SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કોઈનું પણ સારું જોઈ ના શકે-એવો સ્વભાવ દુર્જનોનો હોય છે. તેથી તેમને કવિઓની ગ્રંથની રચનાથી આનંદ ન થાય એ બનવાજોગ છે. એટલાથી પતી જતું હોત તો તે સારું જ હતું, પરંતુ એવું થતું નથી. ઉપરથી કવિઓની કૃતિઓથી તેમને ખેદ જ થતો હોય છે. એનાથી વિપરીત રીતે સજજનોને કવિઓની કૃતિથી આનંદ થાય છે, જે ઉપર કમળના દષ્ટાંતથી સમજાવ્યું છે. ૩૨-૧૧મા એક જ પોતાની કૃતિથી દુર્જનોને ખેદ થાય છે તેથી કવિઓ ગ્રંથની રચનાનો શ્રમ કેમ લે છે : તે જણાવાય છે न त्यजन्ति कवयः श्रुतश्रमं, सम्मुदैव खलपीडनादपि । स्वोचिताचरणबद्धवृत्तयः, साधवः शमदमक्रियामिव ॥३२-१२॥ બીજા કોઈ પણ ગમે તેટલી હેરાનગતિ કરે તો ય, પોતાને ઉચિત એવું આચરણ કરવામાં તત્પર એવા સાધુભગવંતો રામ અને કમની ક્રિયાને જેમ ત્યજતા નથી, તેમ દુર્જનોના પીડનથી પણ શ્રુતમને આનંદથી જ છોડતા નથી.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય એવું છે કે ગ્રંથની રચનાથી કવિજનોને આનંદ થતો હોવાથી, દુર્જનો ગમે તેટલી પીડા આપે તોય એમ જ * * * * * ' * ** ** ** ** ** ** **
SR No.023236
Book TitleSajjan Stuti Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy