________________
પરિશ્રમ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૨-૧પ
* * * આમ છતાં નવા નવા ગ્રંથની રચનાથી થતી સ્વાધ્યાયહાનિથી શું મળવાનું છે, આવી શક્કાનું સમાધાન કરાય છે
किं तथाऽपि पलिमन्थमन्थरैरत्र साध्यमिति दुर्जनोदिते। स्वान्ययोरुपकृतिनवा मतिश्चेति सजननयोक्तिरर्गला ॥३२-१६॥
“તો પણ નવી ગ્રંથરચનાની પ્રવૃત્તિથી થનારી મૂલાગમના સ્વાધ્યાયની હાનિથી શું સિદ્ધ કરવાનું છે ?આ પ્રમાણે દુર્જનો આક્ષેપ કરે છે, ત્યારે તે આક્ષેપનો પ્રતિબંધ કરનાર સજજનોની નીતિને અનુસરનારું એ વચન છે કે સ્વપર ઉપકાર અને નવી બુદ્ધિ સાધ્ય છે.”-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્યારે મૂળ આગમો વિદ્યમાન છે, ત્યારે તેનો સ્વાધ્યાય કરવાના બદલે નવા નવા ગ્રંથોની રચના કરવામાં સમયનો વ્યય કરી શું સિદ્ધ કરવાનું છે ? અથદ્ કશું જ સિદ્ધ થવાનું નથી.'-આ પ્રમાણે દુર્જનો કવિઓની પ્રત્યે આક્ષેપ કરે છે. એના પરિહાર માટે સજજનોનું નીતિયુક્ત એ વચન છે કે નવા નવા ગ્રંથની રચનાથી મૂળઆગમમાં વર્ણવેલા તે તે પદાર્થનું જ્ઞાન પોતાને અને બીજાને સ્પષ્ટ રીતે થાય છે. તેવા પ્રકારના સ્વપર ઉપકાર માટે અને નવી નવી પ્રજ્ઞા