે તો નાની પણ વસ્તુ આદરપાત્ર બનતી હોય છે. તેથી જ નીચે ગમન કરનારી એવી ગંગાનદી શંકરના અનુગ્રહથી સુરનદી' (દેવતાઈ નદી), તરીકે પ્રસિદ્ધિને પામી છે. સજજનોનો અનુગ્રહ કરવાનો જ સ્વભાવ હોય છે તેથી તેઓ દ્વારા આ ગ્રંથ પ્રચારમાં આવશે જ. ઈત્યાદિ તાત્પર્ય સ્પષ્ટ છે. ૩૨-૩૧ા * * * સમસ્ત પ્રકરણાર્થનો ઉપસંહાર (સમાપન) કરાય છેयत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्याशुधारा, निस्ताराजन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । अस्माकं किं च यस्माद् भवति शमरसै नित्यमाकण्ठतृप्तिजैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ॥३२-३२॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ જેમાં બીજો દર્શનોના અજ્ઞાનસ્વરૂ૫ અંધકારનો વિનાશ કરવા માટે સૂર્યનાં કિરણોની ધારા જેવી સ્યાદ્વાદવિદ્યા છે, જેનાથી ભવસાગરનો વિસ્તાર પામીને જીવો મોક્ષપદને પ્રાપ્ત કરે છે તેમ જ જેનાથી અમને શમરસથી સદાને માટે આકંઠ તૃમિ થાય છે, તે આ પરમાનંદસ્વરૂપ કંદના વિકાસ માટે મેઘજેવું શ્રી જિનેશ્વરદેવોનું શાસન જયવંતું વર્તે છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે, જેનો આશય અત્યંત સ્પષ્ટ છે. એને અનુરૂપ અજ્ઞાનને દૂર કરી સંસારસાગરનો પાર પામવા દ્વારા પરમાનંદપદને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા સાથે આ પરિશીલન પૂર્ણ કરાય છે. સજજનોના ગુણોનું વર્ણન જેમાં છે એવી આ છેલ્લી બત્રીસી છે. ગ્રંથના અવિચ્છેદના કારણભૂત મંગળ સ્વરૂપ આ બત્રીશી સ્પષ્ટ છે. તેથી આ બત્રીશીની ટીકા ગ્રંથકાશ્રીએ કરી નથી. ૩૨-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सजनस्तुतिद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ श्रीग्रंथकारपरस्त प्रतापार्के येषां स्फुरति विहितरकारमतःसरोजप्रोल्लासे भवति कुमतव्याबिस विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजयाँ दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ॥१॥ જે હીરસૂરીશ્વરજી મહારાજાના પ્રતાપ સ્વરૂપ સૂર્યથી અકબર બાદશાહના મન સ્વરૂપ કમળનો વિકાસ થયો હતો, તે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનો પ્રતાપસ્વરૂપ સૂર્ય ફરતો હોય ત્યારે એકાંત કદાગ્રહની માન્યતા સ્વરૂપ અંધકારનો વિલય થાય છે. તેઓશ્રીની વાણી, દયાસ્વરૂપ વેલડીને વધારવા માટે મેઘના જળની ધારા જેવી હતી. આ જગતમાં વિજયને પ્રાપ્ત કરનારા એવા તેઓશ્રી આ શ્રી જિનશાસનમાં શોભતા હતા. તેના प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षट्तर्कोदधिमथनमन्थानमतयः सुशिष्योपाध्याय बभुरिह हि कल्याणविजया: ॥२॥ જે સગુણોના સમુદાયને ધારણ કરતા હતા તે Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.ભ.શ્રી.વિ. હીર સૂ. મહારાજાની યશ:સુધા(અમૃત)નું પાન કરી-કરીને પંડિતોએ નિરવ આનંદને શું ધારણ કર્યો ન હતો ? (અથર્યો હતો.) તે આ જગદ્ગુરુ શ્રી હિરસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્ય શ્રી કલ્યાણવિજયજી ઉપાધ્યાય થયા હતા, જેઓશ્રીની મતિ પદર્શનસ્વરૂપ સમુદ્રનું મથન કરવા માટે રવૈયા જેવી હતી. * * * चमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी ।। सुशिष्यास्ते तेषां बभुरधिकविद्यार्जितयश:प्रशस्तश्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ॥३॥ જેઓશ્રીમાં શ્રી સિદ્ધહેમવ્યાકરણની સ્પષ્ટ પ્રતિભા એવી હતી કે જે અધિક પદ(ઉન્નત ઉચ્ચ સ્થાન)ની સિદ્ધિમાં જ પ્રેમને ધારણ કરનારી હતી તેથી તે ત્રણે જગતના લોકોના ચિત્તમાં ચમત્કારને કરનારી હતી, તેમ જ જેઓશ્રી અધિક શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત કરેલા યશ સ્વરૂપ પ્રશસ્ત લક્ષ્મીના આશ્રય હતા એવા તે શ્રી લાભવિજયજી ઉપાધ્યાયજી મહારાજા; શ્રીમદ્ કલ્યાણવિજયજી મહારાજાના સુશિષ્ય જ* * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #42 -------------------------------------------------------------------------- ________________ થયા હતા. રૂા. * * * यदीया दृग्लीलाभ्युदयजननी मादृशि जने जडस्थानेऽप्यर्कद्युतिरिव जवात् पङ्कजवने । स्तुमस्तच्छिष्याणां बलमविकलं जीतविजया-भिधानां विज्ञानां कनकनिकषस्निग्धवपुषाम् ॥४॥ જેમ સૂર્યની કાંતિ કમળના વનમાં ખૂબ જ શીઘ કમળોનો વિકાસ કરે છે તેમ જેઓશ્રીની દરિલીલા મારા જેવા જડ માણસમાં પણ અભ્યદયને ઉત્પન્ન કરે છે તે, શ્રી લાભવિ. ઉપાધ્યાયજી મ.ના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી જીતવિજયજી મહારાજા થયા હતા. તેઓશ્રીનું શરીર, સુવર્ણની પરીક્ષા માટેના કસોટીના પાષાણ જેવી સ્નિગ્ધ કાંતિવાળું હતું. વિદ્વાન એવા તેઓશ્રીના પરિપૂર્ણ બળની અમે સ્તવના કરીએ છીએ. જા * * प्रकाशार्थ पृथ्व्यास्तरणिरुदयाद्रेरिह यथा यथा वा पाथोभृत्सकलजगदर्थं जलनिधेः । तथा वाणारस्याः सविधमभजन ये मम कृते सतीर्थ्यास्ते तेषां नयविजयविज्ञा विजयिनः ॥५॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ તે પૂ.ઉપí.શ્રી જીતવિ. મહારાજાના ગુરુભાઈ, પંડિતવર્ષ ઉપાધ્યાયજી શ્રી નવિજયજી મહારાજા હતા. પૃથ્વી ઉપર પ્રકાશ માટે સૂર્ય જેમ ઉદયાચલ પર્વત સમીપે જાય છે તેમ જ સકળ વિશ્વને પાણી માટે (ઉપકારાર્થે) વાદળ જેમ સમુદ્ર સમીપે જાય છે, તેમ મારા(અભ્યાસ) માટે જે પૂજ્ય ગુરુદેવશ્રી કાશી ગયા હતા, તે પૂ.ઉપા. શ્રી નયવિજયજી મહારાજા જયવંતા વર્તે છે... પા यशोविजयनाम्ना तच्चरणाम्भोजसेविना । द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ॥६॥ તે પૂજ્યગુરુદેવ શ્રી નયવિજયજી મહારાજાના ચરણારવિંદની સેવા કરનારા યશોવિજયજી નામના શિષ્ય દ્વાત્રિંશિકા મૂળ ગ્રંથ ઉપર ‘તત્ત્વાર્થદીપિકા’ નામની ટીકા કરી છે. ॥૬॥ महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राप्यहह महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टि निविशते ॥७॥ ૩૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓની શાસ્ત્રરચનામાં કવચિત્ મહાન ગંભીર અર્થનું નિરૂપણ કરાયું હોય ત્યાં નિરર્થક્તાને જોતા હોય છે અને કવચિદ્ર ગ્રંથની સરળ રચના હોય ત્યારે શું પાંડિત્ય છે ?'-આ પ્રમાણે સર્વત્ર ઊધું જોવાની જેમને કુટેવ છે અને અત્યંત મૂર્ખ લોકોની સભામાં તાળી પાડવાનું જ જેઓ કામ કરનારા છે એવા ખલ(દર્શન) પુરુષોની દષ્ટિ ક્યારે પણ સગુણોને વિશે જતી નથી. IIણા “ગોને હિ" બલજન) થવાનું જ अपि न्यूनं दत्वाभ्यधिकमपि सम्मील्य सुनयै वितत्य व्याख्येयं वितथमपि संगोप्य विधिना । अपूर्वग्रंथार्थप्रथनपुरुषार्थाद् विलसतां सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदयविधौ ॥८॥ સજજનોનો સ્વભાવ દુર્જનોના સ્વભાવથી તદ્દન જ વિપરીત છે. ગ્રંથની રચનામાં કોઈ સ્થાને ન્યૂનતા રહી હોય તોપણ ત્યાં અધિક પણ પોતાની મેળે મેળવીને સુનયોથી ગ્રંથાર્થને વિસ્તારથી જણાવીને તેમ જ કોઈ વાર ખોટું પણ હોય ત્યારે વિધિપૂર્વક તેને ઢાંકીને અપૂર્વ એવા ગ્રંથાર્થનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી શોભતા એવા સજજનોની દષ્ટિ ખરેખર જ કવિઓની કૃતિઓની વિભૂષાના ઉદય Page #45 -------------------------------------------------------------------------- ________________ માટે સૃષ્ટિસમાન છે. દા * * * अधीत्य सुगुरोरेनां, सुदृढं भावयन्ति ये । ते लभन्ते श्रुतार्थज्ञाः, परमानन्दसम्पदम् ॥९॥ . સુગુરુભગવંતની પાસે જે લોકો આ દ્વાર્વિશદ્ દ્વાચિંશિકાની ટીકાનું અધ્યયન કરી દઢતાપૂર્વક તેનું પરિભાવન કરે છે, તેઓ કૃતાર્થના જ્ઞાતા બની પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરે છે. ભા. જ * * प्रत्यक्षरं ससूत्राया, अस्या मानमनुष्टुभाम् । शतानि च सहस्राणि, पञ्च पञ्चाशदेव च ॥१०॥ પાંચ હજાર અને પાંચસો પચાસ (૫૫૫૦) જેટલા અનુણુભ છંદના શ્લોકો જેટલું; આ મૂળ સાથે ટીકાનું દરેક અક્ષરની ગણનાએ પ્રમાણ છે. આવા આ પ્રમાણે મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી ગણિવર્યવિરચિત ‘દ્વત્રિશદ્ દ્વાત્રિશિકા’ પ્રકરણ પૂર્ણ થયું. Page #46 -------------------------------------------------------------------------- _