________________
नाम सज्जन इति त्रिवर्णकं, कर्णकोटरकुटुम्बि चेद् भवेत् । नोल्लसन्ति विषशक्तयस्तदा, दिव्यमन्त्रनिहताः खलोक्तयः ॥३२-१॥
સજજન-આ ત્રણવર્ણવાળું નામ, કર્ણવિવરમાં કુટુંબી થાય ત્યારે વિશ્વની શક્તિવાળા દુર્જનોનાં વચનો દિવ્યમંત્રથી સામર્થ્યહીન બનેલાં ઉલ્લાસ પામતાં નથી.”
આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે દુર્જનોનાં વચનો સર્ષના વિષ જેવા મારકણાં હોય છે. પરંતુ તેવા પ્રકારના વિષને હરણ કરનારા મંત્રના પ્રયોગથી જેમ વિષેની મારકશક્તિ નાશ પામે છે, તેમ સજજન' આ નામ સ્વરૂપ મંત્ર, કાનમાં આપણા કૌટુંબિક પુરુષોની જેમ જે સદાને માટે વસી જાય તો, દુષ્ટ પુરુષોનાં વિષશક્તિ(મારકશકિત)થી ભરેલાં વચનો, પોતાની શક્તિ એ મંત્રથી નષ્ટ થઈ જવાથી કાંઈ જ કરી શક્યાં નથી. સાવ જ સામર્થહીન બની જાય છે. સજજનના નામમાં એ અચિંત્ય સામર્થ્ય છે કે જેથી દુષ્ટજનોનાં વચનો કોઈ પણ રીતે આત્માની ઉપર ખરાબ સંસ્કાર પાડી શકતા નથી. આ છેલ્લી બત્રીસીમાં માત્ર ગાથાઓ જ છે. તેની ઉપર ટીકાની રચના કરી નથી. તેથી તે તે ગાથાઓનો પરમાર્થ વર્ણવવાનું થોડું અઘરું છે. માત્ર ગાથાઓ ઉપરથી ગ્રંથકાર પરમર્ષિના આશયને સમજવાનું ઘણું જ કપરું છે. આમ છતાં બીજો કોઈ ઉપાય ન હોવાથી એ અંગે થોડો પ્રયત્ન