Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ શ્રેષ્ઠ કોટિની ખ્યાતિને પ્રાપ્ત કરશે. શું સફરના મસ્તકે રહેવાથી નીચે જવાના સ્વભાવવાળી પણ ગાનદી સુરનદી તરીકે પ્રસિદ્ધ નથી થઈ ?”-આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકોનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે આવા ગ્રંથોનું અધ્યયન કષ્ટસાધ્ય હોવાથી ખાસ કોઈ કરતું નથી. પરંતુ સજજનો આવા ગ્રંથને ભણાવવા દ્વારા પોતાના અનુગ્રહને પાત્ર બનાવે તો જ આ ગ્રંથ પરમખ્યાતિને પ્રાપ્ત કરશે. અન્યથા આ ગ્રંથ કોઈ પણ રીતે ખ્યાતિને પ્રાપ્ત કરી શકશે નહિ. મહાપુરુષો અનુગ્રહ કરે તો નાની પણ વસ્તુ આદરપાત્ર બનતી હોય છે. તેથી જ નીચે ગમન કરનારી એવી ગંગાનદી શંકરના અનુગ્રહથી સુરનદી' (દેવતાઈ નદી), તરીકે પ્રસિદ્ધિને પામી છે. સજજનોનો અનુગ્રહ કરવાનો જ સ્વભાવ હોય છે તેથી તેઓ દ્વારા આ ગ્રંથ પ્રચારમાં આવશે જ. ઈત્યાદિ તાત્પર્ય સ્પષ્ટ છે. ૩૨-૩૧ા * * * સમસ્ત પ્રકરણાર્થનો ઉપસંહાર (સમાપન) કરાય છેयत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्याशुधारा, निस्ताराजन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् । अस्माकं किं च यस्माद् भवति शमरसै नित्यमाकण्ठतृप्तिजैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दाम्बुवाहः ॥३२-३२॥

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46