________________
આ રીતે પોતાના પૂ. ગુરુદેવશ્રીની આટલી સ્તવના કરવાનું શું પ્રયોજન છે ? જગતમાં બીજા પણ અનેક સજજનો તો છે જ ને ?-આ શંકાનું સમાધાન કરાય છે
आसते जगति सजनाः शतं, तैरुपैमि नु समं कमञ्जसा। किं न सन्ति गिरयः परःशता, मेरुरेव तु बिभर्तु मेदिनीम् ॥३२-२७॥
“આ જગતમાં સજજનો તો સેંકડો છે. પરંતુ મારા તે પરમકૃપાળુ ગુરુદેવશ્રી સાથે સહસા ક્યા સજજનને સરખાવું? શું સંડો પર્વતો આ પૃથ્વી ઉપર નથી ? છતાં પૃથ્વીને તો મેરુપર્વત જ ધારણ કરે ને ?'-આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ જગતમાં સેન્ડો-હજારો સજજનો છે. પરંતુ જ્યારે નિરંતર પોતાની પાસે જ પરમોપકારનિરત એવા પરમતારક ગુરુદેવશ્રી હોય તો બીજાની પાસે જવાનો કે તેઓનો વિચાર કરવાનો પ્રસંગ જ ક્યાં આવે છે ?... ઈત્યાદિ સમજી શકાય છે. પોતાની પાસે જ ઔષધિ હોય તો પર્વત ઉપર કોણ જાય ? ૩૨-૨ણા
* * * ગ્રંથકાશ્રી પોતાનું ગ્રંથકર્તુત્વ જણાવે છેतत्पदाम्बुरुहषट्पदः स च, ग्रंथमेनमपि मुग्धधी व्यधाम् । यस्य भाग्यनिलयोऽजनि श्रियां, सद्म पद्मविजयः सहोदरः ॥३२-२८॥