________________
શ્રુતજ્ઞાનમાં છે-એનો ખ્યાલ હોવાથી શ્રુતજ્ઞાનનો નાશ કરવા માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા રહે છે. આ પરિસ્થિતિમાં સજજનોની ગુણાન્વિત કૃપા જ દુર્જનોના એ પ્રયત્નને નિરર્થક બનાવે છે. ગ્રીષ્મઋતુનો તાપ પડ્યા પછી સુકાઈ ગયેલી વેલડીને વર્ષાઋતુની જલવર્ષા જ નાશ પામતી અટકાવે છે-એ સમજી શકાય છે. આવી જ રીતે દુર્જનોના પ્રયત્ન સ્વરૂપ ગ્રીષ્મઋતુના તાપથી નાશ પામતી શ્રુતજ્ઞાનસ્વરૂપ વેલડીને ગુણજળની વર્ષોથી સજજનની કૃપા સ્વરૂપ વર્ષાઋતુ નાશ પામવા દેતી નથી. અન્યથા દુર્જનોના ઉદ્યમથી શ્રુતજ્ઞાનનો નાશ થઈ જાત. H૩૨-૮
૯ ૯ જ સજજન અને દુર્જનના ભેદને કાયોતરના ભેદથી જણાવાય છેतन्यते सुकविकीर्त्तिवारिधौ दुर्जनेन वडवानलव्यथा । सजनेन तु शशाङ्ककौमुदीसारणवदहो महोत्सवः ॥३२-९॥
“સારા કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં દુર્જનો વડે વડવાગ્નિની વ્યથા ફેલાવાય છે પરંતુ સજજનો વડે તો ચંદ્રમાની જ્યોત્માના સંગના રંગથી યુક્ત એવો મહોત્સવ કરાય છે.”-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે સારા કવિઓ અનેકાનેક ગ્રંથોના અર્થને