Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ થાય છે, તે તે શ્રુતનો વિચ્છેદ નહિ થાય. કારણ કે રચાયેલા પ્રકરણમાં વિવક્ષિત વિષયના આંશિક દર્શનથી જિજ્ઞાસુઓ તે શ્રુતના અધ્યયનમાં કૌતુક્થી પણ પ્રવૃત્તિ કરશે.’” ||૧-૭ણા “જોકે આ શાસ્ત્રની રચનામાં એક દોષ છે કે તેથી દુર્જનોને પીડા થાય છે. પરંતુ સજ્જનોની બુદ્ધિના સંતોષને જોઈને હું આ ગ્રંથરચનામાં પ્રવૃત્ત થયો છું.” ।।૧-૮।। ‘“તેથી આ પ્રકરણ રચવાથી જે પુણ્ય થશે, તે પુણ્યથી તે દુર્જનોને પણ પીડા થશે નહિ. તેથી જ શુદ્ધાશયપૂર્વકની પ્રવૃત્તિ શાસ્ત્રમાં નિર્દોષ જણાવી છે.'' ।।૧-૯॥ “અન્યથા એ પ્રમાણે માનવામાં ન આવે તો છદ્મસ્થો વડે ક્યારેય કુશળમાર્ગમાં પ્રવૃત્તિ કરી જ શકાશે નહિ. માટે આ પ્રાસંગિક વાતના વિસ્તાર વડે સર્યું.' ॥૧-૧૦ના આ રીતે પૂર્વે જણાવેલા દુર્જનોના આક્ષેપોનો પ્રતિકાર પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ પણ કર્યો છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૨-૧૭ા ** ઉપર જણાવ્યા મુજબ દુર્જનોના આક્ષેપોનું નિરાકરણ કરીને સજ્જનોને નમસ્કાર કરાય છે न्यायतंत्रशतपत्रभानवे, लोकलोचनसुधाञ्जनत्विषे । पापशैलशतकोटिमूर्त्तये, सज्जनाय सततं नमो नमः ॥३२ - १८ || ૨૧

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46