________________
ચારે દિશામાં ફેલાય છે : એટલી જ વાત મારા ચિત્તના આનંદ માટે છે.” આ પ્રમાણે છવ્વીસમા શ્લોનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે નિર્દુળો... ઈત્યાદિ શ્લોકથી ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોના બદલામાં તેઓશ્રીને આપી શકાય એવી એક પણ વસ્તુ પોતાની પાસે નથી-એમ જણાવીને ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આવી સ્થિતિમાં પણ એક આનંદની જે વાત છે તે આ શ્લોકથી જણાવી છે.
પૂ. ગુરુદેવશ્રીના એકમાત્ર અનુગ્રહથી કરાયેલી ગ્રંથરચનાના પરિશ્રમથી નયોનું સમર્થન થાય છે. એવા ગ્રંથોના યોગ્ય જીવોને કરાવાતાં અધ્યયનાદિથી સફળ બનેલા નયોથી પૂ. ગુરુદેવશ્રીનો યશ, ચારે દિશામાં સજ્જનોના અનુગ્રહથી ફેલાય છે-તે મારા ચિહ્ના આનંદ માટે થાય છે. કારણ કે આ રીતે પણ અંતે તો પૂ. ગુરુદેવશ્રીના યશનો જ સર્વત્ર ફેલાવો થાય છે. સજ્જનો ‘પૂ.ઉપા.શ્રી નયવિજયજી મહારાજાના શિષ્ય પૂ.ઉપા.શ્રી યશોવિ. મહારાજે આ ગ્રંથની રચના કરી છે.'-આ પ્રમાણે કહીને મારા પૂ. ગુરુદેવશ્રીના જ યશને વિસ્તારે છે-એમ ગ્રંથકારશ્રી આ શ્લોથી ફરમાવે છે. II૩૨-૨૬।।
૨૮