Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ વિશે જ આ ગ્રંથની રચનાથી ઉપકાર થવાનો છે. તેમ જ પરમબોધવાળા જીવોને બાળકના વચનને બોલવાનું સ્મરણ કરાવનાર આ ગ્રંથ બનશે.' આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રંથકારશ્રી કરતાં જેમની બુદ્ધિ મૂઠુ-કોમળ છે તેમના માટે આ ગ્રંથ અત્યંત ઉપકારક નીવડશે. પરંતુ તેઓશ્રી કરતાં જેમનો બોધ ઉત્કૃષ્ટ છે; તેમના માટે આ ગ્રંથ કોઈ પણ ઉપકાર ન કરે તોપણ તેમના માટે એ આનંદનું કારણ બની રહેશે. કારણ કે એ મહાબુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષોની અપેક્ષાએ ગ્રંથકારશ્રી પોતાને બાળક માને છે. બાળકનાં વચનોને સાંભળવાથી તેમના વડીલજનો જેમ આનંદ પામે છે, તેમ ગ્રંથકારશ્રીના આ ગ્રંથના અધ્યાપનાદિથી પ્રાજ્ઞ મહાત્માઓને બાળકોનાં વચનોની સ્મૃતિ થવાથી આનંદ જ થવાનો છે. તેથી આ ગ્રંથની રચના સફ્ળ છે...એ સ્પષ્ટ છે. ૫૩૨ ૨૯૦ા આ ગ્રંથની રચનામાં કેટલાક લોકો પૂર્વ મહાત્માઓએ રચેલા હતા તે છે, કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કરી એવાને એવા જ છે તો આમાં નવું શું કર્યું છે ?-આ શંકાનું સમાધાન કરાય છે ૩૧ **

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46