________________
લાભમાં દુર્જનો ઉપકારક બને છે. ૩૨-દા
ત્રીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સજજનોની વાણી અમૃત કરતાં પણ મધુર છે, તેનું કારણ જણાવાય છે
या कलविवसते नै सक्षया, या कदाऽपि न भुजङ्गसङ्गता। गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ॥३२-७॥
સજજનોની વાણીમાં કોઈક અતિરિક્ત જ સુધા (અમૃત) છે. કારણ કે તે ચંદ્રમામાં રહેતી ન હોવાથી ક્ષયવાળી નથી, ક્યારે પણ સપની સત કરતી નથી અને તે ઈન્દ્રની સભામાં નથી.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્યાર્થ છે. એની પાછળનો આશય એ છે કે સામાન્ય રીતે લોકમાં પ્રસિદ્ધ છે કે અમૃત ચંદ્રમામાં વૃત્તિ છે અને તેથી ચંદ્રમાની જેમ જ વદ ૧ થી તેનો ક્ષય થાય છે. અમૃતની આસપાસ સર્પ(ભુજંગો) ફરતા હોય છે. તેમ જ અમૃત ઈન્દ્રની સભામાં(દેવલોકમાં) હોય છે. પરંતુ સજ્જનની વાણીમાં જે અમૃત છે તે સુપ્રસિદ્ધ અમૃતથી અતિરિક્ત છે, જે ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પરંતુ તકલીફ એક જ છે કે આવા અમૃતની રુચિ જાગવી જોઈએ તેવી જાગતી નથી.
સજજનોની વાણી સાંભળવાની ઈચ્છા થાય, પછી