________________
તે શ્રી નિયવિજયજી ઉપાધ્યાયજી મહારાજાના ચરણારવિંદમાં ભમરાસમાન એવા તે મુગ્ધબુદ્ધિવાળા યશોવિજયે આ ગ્રંથ બનાવ્યો છે કે જેના (મારા) ભાગ્યના નિધાન અને લક્ષ્મીના આશ્રય એવા પવવિજય સગા ભાઈ થયા હતા.” આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે.
પૂ. ઉપાધ્યાય શ્રી નવિજયજી મહારાજાના શિષ્ય મહામહોપાધ્યાયજી મહારાજાએ આ ગ્રંથની રચના કરી છે. તેઓશ્રીના સંસારીપણાના સગા ભાઈ પૂ. પવવિજયજી મહારાજા હતા. પૂ. ગુરુદેવશ્રીની અગાધ કૃપાથી આ ગ્રંથની રચના કરી છે :-એમ જણાવતાં ગ્રંથકારશ્રીએ પોતાને મુગ્ધમતિ તરીકે વર્ણવ્યા છે. એનું તાત્પર્ય એટલું જ છે કે આ ગ્રંથરચનામાં પોતાની બુદ્ધિ-પ્રતિભા કરતાં પણ ગુરુકૃપાનું સામર્થ્ય અચિત્ત્વ છે. આ ગ્રંથની રચના એ વિના શક્ય જ ન બનત. ૩૨-૨૮
ગ્રંથની રચનાની સફળતા જણાવાય છેमत्त एव मृदुबुद्धयश्च ये, तेष्वतोऽप्युपकृतिश्च भाविनी । किं च बालवचनानुभाषणानुस्मृति: परमबोधशालिनाम् ॥३२-२९॥
“મારા કરતાં પણ જેઓ અલ્પબુદ્ધિવાળા છે, તેઓને