SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રયત્નશીલ એવા તેઓશ્રીએ મારી ઉપર કૃપા કરીને મને કાશીમાં તર્કશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. તેઓશ્રીનો આ સદ્દગુણ, જગતમાં પ્રસિદ્ધ એવા સજજનોમાં પણ ગણનાપાત્ર મુખ્ય થયો હતો.”-આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એ વખતના કાળમાં વિહાર ખૂબ જ અગવડભર્યા હતા. એવા કપરા સમયમાં ગુજરાત-અમદાવાદથી કાશી જઈને પૂ. ઉપાધ્યાયજી મ.ને તેઓશ્રીના પરમતારક પૂ. ગુરુદેવશ્રીએ ત્યાંના પંડિતો પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું હતું. પોતાના પૂ. ગુરુદેવશ્રીના આ ગુણની પ્રશંસા સર્વત્ર થયેલી. આ વાતનું અનુસ્મરણ કરીને આ શ્લોથી ગ્રંથકાશ્રીએ પોતાના પૂ. ગુરુદેવશ્રીના ઉપકારનું વર્ણન કર્યું છે, જેથી કૃતજ્ઞતા, સમર્પણભાવ અને ગુરુભક્તિ વગેરે ગ્રંથકારશ્રીમાં પ્રતીત થાય છે. ૩૨-૨૨ા. પોતાના પૂ. ગુરુભગવંતનું જ માહાભ્ય વર્ણવાય છે येषु येषु तदनुस्मृति भवेत्, तेषु धावति च दर्शनेषु धीः । यत्र यत्र मरुदेति लभ्यते, तत्र तत्र खलु पुष्पसौरभम् ॥३२-२३॥ “જે જે દર્શનોમાં અને તે પૂ. ગુરુદેવશ્રીનું અનુસ્મરણ
SR No.023236
Book TitleSajjan Stuti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy