Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ તેની પ્રવૃત્તિ થાય અને પછી તેની અભિરુચિ થાય : આ બધું ખૂબ જ અશક્ય છે. તેવા પ્રકારની વિશિષ્ટ ભવિતવ્યતાનો પરિપાક થયો હોય અને કર્મની લઘુતા થયેલી હોય તો જ હિતને કરનારી એવી સજજનની વાણીમાં રહેલી સુધાનો આસ્વાદાનુભવ થાય, અન્યથા એ શક્ય નથી. [૩૨-ળા * * * સજજનોની સુધાયુક્ત વાણીથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેदुर्जनोद्यमतपतुपूर्तिजात्, तापतः श्रुतलता क्षयं व्रजेत् । नो भवेद् यदि गुणाम्बुवर्षिणी, तत्र सजनकृपातपात्ययः ॥३२-८।। ગુણસ્વરૂપ પાણીને વરસાવનારી, સજજનની કૃપાસ્વરૂપ વર્ષાઋતુ ન હોય તો, દુર્જનોના ઉદ્યમ સ્વરૂપ ગ્રીષ્મઋતુથી ઉત્પન્ન થયેલા તાપથી શ્રુતજ્ઞાન સ્વરૂપ વેલડી ક્ષય પામી જાય.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે અહીં દુર્જનના ઉદ્યમને ગ્રીષ્મઋતુ, શ્રુતજ્ઞાનને વેલડી, સજજનની કૃપાને વર્ષાઋતુ અને ગુણોને પાણીની ઉપમા દ્વારા વર્ણવ્યા છે. | દુર્જનોનો સ્વભાવ છે કે શ્રુતજ્ઞાનનો નાશ કરવો. પોતાની વાતનો પ્રતિકાર કરવાનું અદ્ભુત સામર્થ્ય

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46