Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ આપી શકે ?'-આ પચીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. અહીં ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના અનંત ઉપકારનું વર્ણન કર્યું છે. ઘણા ગુણોથી અલંકૃત એવા પૂ. ગુરુદેવશ્રીએ જે ઉપકાર ક્યાં છે તેની કોઈ સીમા નથી. એના ઋણને અંશત: પણ ચૂકવવાનું સામર્થ્ય પોતામાં નથી : એ પ્રમાણે પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે. સંયમજીવનનું પ્રદાન કરનારા પૂ. ગુરુભગવંત મેઘજેવા છે અને પોતે સર્વથા ગુણહીન ચાતકના બાલ જેવા છે-આ પ્રમાણે જણાવીને ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ સૂચવ્યો છે. સમર્થ શાસ્ત્રકારપરમર્ષિની એ વાત સમજી શકીએ તો ગુરુભક્તિના ફળને પ્રાપ્ત કરી શકીએ. અન્યથા જેમ ચાલે છે તેમ ચાલ્યા જ કરશે. [૩૨-૨પણા આમ છતાં પૂ. ગુરુભગવંતશ્રીના યશના વિસ્તારથી પોતાના ચિત્તમાં આનંદ થાય છે : તે જણાવાય છેप्रस्तुतश्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः । यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ॥३२-२६॥ આરંભેલા આ શાસ્ત્રની રચનાના શ્રમ(પ્રયત્નોથી જેનું સમર્થન કરાયું છે એવા, યોગ્યને આપવાથી ફળેલા નયો વડે પૂ. ગુરુદેવશ્રીનો જે યશ સજજનોના અનુગ્રહથી

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46