Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ ન્યાયતંત્રસ્વરૂપ કમળને વિકસાવવા માટે સૂર્યજેવા, લોકોની આંખો માટે ચંદ્રની કાંતિ જેવા તેમ જ પાપસ્વરૂપ પર્વતને ભેદવા માટે વજજેવા સજજનોને સતત વારંવાર નમસ્કાર થાઓ.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. સૂર્ય, ચંદ્ર અને વજની ઉપમા આપીને અહીં સજજનોનું વર્ણન કર્યું છે. ન્યાય, આંખ અને પાપનો નાશ : આ ત્રણની આવશ્યકતાનો જેને ખ્યાલ છે તેને સજજનો પ્રત્યે બહુમાન પ્રગટ્યા વિના નહીં રહે. શિષ્ટ પુરુષોની મર્યાદા સ્વરૂપ ન્યાય છે. વિવેકપૂર્ણ દષ્ટિ સ્વરૂપ જનનયન છે અને પાપનો નાશ સુપ્રસિદ્ધ છે. એ ત્રણેયની પ્રાપ્તિ માટે સજજનો સૂર્ય વગેરે સ્વરૂપ છે. ૩૨-૧૮ના * * સજજનોને સામાન્યપણે નમસ્કાર કરીને હવે સજજનોની પંક્તિમાં બિરાજમાન પોતાના પૂર્વતન પૂજ્યપાદ ગુરુભગવંતોની પરંપરાનું અનુસ્મરણ કરાય છે भूषिते बहुगुणे तपागणे, श्रीयुतैर्विजयदेवसूरिभिः । भूरिसूरितिलकैरपि श्रिया, पूरित विजयसिंहसूरिभिः ॥३२-१९॥ धाम भास्वदधिकं निरामयं, रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशातिशायितामिष्टपूर्तिषु यदीयमञ्चति ॥३२-२०॥

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46