Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ તેઓ શ્રુતશ્રમનો(ગ્રંથરચનાનો) ત્યાગ કરતા નથી. એ વાતને સ્પષ્ટ કરવા માટે દૃષ્ટાંત ખરેખર જ સરસ આપ્યું છે. પોતાના માટે શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલા આચરણમાં કર્તવ્યતાના અધ્યવસાયને વિશે જેમનું ચિત્ત બંધાયેલું છે, એવા પૂ. સાધુભગવંતો ગમે તેવી પણ વિટ પરિસ્થિતિમાં શમ અને દમની ક્રિયાઓનો ત્યાગ કરતા નથી. વિષય અને કષાયની પરિણતિને દૂર કરનારી ક્રિયાઓને શમદમની ક્રિયા કહેવાય છે. મોક્ષસાધક એ ક્રિયાને કરવામાં પૂ. સાધુમહાત્માઓને ખૂબ જ આનંદનો અનુભવ થતો હોય છે. તેથી ગમે તેવા અવરોધો આવે તોપણ તેઓશ્રી પોતાની શમદમની ક્રિયાનો ત્યાગ કરતા નથી. જેમાં આનંદ પ્રાપ્ત થાય તેને છોડી દેવાનું ન બને-એ સમજી શકાય છે. કવિઓને ગ્રંથરચનાથી આનંદ પ્રાપ્ત થતો હોવાથી તેઓ ગ્રંથરચના કરે છે. દુર્જનોને ખેદ ઉપજાવવા માટે તેઓ ગ્રંથની રચના કરતા નથી. કવિઓની કૃતિથી દુર્જનોને જે ખેદ થાય છે, તેમાં અપરાધ દુર્જનોનો છે. ૩૨-૧૨ ઉપર જણાવેલી જ વાતનું સમર્થન કરાય છેनव्यतंत्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः । नैव भारभयतो विमुच्यते, शीतरक्षणपटीयसी पटी ॥३२-१३॥ ૧૫

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46