________________
“દુર્જનોને ખેદ થાય છે એટલામાત્રથી, સજજનોને જેનાથી રતિ થાય છે એવી નવા ગ્રંથોની રચનાનો ત્યાગ પંડિતો કરતા નથી. કારણ કે ઠંડીથી રક્ષણ કરવા માટે સમર્થ એવું વસ્ત્ર માત્ર ભારના ભયથી છોડાય નહિ.”-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથની રચનાથી સજજનોને રતિઆનંદ થાય છે, પરંતુ દુર્જનોને ખેદ થાય છે. તેથી કાંઈ પંડિતો ગ્રંથરચનાનું કાર્ય છોડી ના દે. કારણ કે શરીર ઉપર ભાર થાય છે એટલે ઠંડીને દૂર કરનારા રજાઈ કે ધાબળા વગેરે વસ્ત્રને કોઈ દૂર કરતું નથી.
અહીં દુર્જનોને થતો ખેદ શરીરના ભાર જેવો છે. સજજનોની રતિ શીતરક્ષા જેવી છે અને શીતરક્ષાને કરનારા વસ જેવી નવા નવા ગ્રંથની રચના છે. ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩૨-૧૩
*
*
૯
૯
પંડિતજનોને શ્રુતનો મદ હોય છે, તેથી તેઓ નવી નવી ગ્રંથરચના કરે છે-આવા આક્ષેપનો પરિહાર કરાય છે
आगमे सति नवः श्रमो मदान स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत्, सोऽयमित्यथ सतां सदुत्तरम् ॥३२-१४॥