________________
સલિત કરે છે અને પ્રયત્નપૂર્વક તેનો વિસ્તાર કરે છે. એ જોઈને સજજનો તેમની કૃતિની પ્રશંસા વગેરે કરીને સજજનોની કીર્તિને સર્વત્ર ફેલાવે છે. ચંદ્રમાના પ્રકાશમાં જેમ સમુદ્રમાં ભરતી આવે છે. તેમ સજજનો દ્વારા કરાયેલી સારા કવિઓની પ્રશંસા વગેરેથી કવિઓની તે તે કૃતિથી સારા કવિઓની કીર્તિ વૃદ્ધિ પામે છે. એનાથી તદ્દન જ વિપરીત કાર્ય કરવાનો સ્વભાવ દુર્જનોનો છે. તેઓ પોતાના સ્વભાવને અનુરૂપ, સારા કવિઓની કૃતિમાં દોષનું ઉદ્ભાવન કરી-કરીને કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં વડવાનલની વ્યથાને ઉપજાવે છે. અર્થા કીર્તિસ્વરૂપ પાણીને શોષી લે છે. સમુદ્રમાં ચંદ્રમાના ઉદયથી ભરતી આવે છે અને સમુદ્રમાં વડવાનલ હોય છે-એ સાહિત્યપ્રસિદ્ધ છે. આ રીતે સજજનો સારા કવિઓની કીર્તિને વિસ્તારે છે અને દુર્જનો તેને ફેલાતી અટકાવે છે-એ કહેવાનું તાત્પર્ય છે. Vi૩૨-૯ાા.
ઉપર જણાવ્યા મુજબ દુર્જનોની દુષ્ટતા હોવા છતાં સજજન પુરુષોના અનુગ્રહને લઈને દુર્જનોથી ભય રહેતો નથી, તે જણાવાય છે