SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે, તે તે દર્શનોમાં મારી બુદ્ધિ દોડે છે. કારણ કે ખરેખર જ જ્યાં જ્યાં પવન જાય છે, ત્યાં ત્યાં પુષ્પની સુગંધ પ્રાપ્ત થાય છે.”-આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. ગુરુકૃપાનું અદ્ભુત સામર્થ્ય અહીં વર્ણવ્યું છે. છ દર્શનના તે તે આકર ગ્રંથો અત્યંત ગહન હોવાથી તેના પરમાર્થને પામવાનું સરળ નથી, જે ગુરુકૃપાથી ખૂબ જ સરળ બનતું હોય છે. ગ્રંથકારપરમર્ષિએ પોતાના વાસ્તવિક અનુભવનું અહીં વર્ણન કર્યું છે. ઓછા વધતા પ્રમાણમાં એવો અનુભવ આપણને પણ કોઈ વાર થતો હોય છે. પરંતુ એ ક્ષણવાર માટે હોવાથી તેની છાયા આપણા જીવનમાં પડતી નથી. અહીં તો ગ્રંથકારશ્રીની જ્ઞાનોપાસનામય સાધનામાં એ અનુભવ પળે પળે થાય એમાં આશ્ચર્ય નથી. ૩૨-૨૩ * * પૂ. ગુરુદેવશ્રીના અનુસ્મરણના ફળવિશેષને જણાવાય છે तद्गुणै मुकुलितं रवेः करैः, शास्त्रपद्ममिह मन्मनोहदात् । उल्लसन्नयपरागसङ्गतं, सेव्यते सुजनषट्पदव्रजैः ॥३२-२४॥ અત્યાર સુધી બિડાયેલું શાસ્ત્રકમળ; મારા મનસ્વરૂપે સરોવરમાંથી, પૂ. ગુરુદેવશ્રીના ગુણો સ્વરૂપ
SR No.023236
Book TitleSajjan Stuti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy