________________
ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૩૨-૧૪
નવા નવા ગ્રંથોની રચનાથી પૂર્વ પૂર્વ સૂરિભગવંતોની હિલના થાય છે, એ આક્ષેપનું નિરાકરણ કરાય છે
पूर्वपूर्वतनसूरिहीलना, नो तथापि निहतेति दुर्जनः । तातवागनुविधायिबालवन्नेयमित्यथ सतां सुभाषितम् ॥३२-१५॥
નૌકાતુલ્ય નવા ગ્રંથોની રચના હોવા છતાં, પૂર્વ પૂર્વ કાળમાં થયેલા પૂજ્ય આચાર્ય ભગવંતોની તેથી હીલના તો થઈ જ જાય છે-આ પ્રમાણે દુર્જનો કહે છે. આના ઉત્તર-સ્વરૂપે અહીં સજ્જનોનું સુભાષિત એ છે કે પિતાની વાતનું જ વિધાન કરનારા બાળકની જેમ અહીં સમજી લેવું.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પોતાના પિતાશ્રીની વાતનો અનુવાદ કરનાર બાળક પોતાના પિતાજીની હીલના જેમ કરતો નથી તેમ અહીં પણ કવિજનો પૂર્વ પૂર્વ કાળના મહાપુરુષોની વાતને જ વિસ્તારથી નવા ગ્રંથોની રચનાથી સમજાવતા હોય છે, તેથી તેઓશ્રીની હલના થતી નથી. પરંતુ તેથી પૂર્વપૂર્વ મહાપુરુષોની પ્રત્યેનો સમર્પણભાવ વ્યક્ત થતો હોય છે. પૂર્વ પૂર્વ શાસ્ત્રકારપરમર્ષિઓનાં અર્થગંભીર વચનોને ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડવા માટેનો જ એ એક